ચોટીલા ની ચામુંડા મા વિશે જાણકારી / chotila ni chamunda ma vishe ni Jankari
ચામુંડા માતા નો ઈતિહાસ ચોટીલા મા બિરાજમાન ચામુંડા માતા વિશે ની જાણકારી
ચોટીલા ની ચામુંડા મા વિષે જાણકારી ચોટીલા એ સુરેન્દ્રનગર જીલ્લા માં આવલુ ચામુંડા માતા નુ પવિત્ર મંદિર ધામ છે અહી ચોટીલા નો ડુંગર આવલો છે જ્યા ડુંગર પર ચડી ને ચામુંડા માતા ના દર્શન થાય છે લગભાગ 635 જેટલા પગથીયા આ ડુંગર પર છે તે ચડી ને ચામુંડા માતા ના દર્શન થાય છે.
અમદાવાદ થી ચોટીલા આશરે 190 કિ.મી.અને રાજકોટ થી 50 કિ.મી.જેતલુ અંતર છે.
ચામુંડા માતા નો ઈતિહાસ
હજારો વર્ષ પહેલા અહી ચંદ અને મુંડ નામના રાક્ષકો નો ત્રાસ હતો તે ઋષિમુની આને અને ત્યાના લોકો ને ત્રાસ આપતા હતા ત્યારબાદ ઋષિમુની ઓએ હવન કરી તપસ્યા કરીને માં શક્તિ માતા ની આરાધના કરી અને હવન કુંડ માથી શક્તિ માતા પ્રગટ થયા માતા એ ચંદ અને મુંડ નો સંહાર કર્યો ત્યાર્થી આ શક્તિ માતાનું નામ ચામુંડા માતા પડ્યું ફોટો આને મૂર્તિ માં જોડિયા દેખાય છે કેમ કે તમને ચંડી ચામુંડા કહેવમા આવે છે.
મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર પર પૂજા કરતા હતા વર્ષો પહેલા મંદિર ની જગ્યા એ એક ઓરડી હતી ને પગઠિયા પણ ના હતા તો પણ ભક્તો દર્શન કરવા અવતા હતા હાલ મહંત ના વારસદારો ચામુંડા માતા ની સેવા પૂજા કરે છે.
ડુંગર પર ચડવા અને ઉતરવા માટે અલગ અલગ પગથીયા છે તેની ઉપર છેક સુધી પગથીયા પર છાપરા નુ તલિયુ બનાવેલ છે જેનાથી ગરમી અને વરસાદ થી તકલીફ ના પડે ઉપર ચડતા પાણી ની વ્યવસ્થા પણ છે.
નવરાત્રી માં ભાવી ભક્તો ની ભીડ હોય છે ભક્તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને પણ માતાજી ના દર્શને આવતા હોય છે ત્યા ચામુંડા ટ્રસ્ટ દ્વારા ભોજનાલય પણ છે અને રહેવા માટે ની સુવિધા પણ છે.
મંદિર માં રાતે કોઈ રોકતુ નાથી
પરંપરા અનુસાર સાંજ ની આરતી પછી ડુંગર પર ભક્તો અને પૂજારી સહિત ના લોકો નીચે આવી જાય છે કોઈ રોકતુ નથી.
ફકત નવરાત્રી માં જ પૂજારી સાથે 5 લોકો ને ડુંગર પર રોકાવની મંજુરી માતાજી એ આપેલી છે.
તળેટી માં નાનુ બજાર છે જયાં પ્રસાદ રમકડાં વગેરે વસ્તુઓ મળે છે
આપણા રાષ્ટ્રી શાયર ઝવેરચંદ મેઘાણી નો જનમ સ્થળ પણ ચોટીલા છે તે પોતાને પહાડ નુ બાળક તરીકે ઓળખાવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો