ડાકોર મંદિર નો ઇતિહાસ
ડાકોર મંદિર વિશે ની જાણકારી ડાકોર ખેડા જિલ્લા મા આવેલું રણછોડરાયજી નુ પ્રખ્યાત મંદિર છે
ડાકોર મા રણછોડરાયજી મંદિર ડાકોર મંદિર વિશે ની જાણકારી ડંક મુનિ એ ડાકોર મા આશ્રમ બનાવ્યો હતો તેવુ કહેવામાં આવે છે. ડંક મુનિએ ત્યા તપસ્યા કરી ને શંકર ભગવાન ને પ્રસન્ન કર્યા હતા ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજેમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી પાણી પી શકે.
કૃષ્ણ અને ભીમ ડંક મુનિના આશ્રમ જોડે થી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા તેમને કુંડ માથી પાણી પીધું અને વિશ્રામ કરવા બેઠો. તેમને વિચાર આવ્યો કે જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી મળી રહે તો ભીમે ગદાના એક જ વારથી મોટો કર્યો. આ કુંડ ગોમતી તળાવ થી આજે ઓળખાય છે. આમ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.
ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ મહિને ડાકોરથી દ્વારકા પગે ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ જતો હતો. પરંતુ ત્યાર બાદ ઉંમર ના કારણે એમને તકલીફ થવાથી તે જઇ શકતા ન હતા. એકવાર તેમણે ભગવાને સપનામાં કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું આવે ત્યારે ગાડું લઇ ને આવજે બોડાણા બીજી વખત સાથે ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે.
દ્વારકાનાં પુજારીઓએ એક શરત મુકી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ગરીબ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
બોડાણા ની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિને ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામા હતી.
રણછોડરાયજી નામ પડવા પાછળ નુ કારણ
જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર યુદ્ધ કર્યુ ત્યારે તેઓ રણ છોડી ને ભાગી ગયા એટલે એમનું નામ રણછોડરાય પડયું. દર પુનમે અહી મેળો ભરાય છે. ડાકોરના ગોટા ખૂબ પખ્યાત છે.
જય રણછોડ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો