ચમત્કારિક ઓમ બન્નાજી નો ઇતિહાસ - Om Banna ji no Itihas
ચમત્કારિક ઓમ બન્નાજી Om Bannaji ના મંદિર નો ઇતિહાસ બુલેટ બાબા
ઓમ બન્નાજી Om Bannaji નું મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે આ મંદિર ભવ્ય મંદિર અને ચમત્કારિક મંદિર છે આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિરમાં બુલેટ બાઈક ની પૂજા કરવામાં આવે છે જે રોયલ એનિફલ્ડ બુલેટ-350 બુલેટ છે જ્યાં બુલેટ બાબા ના મંદિર અથવા તો ઓમ બન્ના નું મંદિર તરીકે ઓળખાવામાં આવે છે.
બુલેટ બાબા Bullet baba નું મંદિર જોધપુર થી 50 કિલોમીટર દૂર જોધપુર પાલી હાઈવે નજીક આવેલા ચકીલલા ગામમાં ચમત્કારિક મંદિર આવેલું છે જ્યાં વૃક્ષ નીચે ઓમ બન્નાજીનો ફોટો અને તેમની બાઈક છે આ મંદિરમાં સતત જયોત ચાલ્યા કરે છે આ માર્ગ પરથી પસાર થતા દરેક સાધનોને ડ્રાઇવરો અહીં શ્રીફળ વધેરી ને અને દર્શન કરીને જ આગળ જાય છે.
ઓમ બન્નાજી om Bannaji ની કહાની અને તેમનો ઇતિહાસ
ઓમ બન્નાજી નું નામ ઓમ સિંગ રાઠોડ હતું તેમનો જન્મ પાલી શહેરના નજીક આવેલા ચોરીલા ગામમાં થયો હતો ઠાકુર જોગસિહ રાઠોડ ને ત્યાં જનમ્યા હતા ઓમ બન્નાજી નું અવસાન 1988 માં બુલેટ બાઈકના એક્સિડન્ટના કારણે થયું હતું વૃક્ષ જોડે ટકરાવવાના કારણે એક્સિડન્ટ થયું હતું.
ઓમ બન્નાજી નું મૃત્યુ થયા પછી તેમની બુલેટને પોલીસ દ્વારા તપાસ કરવા માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી જ્યારે બીજો દિવસે પોલીસે સવારમાં પોલીસ સ્ટેશનમાં જોયું તો ત્યાં બુલેટ હતી નહીં બુલેટ ત્યાંથી ગુમ થઈ ગઈ હતી આવું જોઈને પોલીસ ચોકી ગયા અને ત્યારબાદ તે ઘટના સ્થળે ગયા અને ત્યાં જ્યાં એક્સિડન્ટ થયો હતો ત્યાં જોયું તો બુલેટ બાઈક ત્યાં જ હતી પોલીસ પણ આશ્ચર્યમાં આવી જાય છે અને વિચારવા લાગે છે આવું કેવી રીતે થયું અને પછી પોલીસ પાછી બુલેટને પોલીસ સ્ટેશનમાં લાવે છે પણ સવારે પાછી બુલેટ ત્યાંથી જ જાય છે જ્યાં એક્સિડન્ટ થયું હોય છે ત્યારે જતી રહે છે આવું વારંવાર થતું રહે છે ત્યાર પછી છેવટે બુલેટ બાઈકને તે જ સ્થસ્થ વૃક્ષ ની જોડે રાખવામાં આવે છે અને ત્યાં મંદિર બનાવવામાં આવે છે.
આ થયા પછી ઓમ બન્નાજી જયારે રાત્રી સમયગાળા દરમિયાન આ જગ્યાએ કોઈનું અકસ્માત કે એક્સિડન્ટ થવાનું હોય તેને બચાવવા લાગે છે અને એક્સિડન્ટ થવા દેતા નથી ત્યાના લોકોનું એવું કહે છે કે એકસીડન્ટના સમયે ઓમ બન્નાજી આવીને તેમની ગાડી ધીમી કરી દે છે જેથી કરીને અકસ્માત થતો નથી અને અમુક વાર ગાડી ની જગ્યા બદલી નાખે છે જેના કારણે જેના કારણે અકસ્માત ટળી જાય છે અને લોકોની જાન બચાવે છે.
ઓમ બન્નાજી નુ મૃત્યુ પછી લોકોમાં તેમના પ્રેમના લીધે શ્રદ્ધા વધવા લાગી ત્યાં તેમનું મંદિરનું નિર્માણ કરાવ્યું અને પૂજા અર્ચના કરવા આવે છે.
કેટલાક લોકો કે જેમના એક્સિડન્ટમાં જાન ઓમ બન્નાજી એ બચાવે છે તે લોકોએ વાત કરી ત્યારે તમને પોતાના ઉપર થયેલી ચમત્કારની ઓમ બન્નાજી ની વાત કરી હતી.
થયુ એવું કે હાઇવે પર એક્સિડન્ટ થયો હતો ત્યારે તેમને બચાવવા ઓમ બન્નાજી બુલેટ લઈને ત્યાંથી પસાર થતા હતા ને તે વ્યક્તિને બચાવ્યો પછી પોલીસ તપાસ થઈ અને વ્યક્તિની રૂબરૂ જવાબ પોલીસ દ્વારા લેવામાં આવ્યો ત્યારે તે વ્યક્તિએ પોલીસને કહ્યું કે એક ભાઈ બુલેટ લઈને તેમની જાન બચાવી હતી એક્સિડન્ટ દરમિયાન આ સાંભળીને પોલીસ સમજી જાય છે કે નક્કી આ ભાઈ ઓમ બન્નાજી છે ત્યારે પોલીસે તે ભાઈને ઓમ બન્નાજી નો ફોટો બતાવ્યો અને કહ્યું કે આજ ભાઈ હતા કે બીજું કોઈ હતું ત્યારે તે વ્યક્તિએ પોલીસને કહે છે કે હા આ ભાઈ જ હતા જેમને મારી જાન બચાવી હતી જ્યારે તે વ્યક્તિ પોલીસને કહે છે કે કોણ છે આ ભાઈ ત્યારે પોલીસ તે વ્યક્તિને કહે છે કે આમનું નામ છે ઓમ બન્નાજી છે અને આમનુ મૃત્યુ થઈ ગયું છે આ સાંભળીને જ વ્યક્તિ એકદમ થી આ વાત સાંભળીને આંખોમાં પાણી આવી જાય છે.
આમ મૃત્યુ પછી પણ લોકોનો જીવ બચાવનાર ઓમ બન્નાજીને ઘણી ઘણી ખમ્મા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો