નાગપાચમ નો તેહવાર - Nag Pacham no Festival
નાગપાચમ નો તેહવાર
ભારતીય સંસ્કૃતિ મા શિવલિંગ, નાગ, અગ્નિ, સૂર્ય , ચાંદ , ઝાડ , નદી વગેરે નુ ધાર્મિક ખૂબ મહત્વ છે. કેવાય છે કે આપડી પૃથ્વી શેષનાગ ના ફેણ પર રહેલી છે જયારે પૃથ્વી પર પાપ વધવા લાગે છે ત્યારે શેષનાગ ફેણ ને હલાવી દે છે અને પૃથ્વી પર ધરતીકંપ આવે છે મહાદેવજી ના ગળા મા જે નાગદેવતા છે તે નાગ નુ નામ વાસુકી નાગ છે આમ નાગદેવતા ની શ્રદ્ધા છે.
લોકવાયકા મુજબ નાગપંચમી ની કથા
પહેલાંના સમયની વાત છે. એક શેઠને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ અને સુશીલ હતી. પરંતુ તેને કોઈ ભાઈ હતો નહી. એક દિવસે મોટી વહુએ ઘરમાં લીંપણ કરવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને બોલાવી ને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી સાથે લઈને માટી ખોદવા લાગી ગયા. ત્યાં જ એકદમ એક નાગ નીકળ્યો જેને મોટી વહું મારવા માડી. નાની વહુ તરતજ તેની પાસે આવીને કહ્યું કે નાગને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બીજીબાજુ સરકી ગયો. નાની વહુએ નાગને કહ્યુ કે અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી કયાં જશો નહી આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી ગયા અને તે ઘરે ગયા પછી નાગને આપેલું વચન પણ ભૂલી ગઈ.
તેને જ્યારે બીજા દિવસે નાગ દેવતા ની વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં જાય છે . અને નાગને ત્યાં જ બેસેલો જોઈને બોલે છે નાગ ભાઈ નમસ્તે પછી નાગ બોલે છે કે તે મને ભાઈ કહ્યુ છે તેથી હુ તને જવા દઉ છુ નહી તો ખોટા વચન કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. ત્યારે તે બોલી કે ભાઈ મારી ભૂલ છે મને માફ કરી દો. ત્યારે નાગે તેમને માફ કર્યા અને કહ્યું કે આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ તને જે માંગવું હોય તે માંગી લે તેને કીધુ ભાઈ મારે કઈ નથી જોઇતું તમે મારા ભાઈ બન્યા એ મારા માટે બધુ છે.
સમય પસાર થતા નાગ માણસનું રૂપ લઈને આવી જાય છે અને તે તેની બહેન ના ઘરે જાય છે અને કહે છે કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો હું તેનો દૂરનો ભાઈ છુ બચપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને નાગ ની સાથે મોકલી તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ નાગ છું એટલે તુ ગભરાતી નહી જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે નાગ કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ નાગના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચોકી ઉઠી.
એક દિવસે નાગની માતાએ કહ્યુ હુ કામથી બહાર જઈ રહી છું તુ ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ જેનાથી નાગનું મોં બળી ગયું ત્યારે નાગની માતાને ગુસ્સો આવ્યો પણ નાગે તેમણે શાંત રહેવાનું કહ્યુ પછી તેને ખુબ સોનુ, ચાંદી, હીરા ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.
સાસરિયા આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો બીજુ વધારે ધન લાવુ જોઈએ ને નાગ આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી આ કચરો વાળવાની સાવેણી પણ સોનાની લાવી હતી ને ત્યારે નાગે સાવરણી પણ સોનાની લઇ આપી.
નાગે બહેન ને હીરા-મોતી થી જડીત સુદંર હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા એક રાણીએ સાંભળતાં તે રાજાને કહ્યું શેઠની નાની વહુનો હાર અહીં જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી તેની નાની વહુ જોડે જે હાર લાવીને જલદી તેને મારી સામે હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યુ કે રાજય ની મહારાણી ને હાર ગમયો છે માટે નાની વહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લઈને મને આપીદો શેઠ થોડો ગભરાઈ ગયો પછી તે હાર નાની વહુ પાસેથી લઈને મંત્રી ને આપ્યો. નાની વહુ રડવા લાગી તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે નાગ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે એવું કઈ કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે નાગ બની જાય અને એ બિવાઈ જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. નાગે તેની બહેને જે કીધુ તેવુ જ કર્યુ જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે નાગ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા લાગી.
રાજાએ સમાચાર મોકલ્યા કે જેનો હાર લાયા છો તે નાની વહુને મોકલો શેઠજી આ સાભળી ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યો કે રાજા જાણે શુ કરશે તે પોતે નાની વહુને લઈને રાજા જોડે ગયા રાજાએ નાની વહુ ને પૂછ્યું તે હાર પર શુ જાદુ કર્યો છે હું તને સજા આપીશ આ સાંભળીને નાની વહુ બોલી કે રાજાજી માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં હોય ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં હોય ત્યારે નાગ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે નાગ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે અત્યારે જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે નાગ માંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.
આ જોઈને રાજા ખુશ થયા તેમને તે હાર નાની વહુને પરત આપ્યો અને તેની સાથે ધણી સોનો મહોરો પણ આપી તે બધુ લઈને નાની વહુ ઘરે આવી સોનુ જોઇને મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેરી કરી આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લઇને આવી. પતિએ નાની વહુને કહ્યું સાચુ બોલ કે તને આ ધન કયાંથી લાવી ત્યારે નાની વહુએ તરતજ નાગ ને યાદ કર્યો નાગ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું છોડીશ નહી .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો