બહુચર માનુ મંદિર બહુચરાજી, બહુચર માનો ઇતિહાસ- bahuchar manu mandir and itihas
બહુચરા માનુ મંદિર બહુચર માતાજી નો ઈતિહાસ - Bahuchar manu mandir ane itihas
બહુચર માનુ મંદિર bahuchar manu mandir બહુચરાજી એ મેહેસાણા જીલ્લામા બહુચરાજી મા આવલુ બહુચર માતાનુ મંદિર છે. ગુજરાત ની 3 શક્તિપીઠ માની 1 શક્તિપીઠ છે આ મંદિર ને બાલાત્રિપુરા સુંદરી ના નામ પણ ઓળખવામા આવે છે.
બહુચર માનુ મંદિર bahuchar manu mandir અમદાવાદ થી આશરે 110 કીમી, મહેસાણા થી 35 કીમી અને મોઢેરા થી 15 કીમી ના અંતરે બહુચર માતા નુ મંદિર આવેલું છે.
બહુચર માનુ મંદિર બહુચરાજી, બહુચર માનો ઇતિહાસ
કપિલદેવ વરખડીએ મંદિર નુ નિર્માણ કર્યું હતુ ત્યાર પછી કલરી રાજા તેજપાલ દ્વારા તેનુ પુનઃનિર્માણ કરવામા આવ્યુ હતુ ત્યારબાદ ફરી વાર મંદિરો જીનોદ્વાર કરવામા આવ્યુ છે.આ મંદિર નુ નિર્માણ માનાજીરાવ ગાયકવાડ ના હાથે થયેલુ છે અને સયાજીરાવ ગાયકવાડે અહી રેલ્વે બનાયો હતો. પોલીસ દ્ધારા ચૈત્ર સુદ આઠમ અને આસો સુદ આઠમે સલામી આપે છે આ દિવસ નુ મહાત્વ છે.
બહુચર માતાજી નો ઈતિહાસ - Bahuchar mataji no itihas
દંતકથા અનુસાર બહુચર માતા એ હળવદ તાલુકા મા સાપકડા ગામ મા દેવલ આય આને બાપલ દેથા ચારણ ને ત્યા 4 દેવી નો જન્મ થયો હતો બુટભવાની માં, બલાદ માં, બહુચર માં અને બાલવી માં આ ચાર પુત્રી ઓ હતા તેઓ એક વખત તેમની બહેન સાથે ફરી રહ્યા હતા ત્યારે બાપિયા નામના ડાકુ એ તેમના પર હમલો કર્યો તેમના માં એવી પરંપરા હતી કે તેઓ કોઇ દુશ્મન જોડે પકડાઈ જાય આવુ લાગે તો દુશ્મનના શરણમાં જવાને બદલે પોતાનો જીવ જાતે જ આપી દે છે આ પરંપરા ને ત્રાગુ કહેવામાં આવે છે જ્યારે ડાકુઓ તેમાના પાસે આવી જતા તેમને લાગ્યુ કે હવે ડાકુઓ તેમને પકડી લેશે તેનાથી બચવા માટે બહુચર મા અને તેમની બહેનો એ ત્રાગુ કર્યુ અને પોતાનો સ્તન જાતે વીધી નાખ્યા જેના કારણે ડાકુુ ઓ માતાજી દ્વારા શાપિત થયા અને તે ડાકુઓ નપુુંસક બની ગયા. બાપીયા ડાકુઓ નો આ શ્રાપ ત્યારે જ દુર થશે જયારે ડાકુ ઓએ સ્ત્રીનું વસ્ત્ર અને આભુષનો પહેરીને બહુચર માતાજી ની આરાધના કરી આજ કારણ થી કિન્નરો બહુચર માતાજી ની ભાવભક્તિ થી પૂજા આરાધના કરે છે અને માતાજી ને પોતાના આરાધય દેવી છે.
લોકવાયકા મુજબ
બહુચર માનુ મંદિર પાછળ એક કુંડ છે જે માનસરોવર નામથી ઓળખાય છે કેટલાય લોકો બહુચરાજી આવીને પોતાના બાળકોની બાબરી અહી ઉતરવા આવે છે.
બાળકો માં ખામી હોય જેમ કે તોતડુ બોલતો હોય બેરાશ હોય હલન ચલણ માં ખામી હોય વગેરે થી લોકો પોતાના બાળકો ની માનતા માને છે જે થી જલદી સારા થઈ જાય અને માનતા પુરી થયા પછી તે ચાંદી ના બનવેલા શરીર ના અંગો માતાજી ને ચડાવે છે.
ચૈત્ર પુનમે અને આસો પુનમે માતાજી ની પાલખી બહુચરાજી થી શંખલપુર ગામે જાય છે શંખલપુર એ બહુચર માતાનુ પ્રાગટ્ય સ્થાન છે ત્યા આખા ગામમાં પાલખી ફેરવામા આવે છે અને પછી બહુચરાજી પરત લાવે છે અહી દર પૂનમે મેળો ભરાયે છે.
દશેરા ના દિવસે પણ માતાજી ની પાલખી નિકળે છે મંદિરે થી નિકળી બહુચરાજી પાસે સમીવૃક્ષ પાસે જાય છે ત્યા શસ્ત્રો ની પૂજા કરવામા આવે છે અને ગાયકવાડ રાજા એ ચડાવેલ નવલખા હાર પહેરાવમા આવે છે.
બહુચરમા એ કૂકડા ને તેમનુ વાહન બનાવ્યું તેની કથા.
પૌરાણિક કથા મુજબ બહુચરાજી ની આસપાસ નો વિસ્તાર ચુવાલ નામનો પ્રદેશ હતો ત્યા દંઢાસુર નો ત્રાસ હતો દંઢાસુર ને હરાવવા માતાજી બાળ સ્વરૂપ ધારણ કરી ને તેમની જોડે યુદ્ધ કયુઁ માતાજી ના પ્રકોપ ને કારણે દંઢાસુર તે ગામના કુકડાઓ ની વચ્ચે કુકડો બનીને છુપાઇ ગયો તેને શોધવા બાળ સ્વરૂપ માતાજી એ દરેક કુકડા પર કંકુ છાટયું હતુ જેથી અસલી કુકડા હતા તે રંગબેરંગી બની ગયા દંઢાસુર તેના અસલી સ્વસ્વરૂ મા આવી ગયો ત્યારબાદ માતાજી એ તેને છાતીમાં ત્રિશુલ મારી ને તેનો વધ કર્યો. ત્યાર પછી કુકડાઓ એ માતાજી જોડે વિનંતી કરી કે દંઢાસુરે અમારી આખી જાત ને બદનામ કરી છે હવે અમને કોન સ્વીકારશે ત્યારે બહુચર માં એ કહયું કે હુ તમને સ્વીકારીશ હુ તમારી પર સવારી કરીશ તમે મારુ વાહન બનશો અને ત્યારથી જ કૂકડા ઓ માતાજી ની સવારી બન્યા અને માતાજી ના પ્રિય વાહન તરીકે પૂજાયા.
સોલંકી કાળ દરમ્યાન ગુજરાત મા સોલંકી રાજ્ય ના ધ્વજ નુ પ્રતિક તરીકે કૂકડો હતા.
બહુચરાજી મંદિર મા માનતા મા રમતા કુકડા છોડવામા આવે છે તેમના ચણ અને પાણી આપનુ કામ મંદિરના ટ્રસ્ટ દ્રારા કરવામા આવે છે.
એક સમયે અલાઉદ્દીન ખિલજી ના સૈનિકો એ ત્યા મંદિર મા ફરતા કુકડા ઓને મારીને ખઇ ગયા હતા થોડી વાર પછી માતાજી નો ચમત્કાર એવો થયો કે સૈનિકો ના પેટ ફાડીને કુકડાઓ બહાર નીકળ્યા હતા.
ધાર્મિક પ્રસંગો.
વૈદિક ધર્મ પુન સ્થાપિત કર્યા ભગવાન કપિલ મુનિ અને કદમ મુનિ ની પ્રાર્થના થી તેમને દર્શન આપ્ય હતા
એક રાજકુમારી નો જનમ સોલંકી કુળ ના રાજા વાજેસિંહ ના ત્યા થયો હતો પણ દાસી એ તેમનાથી વાત છુપાવી ને કીધુ કે પુત્ર નો જન્મ થયો છે ત્યારબાદ તેમનુ નામ તેજપાલ આપવામા આવ્યુ સમય જતા તેના લગ્ન ની વાતો આવવા લાગી અને તેમના લગ્ન પાટણ ના ચાવડા કુળ ના રાજા સાથે થયા હતા દિવસ વિતતા ગયા અને તેના સાસુ સસરા ને તે વાત ની ખબર પડી ગઇ કે આ છોકરી નઇ પણ છોકરો છે જેના કારણે તે ઘોડો લઇને જંગલ તરફ ગયો ત્યા બહુચર માતા બેઠા હતા ત્યારે તળાવ મા ઘોડો દુબાવા લાગ્યો ત્યારે તે સ્ત્રી માથી પુરુષ બની ગયો હતો આમ માતાજી એ તેની લાજ રાખી અને તેને સ્ત્રી માથી પુરુષ બનાયો.
વલ્લભ ભટ્ટ ને ધોળા ભટ્ટ ગરબા લખનાર.
વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ બે ભાઇઓ હતા. જે જન્મ થી જ બોલી શકતા નહતા એક વાર બહુચર માતાજી એ તેમને દર્શન આપ્યા ને તેમને સરસ્વતી માતા ના આશીર્વાદ અપાવ્યા અને સરસ્વતી માતા જોડે તેમને વાણી (આવજ) અપાવ્યો હતો ત્યારે મોઢા માથી પહેલો શબ્દ આનદ ના ગરબા નો શબ્દ હતો આમ તેમને ગરબા ઓની રચના કરી.
જય બહુચર મા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો