જન્માષ્ટમી નો તહેવારનાં - Janmasthami no Festival
જન્માષ્ટમી નો તહેવાર
જન્માષ્ટમી Janmasthami નો તહેવાર શ્રાવણ વદ આઠમના દીવસે આવે છે મંદિરો મા અને ઘરોમાં કૃષ્ણ નુ ગોકુળ બનાવે છે. જુદી–જુદી વાનગીઓનો 56 ભોગ ધરાવે છે. આમ તો આખા દેશ મા આ તહેવાર ઉજવાય છે પણ દ્વારકા અને એમનું જન્મસ્થળ મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ ની ઉજવણી થાય છે. મંદિરોમાં અને ઘરોમાં જન્માષ્ટમી ના દિવસે અનેક પ્રકારની પૂજા થાય છે. મંદિરો ભક્તોની દ્ધારા હિંડોળા ઝુલાવવા આવે છે
નાનપણથી જ કૃષ્ણ ને મોર નુ પીછુ અને વાંસળી તેમનુ મનપસંદ છે માટે તેમની પાસે હોય જ છે. વાંસળી સાભળીને બધી ગાયો તેમની પાસે આવી જાય છે જન્માષ્ટમીના દિવસે ભગવાનને પુજા મા વાંસળી મુકે છે અને મોરપીંછ થી શણગાર કરાય છે.
કૃષ્ણને 56 ભોગ પકવાન ચઢાવવામાં આવે છે. ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે.56 ભોગ મા કૃષ્ણ ની પ્રિય વાનગીઓ પરોસવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાયની અને વાછરડાની નાની મૂર્તિ લાવી બાલગોપાલ સાથે મૂકાય છે
જન્માષ્ટમીના દિવસે આ કાર્યો કરવા ના જોઈએ
- જન્માષ્ટમીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહિ. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે માટે આ દિવસે તુલસીના પાન તોડવા એ અશુભ માનવામાં આવે છે
- જન્માષ્ટમીના દીવસે જે વ્રત કરે છે અને જે એકટાણું કરે છે તેમણે ભાત ખાવા જોઈએ નહિ. એકાદશી અને જન્માષ્ટમીના આ બંને દિવસે ભાત અને જવથી બનેલો ભોજનને થવાનો નથી.
- કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કોઈનો અનાદર કરવો નહિ. ભગવાન માટે અમીર અને ગરીબ ભક્તો સમાન છે. કોઈ ગરીબનું અપમાન કરવાથી કૃષ્ણ કોધિત થાય છે.
- આ દિવસે ડુંગળી લસણ તામસિક ભોજન ન કરવું જોઈએ
- આ દિવસે વૃક્ષ કાપવુ એ અશુભ મનાય છે. કૃષ્ણનો વાસ દરેક વસ્તુમાં હોય છે. આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ. તેનાથી ઘર અને કુટુંબ સુખ-શાંતિ થાય છે.
- અને ગાયો નુ પણ અપમાન કરાતુ નથી તેમની ગાયો સાથે ની લાગણી છે તે બચપણ મા ગાયો જોડેજ રમતા હતા અને.
શ્રીકૃષ્ણ દેવકી અને વાસુદેવનાં પુત્ર હતા તેઓ આઠમા પુત્રહતા જેમનો જન્મ કારાગૃહમાં મથુરામાં રાત્રે 12 વાગે થયો હતો. ભવિષ્યવાણી અનુસાર શ્રી કૃષ્ણ એમના મામા કંસનો વધ કરવાના હતા. આથી કંસ ને મરવાનો ડર પેદા થઇ ગયો છે કંસ કૃષ્ણ ને મારી નાખવાના હતા તે ડરથી પિતા વાસુદેવ કૃષ્ણ ને મોટા ટોપલા મા લઇ યમુના નદી પાર કરીને જાય છે ત્યારે કારાગૃહના બધા સૈનિકો બેભાન અવસ્થામાં થઇ જાય છે અને દરવાજા પણ તેની જાતે ખુલી જાય છે અને ભગવાન ને રસ્તો આપે છે પછી યમુના નદી મા વરસાદ આવતો હોય છે જેના કારણે શેષનાગ તેમને ઢાંકી દેછે જેથી ભગવાન ને વરસાદ થી બચે આમ તે એમનાં મિત્ર નંદજી અને તેમની પત્ની યશોદા ના ઘરે મૂકીને આવે છે. અને નંદજી ના ઘરે જે પુત્રી જન્મી હોય છે તેને પોતાની સાથે લઈને દેવકી ના જોડે મુકે છે. પછી કંસ કારાગર મા આવે છે અને તે પુત્રી ને મારવા જાય છે ત્યારે તે પુત્રી ભવિષ્યવાણી બની ને કહે છે કે તારો વધ કરનારો ધરતી પર જન્મ લઇ લીધો છે. આમ કહી તે અદ્રશ્ય થઇ જાય છે.
જય શ્રી કૃષ્ણ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો