અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિર નો ઇતિહાસ - Ahmedabad na Bhadra Kali mata no itihas
અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિર નો ઇતિહાસ
અત્યારનું અમદાવાદ એ પહેલા આશાવલી હતુ. કર્ણદેવ એ તે જીતી ને કર્ણાવતી નગર વસાવ્યુ આ નગરમાં ભદ્રકાળી માતાનુ મંદિર આવેલું છે. સમય જતા અહેમદ શાહ બાદશાહ ઇ. સ. 1411 મા અમદાવાદ શહેર વસાવ્યું હતું.
ભદ્રકાળી માતાના મંદિરનો ઇતિહાસ
ભદ્રકાળી માતાના Bhadra kali mata મંદિર અમદાવાદ ના લાલદરવાજા મા આવેલું છે. અમદાવાદની સ્થાપના કરી તે પહેલા 1000 વર્ષ પહેલા ભદ્રકાળી માતાનું મંદિર હતું અહેમદ શાહ જ્યારે અમદાવાદની સ્થાપના કરી તેના પહેલા કર્ણદેવ એ કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી કર્ણાવતી નગર મા ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી સમય જતા મુગલ કાળ શાસનકાળ દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને માતાજીની મૂર્તિને પણ નષ્ટ કરી હતી અત્યારે હાલમાં જે સ્થળે ભદ્રકાળીના માતાનુ મંદિર છે આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં હતું. મુગલો દ્વારા મંદિર ને નષ્ટ કરાયુ
ત્યારે ભદ્રકાળી માતાની મૂર્તિ ને ભદ્રના કિલ્લામાં લાવીને સંતાડવામાં આવી આમ સમય જતા બ્રિટિશરો ના શાસનકાળ દરમિયાન પેશ્વાઓ દ્વારા મંદિરની સ્થાપના આ જ જગ્યા પર કરવામાં આવી જ્યાં અત્યારે આપણે ભદ્રકાળી માતાનું મંદિર જોઈ રહ્યા છે.
પ્રાચીન દંત કથા મુજબ
એક સમયની વાત છે જયારે લક્ષ્મી માતા સુંદર કન્યાનુ રૂપ ધારણ કરીને અહેમદ શાહ બાદશાહ ના મહેલ જોડે આવ્યા તેમને કાયમ માટે અમદાવાદ છોડીને જતા રહેવાનું વિચાર કરીને આવ્યા હતા જયારેે તે કિલ્લા પાસે પહોંચ્યા ત્યારે તે બહાર એક દ્વારપાળ હતો માતાજીએ તે દ્વારપાળને કહ્યું કે કિલ્લાનો દરવાજો ખોલજો ત્યારે દ્વારપાળે તેમને પૂછ્યું કે તમારો પરિચય આપો અને શા કારણે તમારે અહીં આવવું પડ્યું ત્યારે લક્ષ્મી માતાએ કહ્યું કે હું લક્ષ્મી માતા છું અને હું હવે આ નગર છોડીને હંમેશા માટે જતી રહેવાની છું આમ આ સાંભળીને દ્વારપાળ ચિંતામાં પડી ગયો ત્યારબાદ તેને વિચારીને માતાજી પાસે વચન માંગ્યું કે હું જ્યાં સુધી બાદશાહની પરવાનગી લઈને પાછો ન આવુ ત્યાં સુધી તમે અહીંથી ક્યાંય જતા નહીં અને માતાજી એ દ્વારપાલને કહ્યું કે સારું જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હુ અહીંથી ક્યાંય નઇ જઉ ત્યાર પછી દ્વારપાળ કિલ્લામાં ગયો અને તેને પોતાનું માથું કાપીને અલગ કર્યુ અને તેને જાતે જ મૃત્યુ ને અપનાવ્યું જેના કારણે માતાજી નગર છોડીને ક્યાંય ન જાય અને દેવીને નગરમાં હંમેશા માટે દ્વારપાળે રોકી રાખ્યા આના કારણે માતાજી ને હંમેશા માટે નગરમાં જ રહેવું પડ્યું.
આમ દ્વારપાળે માતાજીને નગરમાંથી જવા ના દીધા અને માતાજીની વચનમાં બાંધીને ત્યાજ રાખ્યા આ દ્વારપાળ નો પાળિયો પણ ભદ્રકાળી વિસ્તારમાં આવેલો છે ત્યા પાથરણી વારાઓ અને લારી વારા રોજગાર કમાય છે તેમની સમાધિ અને પાળીયા ની પૂજા કરે છે.
જય ભદ્રકાળી માતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો