કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history



કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ જે મહાદેવજી ના 12 જ્યોતિર્લિંગમાં ની એક જ્યોતિર્લિંગ છે જે હિમાલયની ગિરિમાળા માં ગઢવાલ નામના ક્ષેત્રમાં ભારતના ઉત્તર ભાગમાં ઉતરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું છે. કેદારનાથ મંદિર તેની ભૌગોલિક પરિસ્થિતિ ના કારણે વર્ષ દરમિયાન અક્ષય તૃતીયા થી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે ત્યારબાદ શિયાળાની શરૂઆતની સાથે જ કેદારનાથ જ્યોતિર્લિંગ આખું બરફમાં ઢંકાઈ જાય છે આ સમયમાં કોઈ દર્શન માટે જઈ શકતું નથી

આ જગ્યાનું નામ કેદાર ખંડ હોવાના કારણે મહાદેવજી એ કેદાર ના નાથ એટલે કે કેદારનાથ તરીકે પૂજાય છે

કેદારનાથ જયોતિર્લિંગ મંદિર નો પૌરાણિક ઇતિહાસ

કેદારનાથ જયોતિર્લિંગ મંદિર નો ઇતિહાસ મહાભારતના યુગથી શરૂ થાય છે પાંડવો જ્યારે મહાભારતના યુદ્ધમાં કરેલા પાપો ના શ્રાપ માંથી મુક્તિ મેળવવા માટે શ્રીકૃષ્ણજી ના કહેવા મુજબ મહાદેવજીને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે મહાદેવજી એ તેમને જોઈને રૂપ બદલીને ઉતરાખંડમાં જઈને સંતાઈ ગયા હતા મહાદેવજી જે સ્થાને છુપાઈ ગયા હતા તે સ્થાનને ગુપ્તકાશી કહેવામાં આવે છે પાંડવો આ જગ્યાએ કાશી થઈને ઉતરાખંડમાં પહોંચ્યા હતા તેમને મહાદેવજીને બહુ શોધ્યા પણ મહાદેવજી દેખાયા નહીં ભીમે મહાદેવજીને શોધી કાઢ્યા હતા મહાદેવજી એ એક આખલાનું રૂપ બનીને જમીનમાં અંદરના ભાગમાં સંતાઈ ગયા હતા પણ તેમને પૂછડી બહાર દેખાતી હતી જે કળશ જેવી આકારની દેખાતી હતી ભીમ તે બળદની પૂંછડીને પકડીને બહાર નીકળવાની કોશિશ કરી ત્યારે ભીમે તેના પગ પર્વતના શિખર ઉપર રાખી દીધા ત્યાર બાદ બધી ગાયો અને બળદો ભીમના પગના નીચેથી પસાર થઈ ગઇ પણ તે બળદના રૂપમાં મહાદેવજી પગના નીચેથી જતા ન હતા. પછી ભીમે બળથી તે બળદને પકડવા ગયા પણ બળદ ભાગવા લાગ્યો ત્યારે ભીમે બળદને ત્રિકોણાત્મક પીઠના ભાગને પકડી લીધો આ સાહસ ને જોઈને મહાદેવજી પ્રસન્ન થયા અને પાંડવોને દર્શન આપ્યા અને પાંડવોના પાપને મુક્ત કરી દીધા ત્યારથી મહાદેવજીને બળદની પીઠના આકૃતિ જેવા શિવલિંગ ના સ્વરૂપે કેદારનાથમાં પૂજવામાં આવે છે. 

કોણે બનાવ્યું કેદારનાથ મંદિર

આદિ ગુરુ શંકરાચાર્ય કેદારનાથ મંદિરની સ્થાપના કરી હતી એવું કહેવાય છે આ મંદિરનું નિર્માણ પાંડવો એ હજાર વર્ષ પહેલા કરાવ્યું હતું અને મંદિરની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી પાંડવો દ્વાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખમાં મહાભારતમાં પણ છે

કેદારનાથ જયોતિર્લિંગ મંદિરની વિશેષતા

હિમાલયની ચારધામ યાત્રા પૈકીની એક યાત્રા કેદારનાથની છે કેદારનાથ જયોતિર્લિંગ એ ચૌરી બારી હિમનદી ના કુંડમાંથી નીકળતી મંદાકિની નદીની નજીક કેદારનાથ પર્વતની તળેટીમાં આ મંદિર આવેલું છે આ મંદિર કત્યુરી શૈલી નું છે 3562 ની ઊંચાઈ પર છે આગળના ભાગમાં આદિ ગુરુ શંકરાચાર્ય ની સમાધી આવેલી છે. 

પ્રચંડ વરસાદના તોફાનમાં આ મંદિરના પાસેના પાકા અને આધુનિક બાંધકામો પુરના પાણીમાં તણાઈ ગયા હતા ત્યારે હજારો લોકોના મૃત્યુ થયા હતો એ સમયે કેદારનાથ મંદિર ને  આચ પણ આવી ન હતી લોકો આ જોઈ આશ્વયમા મુકાઈ ગયા હતા કે આવી હોનારત થઈ છતાં પણ મંદિરને કોઈ આચ ના આવી આ મંદિરનો સમગ્ર બાંધકામ 6 ફુટ ઊંચા એક ચોરસ અને પહોળા પથ્થર ઉપર છે મુખ્ય ભાગમાં મંડપ અને ગર્ભ ગૃહની ચારે બાજુ પ્રદક્ષિણા પથ છે અને બહારના ભાગમાં નંદીજી છે.

આ મંદિરમાં ઈંટોથી નહીં પણ મોટા પહાડી પથ્થરોથી બનેલો છે જ્યારે પૂર આવ્યો ત્યારે મંદિરની પાછળના ભાગમાં એક મોટો પથ્થર  ઘસીને ત્યાં આવ્યો હતો જેને મંદિરની રક્ષા કરે અને પાણીને બે ભાગમાં વહેંચી નાખ્યું આ મોટા પથ્થરને ભીમ શીલા તરીકે ઓળખવામાં આવે છે. 

મંદિરમાં અંધારું હોય છે દીપકના અજવાળાથી મહાદેવજી ના શિવલિંગના દર્શન થાય છે ભક્તો જળાભિષેક અને ફૂલો ચડાવે છે ધીઅર્પણ કરીને બહાર નીકળે છે એવું મનાય છે કે ભક્તો કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તો તેની યાત્રા નિષ્ફળ જાય છે. 

400 વર્ષ સુધી આ મંદિર બરફની નીચે દટાયેલું હતું 13 થી 15 મી સદીમાં નાના બરફ યુગ આવ્યો હતો જેમાં સંપૂર્ણ મંદિર દબાઈ ગયું હતું

ધારી દેવીનું મંદિર 

સોનપ્રયાગ ના રસ્તામાં ધારી દેવીનું મંદિર છે જે ગંગા નદી ના વચ્ચે છે જે કેદારનાથ મંદિર જતા રસ્તામાં જ આવે છે પહેલા ધારી દેવીનું મંદિર નદીની વચ્ચે જ હતું પણ ત્યાં રુદ્રપ્રયાગ ડેમ બનાવવાના કારણે નદીનું પાણી ઉપર આવવા લાગ્યું માટે તે મંદિરની હાઇટ ઊંચું કરવાનો વિચાર આવ્યો પંડિતો દ્વારા મૂર્તિને ઉંચી કરવામાં આવી પણ મૂર્તિ હલી પણ નહીં આથી બહુ યજ્ઞ કર્યા અને ત્યારબાદ 11 વર્ષની કન્યા જોડેથી મૂર્તિને ઉંચી કરાઈ  તે તારીખ 16 જુલાઈ 2013 હતી તે જ દિવસે કેદારનાથમાં મહાપ્રલય કુદરતી આફત આવી હતી. 

કેદારનાથની પદયાત્રા ગૌરીકુંડ થી શરૂ થાય છે. 

સોનપરાથી ગૌરીકુંડ સુધી જવા માટે સાધનોની વ્યવસ્થા છે ત્યાંથી ગાડી માં બેસીને ગૌરીકુંડ સુધી પહોંચી શકાય છે. ગોરી કુંડથી કેદારનાથની પદયાત્રા શરૂ થાય છે લગભગ 16 કિ. મી. જેટલા રસ્તો છે ત્યા ઘોડા અને ખચ્ચર ની પણ સુવિધા હોય છે તેના પર બેસીને તમે કેદારનાથ જઈ શકો છો ઘોડા અને ખચ્ચર ના ભાવ ગૌરીકુંડથી કેદારનાથ જવા માટે 2500 અને પાછા આવવા માટે 1700 લે છે ભાવમા વધઘટ થઈ શકે છે અને ડોલી (પાલખી ) પણ હોય છે જે વજનના હિસાબથી તેનો ભાવ હોય છે લગભગ 7000 થી 9000 સુધીનો તેનો ભાવ હોય છે ત્યાં સુધી જવાના રસ્તામાં એટલા સુંદર નજારા હોય છે અને સૌંદર્યથી અદભુત નજરો ત્યાં તમને જોવા મળે છે પહાડો ની વચ્ચે રસ્તો જતો હોય છે અને બરફના ગ્લેસીયર પણ જોવા મળે છે નદીઓ વહેતી જોવા મળે છે જે કુદરતી સૌંદર્ય છે. 

જય કેદારનાથ જયોતિર્લિંગ મહાદેવ. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history