શીતળા સાતમ નો તહેવાર Shitala Satam no festival

શીતળા સાતમ નો તહેવાર 


શીતળા સાતમ Sitala satam નો તહેવાર શ્રાવણ વદ સાતમે ઉજવાય છે રાધન છઠ ના બીજા દિવસે આવે છે રાધન છઢ ના દિવસે જે  અલગ અલગ પ્રકાર નું ભોજન બનાવ્યું હોય તે ભોજન શીતળા સાતમ ના દિવસે જમવામાં આવે છે આ દિવસે ઠંડુ જમવાની પરંપરા છે છઠ ના દિવસે સાંજે ચુલા ની પુજા કરી  ચુલા ને ઠંડો પાડવામાં આવે છે અને સાતમ ના દિવસે તે ચુલા પર કઇ રાખવામાં આવતુ નથી શીતળા માતા સાતમ ના દિવસે ઘરે ઘરે જઇ ને ચુલા પર જઇને  ઓળતતા  હોય છે. 

  શીતળા માતાની પૌરાણિક કથા .    

એક કુટુંબ મા બે ભાઇઓ અને તેમની પત્નિ અને તેમની મા સાથે રહેતા હતા બંને પુત્રવધુને ત્યાં એક-એક દિકરો હતો બંને મા જેઠાણી થોડી ઇર્ષાળુ સ્વભાવ ની હતી અને દેરાણીનો સ્વભાવ શાં હતો. સમય પસાર થતો ગયો અને શ્રાવણ મહિનામાં રાંઘણ છઠ્ઠનો દિવસ આવ્યો તે દિવસે સાસુએ નાની વહુ ને રસોઇ કરવા માટે કહ્યું અને તેને રસોઈ બનાવતા રાત થઈ તેનુ મા બાળક ઘોડિયામાં રોવા લાગ્યો ત્યારે તે પોતાનું કામ પડતુ મુકી અને બાળક ગઇ અને બાળક ને રડતો ચુપ રાખ્યો દિવસના કામના લીધે થાક લાગ્યો તો તે બાળક સાથે સુઇ  ગઇ  આમ તે ચૂલો બંધ કરવાનું ભુલી જાય ગઇ. 

આમ ચુલો આખી રાત સળગતો રહ્યો પછી મધ્ય રાત્રી એ જયારે શીતળા માતા ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની પુત્રવધુને ત્યાં પહોંચી જાય છે. શીતળા માતા સળગી રહેલા ચૂલા પર આળોટવા લાગે છે પરંતુ શીતળા માતાની ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓનું શરીર દાઝી જાય છે આ ના કારણે શીતળા મા ગુસ્સે ભરાઈ જાય છે અને નાની પુત્ર વધુને શ્રાપ આપે છે કે જેવુ મારુ શરીર દાઝ્યુ તેવુ તારુ પેટ દાઝે.

નાની પુત્રવધુ જ્યારે સવારે ઉઠી ને જોયુ તો ચુલો સળગતો હતો અને બાજુમાં  ઘોડિયામાં સુતેલા તેના બાળકને જોયુ તો તે મૃત્યુ થયેલી હાલતમાં હતો તેનું શરીર દાઝી ગયુ હતુ પછી તે રડવા લાગી તેને એ ખ્યાલ આવ્યો કે શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો છે આ ઘટના પછી નાની પુત્રવધુ સાસુ જોડે જઇને બધી વાત સાસુને કરી ત્યારે કહ્યું કે શીતળા માતા જોડે જઇને પ્રાર્થના કરજે તેથી બધુ સારું થઇ જશે પછી નાની પુત્ર વધુ પોતાના બાળકને લઇને નીકળી પડે છે આગળ જતા તેને રસ્તા પર બે તળાવ દેખાયા આ બંને તળાવ પાણીથી પુરા ભરેલા હતા પણ એવી માન્યતા હતી કે કોઇ પણ આ તળાવનું પાણી પીવે તો તેનું મોત થઇ જાય છે.

નાની પુત્રવધુને જોતા તળાવે પુછયુ કે તુ ક્યાં જાય છે તો ત્યારે  તેને કહ્યુ કે હું શીતળા માતા પાસે  મારા શ્રાપના ઉકેલ માટે જઇ રહી છું  ત્યારે તળાવે કહ્યું કે અમારા થી એવા તો શું પાપ થયા છે કે કોઇ અમારુ પાણી પીતાની સાથે જ તેનુ મોત નિપજે છે અમારા શ્રાપનો ઉકેલ પણ પૂછતા આવજો

પછી તે આગળ વધવા લાગી ત્યારે તેને બે આખલાઓ  દેખાયા જે બંને લડતા હોય છે ત્યારે નાની પુત્રવધુને જોઇને આખલા એ પુછ્યું કે તમે ક્યાં જઇ રહ્યા છો તો પુત્ર વધુએ કહ્યું કે મારા શ્રાપનો ઉકેલ માટે જઇ રહી છું તો આખલાએ કહ્યું કે અમે પણ એવા શું પાપ કર્યા છે કે અમે લડતા જ રહીએ છીએ અમારા પાપનો ઉકેલ પણ પુછતા આવજો.

નાની પુત્રવધુ આગળ જાય છે અને ત્યા એક ડોશીબા ઝાડ નીચે વાળમાંથી જૂ કાઢતા હતા પુત્રવધુને જોઇને ડોશીબા એ કહ્યું કે મારા માથા માંથી જૂ કાઢી આપને બેટા પણ પુત્રવધુ ને ઉતાવળ હોવા છતાં પણ ડોશીબા ની જૂ કાઢવા બેસી પોતાના બાળકને ડોશીબા ના ખોળામાં મુકીને માથા માથી જૂ કાઢવા લાગી ત્યારે ડોશીબા ખુશ થઇને  આશીર્વાદ આપે છે કે જે રીતે મારુ માથા મા ઠડક થઈ તેવી રીતે તારુ પેટ પણ ઠરશે. આટલુ બોલતાજ માતાજી નો ચમત્કાર થયો અને ડોશીબાના ખોળામાં રહેલુ બાળક જીવતુ થઇ ગયુ જાય છે આ જોઇને નાની પુત્રવધુ સમજી ગયા કે વૃદ્ધા કોઇ બીજુ નથી પરંતુ શીતળામાતા જ છે અને તેના આશીર્વાદ લે છે. 

પછી નાની પુત્રવધુએ માતાજી જોડે તળાવના શ્રાપનું કારણ પૂછ્યું ત્યારે શીતળા માતાએ કહ્યુ કે તે પૂર્વ જન્મમાં બંને તળાવ રોજ ઝઘડો કરતા હતા અને કોઇને શાક કે છાશ આપતા ન હતા અને  જો આપે તો પણ પાણી મિલાવી ને આપતા હતા આથી તેનું પાણી કોઇ પીતુ નથી. પણ તું એ તળાવ નું પાણી પીલેજે એટલે તળાવ પાપ માથી મુક્ત થશે. ત્યાર પછી નાની પુત્ર વધુએ આખલા ઓના શ્રાપનુ પણ પૂછ્યું ત્યારે ત કહ્યું કે પહેલા ના જન્મમાં બંને જના દેરાણી અને જેઠાણી હતા તેઓ બહુ ઇર્ષાળુ હતા તે કોઇને પણ દળવા અને ખાંડવા આપતાજ નહતા જેના થી કરીને બંનેને આ જન્મમાં આખલા બનાવી દીધા છે અને તેમના ગળામાં ઘંટડી પણ મુકી છે તુ આ ઘંટડીને છોડી નાખજે આથી તેમના પણ પાપ દુર થશે.

નાની પુત્રવધુ શીતળા માતાના આશીર્વાદ લઇ બાળક સાથે પાછી ફરે છે ત્યારે રસ્તા પર આખલા મળી જાય છે પુત્રવધુએ તેમના ગળા માથી ઘટંડી કાઢી નાખી અને તેઓ લડતા શાત થઇ ગયા આગળ જતા પુત્રવધુ તળાવ પાસે આવી તળાવ માથી પાણી પીવે છે અને બંને તળાવનો શ્રાપ દુર થાય છે ઘરે જઇને સાસુને બધી વાત કરે છે. આમની વાત સાંભળીને જેઠાણીને ઇર્ષા થાય છે. 

આમ સમય જતા બીજા વર્ષ ના શ્રાવણ મહિના ની રાંઘણ છઠ્ઠ આવી ત્યારે જેઠાણીને વિચાર આવ્યો કે હું પણ દેરાણી જેવુ કરુ જેથી મને શીતળા માતા દર્શન આપે તેવી જ રીતે તે પણ રાત્રીના ચૂલો સળગતો રાખી અને સુઇ જાય છે રાત્રીએ શીતળા માતા ફરતા ફરતા મોટી પુત્રવધુના ધરે ગયા અને જેવા ચૂલા ઉપર આળોટવા લાગ્ય તો શીતળા માતાનું શરીર દાઝી ગયુ હતુ અને તેમણે શ્રાપ આપ્યો કે જેવુ મારૂ શરીર દાઝ્યુ તેવું તેનુ પેટ દઝાડજે.

સવારે ઉઠીને જેઠાણીએ નજર નાખતા ઘોડિયા પર બાળક મૃત હાલતમાં હતો. તે દુ:ખી થવાના બદલે તે ખુશ થઈ તેને દેરાણની જેવુજ કરયું તે બાળકને લઇને રસ્તે નિકળી ગઇ રસ્તા પર તેવી જ રીતે તળાવ મળે છે તે પુછે છે કે બહેન ક્યાં જાવ છો તે કહે શું કામ છે દેખાતુ નથી મારું બાળકનું મૃત્યુ થયું છે અને હું શીતળા માતાને મળવા જઇ રહી છું ત્યારે તળાવે કહ્યું કે બહેન તો અમારા પાપ નુ કારણ પણ પુછતા આવજો ને પણ જેઠાણીએ તેને તરત જ ના પાડી દીધી આમ આગળ જતા તેને આખલા મળ્યા જેઠાણીએ તેને પણ ના પાડી દીધી. 

તેવી જ રીતે આગળ જતા જેઠાણીને ડોશીબા મળ્યા જેમને કહ્યું કે મારુ માથુ જોઇ આપને ત્યારે જેઠાણીએ તેમની પર ગુસ્સે થઈ ના પાડી અને કીધુ કે નવરી નથી કે કામ કરી આપુ ખબર નથી પડતી મારા બાળકનું મૃત્યુ થયુ છે આમ ત્યાથી તે આગળ ગઇ અને આખો દિવસ ફરતી રહી પણ તેને શીતળા માતા ક્યાંય જોવા ના મળ્યા ત્યારબાદ તે રડતી રડતી ઘરે આવી અને બોલી કે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા છે તેવા સૌને  ફળજો.

જય શીતળા માતા. 

   

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history