અંબાજી મંદિર નો ઇતિહાસ - Ambaji mandir no itihs

અંબાજી  મંદિર માં વિરાજમાન અંબે માતાનો ઈતિહાસ - Ambaji mandir itihas 


અંબાજી મંદિર નો ઇતિહાસ Ambaji mandir no itihas અને જાણકારી ગુજરાત મા બનાસકાંઠા જીલ્લા ના દાતા તાલુકામાં આવલુ અંબાજી મંદિર એ 51 શક્તિપીઠ નુ ગુજરાત ની સૌથી મોટી શક્તિપીઠ છે ભાવિક ભક્તો દેશ ના ખુને ખુને થી દર્શન કરવા અહી આવે છે   ગબ્બર ડુંગર  અરવલ્લી પર્વતમાળા મા આવેલ આરાસુર નો ડુંગર છે.

અમદાવાદ થી આશરે 170 કિમી , પાલનપુર થી 65 કિમી, આબુ રોડ થી 20 કિમી જેટલુ અંતર છે. પાલનપુર મુખ્ય મથક છે ત્યા થી પ્રાઇવેટ સાધનો મળી રહે છે. 

અંબાજી મંદિર Ambaji mandir રહસ્ય ની વાત તો એ છે કે મંદિર માં કોઈ મૂર્તિ નથી મૂર્તિ ની જગ્યા એ વિસોયંત્ર ની પૂજા કરવામા આવે છે. પૂજારી જ્યારે વિસોયંત્ર ની પૂજા કરે છે ત્યારે આખો પર પત્તી બાંધી ને પૂજા કરે છે એવી માન્યતા છે. આમ અંબાજી એક વિશેષ કારણ ધરવે છે. ઉજ્જૈન અને નેપાળ ના શક્તિપીઠ મા મૂલ યંત્ર સાથે જોડાયલુ છે આ યંત્ર માં 51 અક્ષરો છે આ યંત્ર ની દર મહિના ની આઠમ ના દિવસ પૂજા થાય છે. મુળ આ મંદિર બહુ વર્ષો પહેલા બેઠાઘાટ નુ નાનુ મંદિર હતુ. જેમ જેમ સમય જતો રહ્યો તેમ આ મંદિર મા સુધારા થતા ગયા અત્યારે જે મંદિર પર જે કળશ છે તે સંપૂર્ણ સોના નુ બનાયુ  છે. 

અંબાજી મંદિર નો ઈતિહાસ - Ambaji Mandir no itihas 


દક્ષ રાજા ની પુત્રી સતીદેવી એ પોતાના પિતા એ યોજેલા યજ્ઞ માં પોતાના પતિ શંકર ભગવાન નુ ત્યા અપમાન થયુ આ અપમન સતીદેવી થી દેખાય ના ગયુ ને સતીદેવી એ પોતાને યજ્ઞ કુંડ માં હોમી દિધા હતા.  આમ શંકર ભગવાન પોતાની પત્ની સતીદેવી ના મૃતદેહ ને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા દેવતા ઓ ગભરાઈ ગયા કે સૃષ્ટિ નો વિનાશ ના થઈ જાય આમ દેવતાઓ ની વિનતી થી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર થી સતીદેવી ના શરીર ના તુકડા કર્યો અને આ તુકડા અને ઘરેણાં જુદી જુદી એવી 51 જગ્યા એ પડયા હતા જે અલગ અલગ 51 શક્તિપીઠ ની સ્થાપના થઈ આમ આ જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. કેવાય છે અહિ સતીદેવી નુ હદય પડયુ હતુ. 

ભાગવત માં ઉલ્લેખ અનુસાર અહી જુનુ માન સરોવર આવલુ છે જ્યા શ્રી કૃષ્ણ ભગવાન ની બાલ ઉતરવાણી ચૌલક્રિયા (બાબરી) અહી થઈ હતી. નંદજી અને યસોદા માતા એ ત્યા જવારા ઉગડિયા હતા અને સાત દિવસ સુધી અહી રહ્યા હતા એવુ કેવાય છે. 

પાંડવો પણ તેમના વનવાસ કાળ દરમ્યાન માતાજી ની તપસ્યા કરવા અંબાજી માં રોકાયા હતા.

ભગવાન રામ પણ તેમના વનવાસ કાળ દરમ્યાન સીતામાતા ને શોધવો ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદા ના જંગલ મા શૃગી ઋષિ ના આશ્રમ મા અવ્યા હતા. ઋષિ એ તમણે અંબાજી માતાજી ના દર્શન કરવા માટે મોકલ્યા તેમને ત્યા  માતાજી ની તપસ્યા કરી અને માતાજી પ્રસન્ન થયા અને ભગવાન રામ ને અજય બાણ આપ્યુ રાવણ ને મારવા માટે  અને આજ બાણથી રાવણ નુ મુત્યુ થયુ તેવી કથા છે . પુરાણો ના ઉલેખ્ખ મુજબ અહિ અંબિકાવન હતુ. અહી થી ઐતિહાસિક લેખ મળ્યો છે જે રાવ ભારમલ્લ ની રાણી નો છે તેમને કેટલીક વસ્તુઓ માતાજી ને અર્પણ કરી હતી. 

દેવી ભગવતી ની કથા

અંબાજી મંદિર પૌરાણિક કથા મુજબ મહિષાસુરે તપ કરી ને અગ્નિ દેવ ને પ્રગટ કર્યા હતા અગ્નિદેવે તમને વરદાન આપ્યુ કે નરજાતિ ના નામ વાળા શસ્ત્રો થી તનમે કોઈ મારી શકશે નઇ. આમ  થતા જ મહિષાસુર આ વરદાન થી દેવો ને હરાવી નાખ્યા  અને તેને ઇન્દ્રાસન પણ જીતી લીધુ ને એનેક ઋષી ઓના આશ્રમ નો નાશ કર્યો આમ પછી તેને કૈલાશ ને વૈકુંઠ લોક  જીતવાનુ નક્કી કર્યુ આના કારણે દેવોએ ભગવાન શંકરની મદદ માગી ભગવાન શંકરે મદદ માટે દેવી શક્તિ ની આરાધના કરવાનુ દેવોને કહયુ દેવોની આરાધના કરતા આધશકિત દેવી પ્રગટ થયા અને તેમને મહિષાસુર નો નાશ કર્યો તેથી દેવી મહિષાસુર-મર્દિની તારીકે ઓળખાય છે.

ગબ્બર ડુંગર

અંબાજી મંદિર થી 5 કિમી ના અંતરે આવેલુ આરાસુર ના પર્વત માં આવેલો ગબ્બર ના ડુંગર પર અંબે માતનુ મંદિર છે જેનુ મહત્વ ગણુ છે 999  પગથીયા ચડી ને ગબ્બર ડુંગર પર જઇ શકાય છે અને ઉડન ખટોલા ની સગવડ પણ છે. ગબ્બર પર થી સનસેટ પોઈન્ટ ત્યાથી સૂર્યોદય અને સૂર્યસ્ત ના દર્શન થાય છે. અહીથી સરસ્વતી નદી નુ ઉદભવ છે જે એક પવિત્ર નદી છે ગબ્બર મા આવેલી ગુફા એ અંબે માતા નુ આદિસ્થાન તરીકે ઓળખાય છે. 

અંબાજી માં નવરાત્રી નુ મહત્વ

અંબાજી માં વર્ષ મા 4 વખત નવરાત્રી મનાવામાં આવે છે આસો, ચૈત્ર, મહા, અને અષાઢ ના મહિના માટે ઉજવાય છે. યજ્ઞો સહીત ધાર્મિક પૂજા આરાધના થાય છે. નવમી રાત નું મહત્વ હોય છે ચૈત્ર મહિના ના પહેલા દિવસે  ગર્ભ દીપ ના વાસન માં જવાાર ઉગાડવા માં આવે છે ને ગરબા રમે છે  કારતક સુદ એકમે અન્નફુટ ધરાવામાં આવે છે અને આ 5 દિવસ આશિર્વાદ લેવા ભાવિક ભક્તોો ઉમટી પડે છે. ભાદરવી પૂનમ ના દર્શન નું મહત્વ વધારે છે અને મેળો ભરાય છે. નવરાત્રી મા ચાચરચોક મા ગરબા નુ આયોજન થાય છે અને ગરબે રમે છે.

કુંભારીયા ના દેરાસર ની દંતકથા

અંબાજી પાસે કુંભારીયા ના દેરા આવેલ છે ત્યા વિમલ શાહે જૈન દેરાસરો બનાવ્યા હતા તે કુંભારીયા ના દેરા તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા મુજબ વિમળ શાહ ને અંબા માતા એ ધન આપ્યુ હતુ આ ધન થી જ વિમળ શાહે ત્યા 360 જેટલા દેરાસરો બનાવ્યા હતા  જયારે માતાજી એ વિમળ શાહ ને પૂછયું કે આ દેરા કોના પ્રતાપ થી બન્યા છે ત્યારે વિમળ શાહે કીધુ કે આ દેરા ગુરુજી ના પ્રતાપ થી બન્યા આ સાંભળીને માતાજી ક્રોધિત થયા માતાજી એ બધા દેરા સળગાવી નાખ્યા હાલમા ફક્ત 5 જેટલા જ દેરા જ છે. 


 જય અંબે માતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history