Pavagadh Temple પાવાગઢ મંદિર , મહાકાલી માતા ના પાવાગઢ મંદિર નો ઈતિહાસ - Pavagadh no itihas

પાવાગઢ Pavagadh પર્વત માં વિરાજમાન મહાકાળી માતા ના મંદિર ની જાણકારી


 પાવાગઢ મંદિર નો ઈતિહાસ  Pavagadh temple no itihas પાવાગઢ ના મહાકાલી માતા ના મંદિર નો ઈતિહાસ પાવાગઢ એ પંચમહાલ જીલ્લા ના હાલોલ તાલુકા મા આવલુ મહાકાલી માતા નુ મંદિર છે.  ગુજરાત ની શક્તિપીઠ નુ એક ધામ છે તે વિધ્યાચલ પર્વત માળામા આવેલ પાવાગઢ નો પર્વત છે કુદરતી દ્વષ્ટિએ પાવાગઢ પર્વત મહત્વ ધરાવે છે જેમ જેમ ઉપર ચડીયે તેમ નજારો વધારે સારો લાગે છે વાદળો નજીક થીી જતા હોય એવા દ્વષયો દેખાય. અહી ઉડન ખટોલા ની પણ સગવડ છે. 2004માં ચાપાનેર અને પાવાગઢની વર્લ્ડ હેરિટેજ સાઇડ નો દરજ્જો મળેલ છે

અમદાવાદ થી આશરે 125 કિમી અને વડોદરા થી 49 કિમી ગોધરા થી 47 કિમી આને હાલોલ થી 9 કિમી પર આ પવિત્ર યાત્રાધામ આવેલુ છે પ્રકૃતિ ના ખોલા માં વસેલુ પાવાગઢ આવેલું છે. 

પાવાગઢ નો ઈતિહાસ - Pavagadh no itihas 

વર્ષો પહેલો આહી ભુકંપ આયો હતો તેમાથી જ્વાલામુખી નિકાલ્યો હતો અને આ પાવાગઢ નો પર્વત  અસતિત્વ મા આવ્યો છે અને પર્વત જેટલો બહાર દેખાય છે તેનાં કરતા વધારે અંદર છે એટલે પા ભાગ જેટલો  બહાર દેખાય છે આના કારણે તેને પાવાગઢ તારીકે ઓળખવા માં આવે છે. 

પૌરાણિક દંત કથા દક્ષ રાજા ની પુત્રી સતીદેવી સાથે જોડાયેલી છે. 

દક્ષ રાજા ની પુત્રી સતીદેવી એ પોતાના પિતા એ યોજેલા યજ્ઞ માં પોતાના પતિ શંકર ભગવાન નુ ત્યા અપમાન થયુ આ અપમન સતીદેવી થી દેખાય ના ગયુ ને સતીદેવી એ પોતાને યજ્ઞ કુંડ માં હોમી દિધા હતા.  આમ શંકર ભગવાન પોતાની પત્ની સતીદેવી ના મૃતદેહ ને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા દેવતા ઓ ગભરાઈ ગયા કે સૃષ્ટિ નો વિનાશ ના થઈ જાય આમ દેવતાઓ ની વિનતી થી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર થી સતીદેવી ના શરીર ના તુકડા કર્યો અને આ તુકડા અને ઘરેણાં જુદી જુદી એવી 51 જગ્યા એ પડયા હતા જે અલગ અલગ 51 શક્તિપીઠ ની સ્થાપના થઈ આમ આ જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

બીજી દંતકથા પતય રાજા સાથે જોડાયેલુ છે.  

પાવાગઢ માં પતાઇ કુળ ના રાજા રાજ કરતા હતા તે મહાકાલી માતાનો ભક્ત હતો તેમની ભક્તિ જોઈ ને માતાજી પ્રસન થયા અને માતાજી દર નવરાત્રી માં નવમા દિવસ અહી ગરબા રામવા આવતા હતા આ કુળ નો છેલ્લા રાજા જયસિંહ એકવાર નવરાત્રી મા માતાજી રૂપ બદલી ને ગરબા રમતા હતા તેમના રૂપ જોઇને મોહિત થયા માતાજી નો પાલવ પકડયો અને રાણી બનેવા કહ્યુ માતાજી એ રાજા ને બહુ સમજ્યો પણ તે સમજ્યો નહિ ત્યારે માતાજી એ ગુસ્સા માં આવી ને જયસિંહ રાજા ને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિના માં તારૂ સામ્રાજ્ય નષ્ટ થઈ જશે આમ મહમદ બેગડાએ પાવાગઢ- ચાંપાનેર પર હુમલો કરી જીતી લીધુ ત્યા પોતાના સામ્રાજ્ય ની સ્થાપના કરી આમ માતાજી ના શ્રાપ ના કરણે રાજા નુ સામ્રાજ્ય નો નાશ થયો. 

પાવાગઢ નામ પડવાનું કારણ

આ પર્વત પર ચડાઈ કરવી ઘનીજ મુસ્કેલી હતી કારણ કે ચારેય બાજુ ખીણ આવેલી છે ને પવન પણ એક્સરખો જ વહેતો હોવાથી માટે જ આ જગ્યા નુ નામ પાવાગઢ રખાવમા આવ્યુ છે પાવાગઢ નો અર્થ ચારેય બાજુથી પર્વત એટલે પાવાગઢ. 

ગુરુ વિશ્વામિત્ર એ પાવાગઢ પર માતાજી ની આરાધના કરી હતી તેમની તપસ્યા થી માતાજી પ્રસન્ન થયા અને માતાજી ની મૂર્તિ પણ ગુરુ દ્વારા પ્રતિસ્થાન કરવામા આવી પાવાગઢ માથી એક નદી નિકળે છે તેને વિશ્વામિત્ર નદી કહેવામાં આવે છે જે ગુરુ વિશ્વામિત્ર ના નામ પરથી રાખવામાં આવ્યું છે. 

ચૈત્ર મહિના માં ભાવિક ભક્તો દૂર દૂર થી માતાજી ના દર્શન કરવા ચાલીને પણ અવતા હોય છે સંધ દ્વારા માતાજી નો રથ લઇ   ચાલતા આવતા હોય છે રસ્તો માં કેમ્પો દ્વારા ભક્તો માટે ચા નાસ્તો જમવાનુ વગેરે જેવી સુવિધાઓ કરવામાં આવે છે. 

ચાંપાનેર નગર     

વનરાજ ચાવડા એ તેમના મિત્ર ચાપા વાણિયા ના નામ પર થી ચાપાનેર નગર ની સ્થાપના કરી પાવાગઢ પર્વત ની શરૂઆત ચાપાનેર થી થાય છે ત્યા થી ઉપર જતા માંચી આવે છે. 

નરેન્દ્ર મોદી દ્ગારા 500 વર્ષ બાદ નવા બનેલા પાવાગઢ મંદિર મા ધજારોહન કરવામા આવ્યુ હતુ. 

જય મહાકાલી માતા. 




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history