સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history
કષ્ટભંજન દેવ સારંગપુર ના હનુમાનદાદા ના મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history
સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history કષ્ટભંજન દેવ સત્ય છે હનુમાન દાદા નું કષ્ટભંજન દેવ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલું છે આ મંદિરના દર્શનથી ભક્તોને કષ્ટો દૂર થાય છે આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ એ કરી હતી.
કષ્ટભંજન દેવ હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ - Kastbhajan dev Hanuman dada temple history
સાળંગપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાન વધારે રોકાતા હતા ત્યારે ગામના મુખી જીવા ખાચર હતા જે દરબાર હતા જીવા ખાચરને બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર સમય જતા આ ગામમાં ત્રણ વર્ષે દુકાળ પડ્યો હતો ત્યારે કોઈ સંત બોલ્યા કે સાળંગપુર વાળા બધા ભૂખડિયા છે તેના કારણે ગામમાં ભૂખમરો આવ્યો છે અને દુકાળ પડ્યો છે.
ત્યારબાદ સમય જતા સ્વામી ગોપાલાનંદ બોટાદ આવ્યા હતા વાઘા ખાચર સ્વામીજીના સાચા ભગત હતા તેઓ ગામના વ્યક્તિઓની સાથે બોટાડ સ્વામી ગોપાલાનંદ જી જોડે ગયા અને સ્વામીજી ના ખોળામાં માથું મૂકીને ખૂબ રડવા લાગ્યા તે દરબાર ના દીકરા હતા કોઈ સામે માંગી ન શકે અને પોતાનું દુઃખ કોઇને કઇ પણ ના શકે ત્યાર પછી સ્વામીજી એ કહ્યું કે વાઘા શા માટે રોવે છે ત્યારે વાઘો બોલ્યા કે સ્વામી બે-બે દુકાળો આવ્યા છે એક તો વરસાદ નથી પડતો અને સંતો નથી આવતા ગામમાં તે રડતા રહેતો સ્વામીને એટલું જ કહ્યું અને સ્વામી અમે ભૂખ્યા રહીશું પણ સાધુ-સંતોના વગર ના રહી શકીએ અમને ખાવાનું ન મળે તો ચાલે પણ સાધુના સત્સંગ ના મળે તો એ ના ચાલે સ્વામી અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પણ સાધુઓને ભૂખ્યા નહિ જવા દઈએ માટે સ્વામી અમારી ઉપર કૃપા કરો અમારા ગામમાં પધારો અને બહુ દુખી છીએ સ્વામી ગોપાલાનંદજી એ વાઘા ને ઠાપો મારીને કહ્યું કે તુ જા હું તારી પાછળ પાછળ આવું છું તે સમયમાં બોટાડ માં કાનો નામનો કડીયો હતો જે નાના નાના મકાનો બનાવતો હતો કાનો સ્વામી ગોપાલાનંદજી સાથે સાળંગપુરમાં આવ્યા અને આખા ગામમાં સ્વામી એ ફરીને પ્રદર્શના કરી.
હાલમાં જે સારંગપુર હનુમાન દાદા ની મૂર્તિ દેખાય છે તે પહેલા જુના પાળીયા હતા પાળીયા એટલે જે ધર્મ માટે કોઈ વ્યક્તિ વીરગતિ પામતા હતા તેમની મૂર્તિ સ્વરૂપે એક મોટા પથ્થરમાં મુર્તિ બનાવવામાં આવતી હતી જેને પાળીયા કહેવામાં આવે છે સ્વામી ગોપાલાનંદજી ગામના પાદરમાં આ બધા પાળીયા દેખ્યા અને સૌથી મોટો જે પાળીયા હતો તેને જોઈને સ્વામી એ વાઘા ખાચર ને કહ્યું કે વાઘા આ પાળીયો કોનો છે ત્યારે વાધો બોલ્યો આ તો મારા બાપાના બાપા જે ધર્મના માટે વીરગતિ પામ્યા હતા તેમનો પાળીયા છે.
ત્યારે સ્વામી ગોપાલાનંદજી એ કહ્યું કે વાઘા આ પાળિયા ને હું હનુમાન દાદા બનાવી દઉં તો આખી દુનિયા પૂજે એવું કરુ તો તને કંઈ વાંધો છે ત્યારે વાઘો ત્યાં જ સ્વામીજીના ચરણોમાં પડી ગયો ને બોલ્યો કે અમને કંઈ જ વાંધો નથી આમને પણ મોક્ષ મળશે અને અમારા ગામ નું પણ સારું થાય સ્વામી ગોપાલાનંદજી એ કહ્યું કે આ પાળિયા ને દરબારગઢ માં લેતા આવો ત્યાર પછી ગોપાલાનંદે કાના કડિયાને કહ્યું કે કાના હનુમાનજી ની સરસ એવી મૂર્તિ બનાવ વીર સ્વરૂપની કાનો હસતો હસતો કહેવા લાગ્યો કે સ્વામી મને મૂર્તિ બનાવતા ના આવડે હું તો કડીયો છુ દિવારો ચનુ છું પછી સ્વામીજીએ તેની જોડે જઈને કાનાના માથા પર બે હાથ મૂક્યા અને બોલ્યા કે જા તારાથી મૂર્તિ સરસ બનશે ગોપાલાનંદજી એ પાળિયા ઉપર કોલસાથી આકાર દોરી અને કાના કડિયાને કહ્યું કે હવે બનાવી દેજે મૂર્તિ પછી સ્વામીએ કહ્યું કે મૂર્તિ તૈયાર થાય ત્યારે અમને કહેજો અમે જ્યાં પણ હોયશું ત્યારે આવી જઈશું મૂર્તિ બનાવવા માટે કાનાને પાંચથી સાડા પાંચ મહિના જેટલો સુધીનો સમય લાગ્યો હતો. જ્યારે મૂર્તિ તૈયાર થઈ ગઈ ત્યારે સ્વામી ગોપાલાનંદજી સ્વામી ને સમાચાર આપ્યા કે મૂર્તિ બની ગઈ છે તે વખતે ગોપાલાનંદજી સ્વામી 200 સાધુ અને વિદ્વાનો સાથે લઈને આવ્યા હતા. આસોવદ પાંચમ ના દિવસે મોટો યજ્ઞ કરી હનુમાન દાદા ની મૂર્તિની સ્થાપના કરી હતી.
તે સમયમાં કેશવદાસ નામના એક સ્વામી હતા જેમને અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાલાનંદજી સ્વામી એ તમારા સંકલ્પ મુજબ સાળંગપુરમાં હનુમાનદાદા નું મંદિર બનાવ્યું છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું કે જ્યાં આ હનુમાન દાદા છે ત્યાં દરેક મનુષ્ય અને પ્રાણીના કષ્ટો દુર થશે એટલે આ મંદિરનું નામ કષ્ટભંજન દેવ પડ્યું અને જો કોઈ ભકત નાળિયેર, તેલ, થાળ ધરાવશે તો તેની દરેક મનોકામના પૂર્ણ થશે જ્યારે સમાધિ માંથી જાગ્યા ત્યારે ગોપાલાનંદજીને બધું કહ્યું સ્વામિનારાયણ ભગવાને આવો ઉપદેશ આપ્યો છે.
શું કષ્ટભંજન હનુમાન દાદા ની મૂર્તિ બોલતી કરવાની હતી.
જ્યારે ગોપાલાનંદ સ્વામી હનુમાન દાદા ની મુર્તિ ની આરતી ઉતારતા હતા ત્યારે હનુમાન દાદાની મૂર્તિ આખી ધ્રુજવા લાગી જે બાજુ મા ભક્તો હતા તે આ બધું જોઈને થોડા ગભરાઈ ગયા ભક્તોએ ગોપાલાનંદજી સ્વામી ને ખમ્મા ખમ્મા કરી ને સ્વામીનો હાથ પકડ્યો ત્યારે સ્વામીજી નુ ધ્યાન તૂટી ગયું ત્યારે સ્વામીજી એ ભક્તોને કહ્યું કે જો થોડી ધીરજ રાખી હોત તો હુ હનુમાન દાદાની મૂર્તિને બોલતી કરવાનો હતો આ કલયુગમાં મારે આ હનુમાનદાદાની મૂર્તિને બોલતી કરવાની હતી આમ હનુમાનદાદા ની મુર્તિ હસતી હતી ત્યારે ગોપાલદાસે કહ્યું કે હવે આમ જ રહેજો હસતા અને દરેકના દુઃખો દૂર કરજો પછી વાઘા ખાચરે સ્વામી ગોપાલાનંદને કહ્યું કે અમે દાદાને સેની પ્રસાદ ચડાવીએ ત્યારે એક સાધુ બોલ્યા કે સુખડી નો પ્રસાદ ચડાવજો એટલે બધા સુખી થાય અને ભૂખમરો જાય.
કષ્ટભંજન દેવ હનુમાનદાદા ના મંદિર ની વિશેષતા.
કષ્ટભંજન દેવ સત્ય છે સારંગપુરના હનુમાનદાદાનું મંદિર આશરે લગભગ 150 વર્ષ કરતા પણ જૂનું મંદિર છે આ મંદિરની સ્થાપના પણ ભક્તોને દુઃખો દૂર કરવા થઈ હતી આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભૂત પ્રેત આત્મા થી પીડાતા લોકોને આ મંદિરમાં આવવાથી તે ધુણવા લાગે છે અને મંદિરની મૂર્તિના દર્શનથી જ તેમની અંદર રહેલા ભૂતો આત્મા કે પ્રેત વગેરે તમને છોડીને ચાલ્યા જાય છે મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભૂત પ્રેત કાયમ માટે નાસી જાય છે અને માનસિક રીતે મંદબુદ્ધિના લોકોને પણ આ મંદિર ના દર્શનથી તેમને લાભ થાય છે ખાસ કરીને કાળી ચૌદસના દિવસે અહીં ભક્તોની સંખ્યા વધુ હોય છે આ મંદિર ચમત્કારી મનાય છે મંદિરમાં ચાલતા ધુમાડો શ્વાસમાં જતા ભુતો કાયમ માટે ભાગી જાય છે.
સારંગપુરનું હનુમાનદાદાનું મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંચાલન હેઠળ આવેલું છે ત્યાંથી મંદિરના સંતોને મૂકવામાં આવે છે હનુમાન દાદા ને સ્નાન કર્યા પછી જ તેમના શણગાર અને પૂજા કરવામાં આવે છે અને જે વસ્ત્રો કોઈ અડિયા ના હોય તેવા જ વસ્ત્રો ને પહેરીને પૂજા કરવી પડે છે જો પૂજા કરવા જતા હોય ત્યારે કોઈ ભક્ત કે કોઈ સેવક કે કોઈ સાધુ અડી જાય તો પાછું સ્નાન કરીને જ અને નવા કપડાં પહેરીને જ પૂજા અર્ચના કરવી પડે છે વર્ષમાં 15 થી 20 વાર અલગ અલગ પ્રકારના અંકુર ધરાવવામાં આવે છે.
આ મંદિરમાં ખાસ અહીં પાઠમાં બેસવાની વ્યવસ્થા છે જેમને ભૂત પ્રેત ધંધામાં કે પરિવાર માં કલેશ હોય એવા લોકો અહી પાઠ મા બેસે છે જે 8 થી 10 વાગ્યા સુધી અને બપોરે 4 થી 6 વાગ્યા સુધીનો હોય છે બેસવા માટે નામ નોંધાવું પડે છે આમાંથી લોકોને લાભ મળે છે.
મંદિરમાં અન્નક્ષેત્ર ભોજનાલાય પણ છે જે વિનામૂલ્ય ભક્તોને જમાડવામાં આવે છે રોજના 5000 જેટલા વ્યક્તિઓ જમે છે જે સવારના 7 થી રાતના 12 વાગ્યા સુધી ચાલતું હોય છે શનિવારે લગભગ 15 હજાર જેટલા ભકતો જમે છે અત્યારે ગુજરાતનું સૌથી મોટા માં મોટું રસોડું અહીં બનવા જઈ રહ્યું છે અને અહીં રહેવાની પણ સગવડ છે અને એક દવાખાનું પણ છે જે આજુબાજુના ગામડાઓના લોકોને મફતમાં તેમની સારવાર કરીને દવાઓ પણ આપવામા આવે છે.
કષ્ટભંજન દેવ સત્ય છે જય હનુમાનદાદા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો