સંતોષી માતા નો ઈતિહાસ- Santoshi mata no itihas
સંતોષી માતા નો ઈતિહાસ
સંતોષી માતા santoshi mata નો ઇતિહાસ ભારત ભરમા સંતોષી માતાની પૂજા આરાધના થાય છે
રાજસ્થાન ના જોધપુર નુ પ્રગટ સંતોષી માતાનુ મંદિર
સંતોષી માતા santoshi mata નો ઈતિહાસ રાજસ્થાન ના જોધપુર માં સંતોષી માતાનુ મંદિર ખુબજ પ્રખ્યાત છે આમ તો ભારત ના દરેક જગ્યા એ સંતોષી માતાનુ મંદિરો આવેલા છે એમાનુ જોધપુર નુ સંતોષી માતાનુ santoshi mata મંદિર વાસ્તવિક મંદિર માનવામાં આવે છે જે ખુબજ પ્રખ્યાત છે અહી શક્તિ સ્વરુપ ની પૂજા કરવામા આવે છે આ મંદિર ને પ્રગટ સંતોષી માતાના મંદિર ના નામ થી ઓળખાય છે.
મંદીર ની બાજુમા એક સરોવર આવલુ છે જેનુ નામ લાલસાગર સરોવર છે જે પ્રકૃતિક ની દ્રષ્ટિ લોકપ્રિય છે મંદિર ના આજુ બાજુ નો પ્રકૃતિ નજરો બહુ સૌદર્ય ધરાવે છે ચારે બાજુ હરિયાળી જોવા મળે છે મંદિર ની આજુ બાજુમા લીમડો, વડ, અને પીપળા ના મોટા મોટા વૃક્ષો આવેલ છે મંદિર ઉપર થી પર્વતો ના દ્રશ્યો જોવા લાયક છે પર્વતો મંદિર ની ચારે બાજુ થી ફેલાયેલો છે તેને જોઇને એવુ લાગે કે શેષનાગ આ મંદિરે છાયડો આપી રહ્યા છે તેવો જોવાલાયક દ્રશ્યો છે. પર્વત ના ઉપર ના ભાગ માં પ્રકૃતિક રૂપ થી આવુ દેખાય છે કે માતા અને સિંહ ના ચરણ કમલ દેખાય છે બાજુ માં અમૃતકુંડ આવલુ છે અને અહી એક ઝરણું પણ વહે છે જોવા લાયક દ્રશ્ય છે. ત્યા એક વુક્ષ છે જેનો આકાર વર્ષો થી બાદલયો નથી એક જેવો જ આકર છે જેને નિમ નારાયણ નામ થી ઓળખવામા આવે છે આ લુમડાનુ વુક્ષ છે અને તેના ઉપર પીપળાનુ વૃક્ષ ઉગેલુ છે માન્યતા પ્રમાણે આવુ કેવાય છે કે આ વૃક્ષ પર લાલ દોરો બાંધવા થી દરેક મનોકામના પુરી થાય છે.
પ્રગટ સંતોષી માતાનુ મંદિર નો ઈતિહાસ
આ મંદિર લગભાગ 100 વર્ષ જેટલુ જુનુ માનવમા આવે છે જેમ જેમ માન્યતાઓ વધવા લાગી તેમ મંદિર નુ સ્વરૂપ બદલાયું મહત્વ ની વાત તો છે કે આ મંદિર માં કોઈ પૂજારી જ નથી. નવરાત્રી માં રાત ના 2 વાગ્ય સુધી દુર્ગા સપ્તસતી કરમાવામા આવે છે અને દર રવિવારે સંતોષી માતાની ચોકી હોય છે અને મંગલવારે વૈષ્ણોદેવી માતાની ચોકી હોય છે મંદિર માં સેવકો ની સંખ્યા 900 જેટલી છે
મંદિર ની વિશેષતા
કારતક ને ચૈત્ર મહિના માં 15 દિવસ સુધી ચાલે એવા લાંબા મેળા નું આયોજન થતુ હોય છે. સંંતોષી માતા સહજ રૂપે પ્રગટ થઇને ભાવિભક્તોને દર્શન આપ્યા હતા. મંદિર માં અષ્ટ ધાતુ ની બનેલી વિશાલ મૂર્તિ છે અને જ્યોત ચોવીસ કલાક પ્રજવલિત રહે છે ભક્તો ની જ્યારે મનોકામના ઓ પુરી થાય છે ત્યારે વુક્ષ પર બાધેલો લાલ દોરો ખોલવા માટે મંદિર આવે છે
સંતોષી માતા નો વાર શુક્રવાર છે સતત 16 શુક્રવાર સંતોષી માતા ની પૂજા વર્ત અને ઉપવાસ ભક્તો કરે તો તેનુ ફળ તેને સંતોષી માતા આપે છે.
સંતોષી માતા અને તેના પિતા શ્રી ગણેશ જી.
ગણેશજી ને રિદ્ધિ સિદ્ધિ નામની બે પત્નીઓ હતી અને બે પુત્રો હતા જેમનુ નામ શુભ અને લાભ તરીકે ઓળખાય છે. દરેક સારા કામ માટે સૌ પ્રથમ ગણેશજી ની પૂજા કરવામા આવે છે તેમને વિઘનહર્તા પણ કહેવામા આવે છે.
એક દિવસ ગણેશજી ને તેમની બહેને તેમના હાથ મા દોરો બાધીયો હતો ત્યારે ગણેશજી એ આશીર્વાદ અને ઉપહાર આપ્યા હતા. ત્યારે તેમના પુત્રો આ બધુ જોયુ અને ગણેશજી ને આના વિશે પૂછ્યું ત્યારે ગણેશજી એ કહ્યુ કે આ માત્ર દોરો નથી પણ રક્ષાસૂત્ર છે જે ભાઈબહેન ના પ્રેમનુ પ્રતિક છે અને શુભ લાભ આ સાભળીને ઉત્સાહિત થયા તેમને પણ ગણેેશજી ને કહ્યું કે અમારે પણ એક બહેેન જોઇએ છે આમ શુભ ની ઈચ્છા ને પુરી કરવા માટે ગણેશજી એ શક્તિની એક જ્યોત બંને પત્ની ઓ ની આત્મા શક્તિ માં ભેળવી દીધી. પછી આ જ્યોતથી છોકરી નુ રુપ લઈ પ્રગટ થયા જેમનુ નામ સંતોષી પાડવામા આવ્યુ સંતોષી માતા નો જન્મ શુક્રવારે થયો હતો આના કારણે માતાની આ દિવસે તેમાની પૂજા આરાધના કરવામા આવે છે.
જય સંતોષી માતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો