સોમનાથ મંદિર નો ઇતિહાસ - Somnath mandir no itihas

 

સોમનાથ મંદિર ની જાણકારી


સોમનાથ મંદિર somnath mandir ગુજરાત મા સૌરાષ્ટ્રના દરીયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ગુજરાત મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે મહાદેવ ની 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ એટલે  સોમનાથ છે.વિદેશી આક્રમણ થી સોમનાથનું  મંદિર ધણી વાર લુટારા ઓ એ લુટયુ અને તેનો નાશ કર્યો આમ છતા અનેક વાર મંદિર પાછુ બનાવવા મા આવ્યું આ મંદિર નો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે

સોમનાથ મંદિર પ્રાચીન કાળથી પ્રસિઘ્ઘ રહયુ છે, અહી ત્રણ નદીઓ   નો સંગમ હોવાનું માનવામાં આવે છે કપિલા, હિરણ અને પૌરાણિક સરસ્વતી પંરતુ અત્યારે સરસ્વતી નદી જોવા મળતી નથી. 

સોમનાથ મંદિર નો ઇતિહાસ અને ઉત્પત્તિ

પૌરાણિક કથા પ્રમાણે સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું મંદિર રાવણે ચાંદીનું મંદિર અને શ્રી કૃષ્ણે ચંદન ના લાકડાનુ મંદિર બનાવ્યું હતું.

ચંદ્રદેવને 27 પત્નીઓ હતી જેને આજે 27 નક્ષત્રોના નામોથી આપડે ઓળખીએ છીએ. તે દક્ષ પ્રજાપતિની પુત્રીઓ જ હતી. તેમાંથી રોહિણી નામની પત્ની સાથે ચંદ્રદેવ નો પ્રેમ વધારે હતો. બાકીની 26 પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ ના દુરી થી  ઉદાસી મા રહેતી હતી. એકવાર પિતા દક્ષે તેમની દીકરીઓનું દુઃખ જાઇને દુખી થયા અને તેમના જમાઈ ચંદ્રને કીધુ કે દરેક પત્નીઓ જોડે સરખો પ્રેમ રાખો પણ ચંદ્રેદેવે તેમની આજ્ઞાની અવગણી કરી. જેથી કરીને દક્ષરાજા ક્રોધે મા આવીને ચંદ્રદેવને શ્રાપ આપતા કહ્યું કે ચંદ્ર તારો ક્ષય થાય એવો શ્રાપ આપ્યો  આના કારણે સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ મળીને પ્રભા પાછી મેળવવા માટે  મહાદેવ નું ધ્યાન કરી તપસ્યા કરી. તેમને આ મહામૃત્યુંજય જાપ મંત્રથી પૂજા કરી હતી ત્યારે મહાદેવ પ્રસન્ન થયા આમ તેમના પ્રતાપ થી ચંદ્રદેવનો શ્રાપ થી છૂટકારો મળ્યો . ત્યારથી મહાદેવજી એ ૧૫ દિવસ વધતા (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને ૧૫ દિવસ ઘટતા (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે. 

 સોમનાથ મંદિર પર થયેલા હુમલાઓ. 

મધ્યકાલીન યુગમાં પહેલું સોમનાથનું  મંદિર ઇ.સ. 649 ની સાલમાં વલ્લભી ના રાજા મૈત્રકે મંદિરનો જીર્ણોદ્ધાર કરી ને તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતુુ એક શિલાલેખ પ્રમાણે માળવાના ભોજ પરમારે અહીં  એક મંદિર નુ નિર્માણ કર્યું હતુ. મંદિર 13 માળ ઊંચું હતું અને હિરા થી જડીત હતુ ઉપર 14 સોનાના કળશો પણ હતા નાવિકો તેને સોમનાથ નુ મંદિર કહેતા. ઇ. સ. 755 મા જયારે વલ્લભી સામ્રાજ્યનુ પતન પછી આરબ  આક્રમકોએ સોમનાથ મંદિર નુ પતન કર્યુ. જુનાયદે મંદિર નાશ કર્યો પછી પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ  ઇ. સ. 815 માં ત્રીજી વાર લાલ પથ્થરનુ  મંદિર બનાવ્યું ત્યારબાદ ઇ. સ. 1025- 26 મા સોમનાથ પર હુમલો કરી મંદિર ને લુટયુ અને મંદિર ને તોડી નાખયુ ભીમદેવ પહેલા હારયા અને હજારો હિન્દુ ઓએ પોતાનો જીવ ગુમાવ્યો. તણે મહાદેવજીની મૂર્તિ તોડવા લાગ્યો ત્યારે ભૂદેવો એ તે સમયે 5 કરોડ આપવાનુ  કહયુ પણ તે માન્યો નહિ અને કહેવા લાગ્યો કે મૂર્તિ તોડવા માટે મજા આવે છે. અને છેવટે મંદિર લુટી સળગાવીને નાશ કર્યો ત્યારબાદ પરમાર રાજા ભોજ અને પાટણના સોલંકી રાજા ભીમદેવે  મંદિરનું ફરી નિર્માણ કર્યું હતું. ત્યારબાદ સમય જતા કુમારપાળે ઇ. સ. 1169 મા આ મંદિરની પુન:રચના કરાવી ફરીથી મંદિરની મહિમા અને જાહોજલાલી ફરીથી શરૂ થઈ. આના પછી અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને જે દિલ્લી સલ્તન નો હતો ઇ. સ. 1299 મા ગુજરાત પર ચડાઈ કરી અને સોમનાથ મંદિર પાછુ લુટાયુ. એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પાછી પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે ઇ. સ. 1308 થી 1325 સુધી મા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. 15 મી સદીમાં મહમદ બેગડો એ સોમનાથ  મંદિરને મસ્જીદ બનાવી નાખ્યું. પછી ઇ. સ. 1560 માં અકબરના સમયમાં  હિન્દુઓને મંદિર પાછું મળ્યું અને ફરી તેનો પુનરુદ્ધાર થયો. ત્યાર પછી લગભગ 200 વર્ષ સુધી શાંતિ રહી એ પછી ઇ. સ. 1706  મા ઔરંગઝેબે મંદિરના સર્વનાશ કરવાનો આદેશ આપ્યો અને ફરીથી મંદિર તોડી નાખ્યુ ભારત આઝાદ થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર ઇ. સ. 1787 મા મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો

આઝાદી બાદ સોમનાથ મંદિર નો પુન:નિર્માણ

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનુ જે સોમનાથ મંદિર છે તેની મૂળ સ્થાન પર 7 મી વખત મંદિર નુ પુનઃનિર્માણ થયું. 11 મે 1951 ના દિવસે   ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ના હાથે  સોમનાથ જ્યોતિર્લિંગની પુનઃનિર્માંણ કરવામા આવ્યું. આ પ્રસંગે નૌકાદળે દરીયા માંથી 101 તોપો થી મહાદેવજી ને સન્માન અપાયું. આમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા  મંદિરનું નિર્માણ થયું છે અને મંદિરની દેખરેખ કરે છે.ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન સરદાર પટેલ હતાં મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું અને છેલ્લા 800 વર્ષ ની અંદર આ પ્રકારના મંદિર નુ નિર્માણ થયું જ નથી.હાલનુ મંદિર સોમપુરા એ ચાલુક્ય શૈલી માં બનાવ્યું હતુ. દરીયા કિનારે લખેલા શિલાલેખ મુજબ મંદિર અને પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન આવેલી નથી.

જય સોમનાથ મહાદેવ. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history