દ્વારકા મંદિર નો ઇતિહાસ l Dwaraka temple history
દ્વારકા મંદિર નો ઇતિહાસ
દ્વારકા મંદિર Dwaraka temઓple એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે આવેલું પૌરાણિક મંદિર છે અહી કૃષ્ણ ભગવાને બનાવેલી નગરી એટલે દ્વારકા Dwaraka mandir કૃષ્ણ ભગવાને મથુરા છોડવીને ગુજરાત આવીને દ્વારાવતી નામની નગરી વસાવી હતી જે દ્વારકાના નામે ઓળખાય છે અહીં કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશ અને દ્વારકાના રાજા ના નામથી પૂજાય છે ખૂબ જ સુંદર દરિયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે
અમદાવાદ થી આશરે 440 કિ. મી અને રાજકોટ થી આશરે 230 કિલોમીટર દૂર છે.
દ્વારકા મંદિરની વિશેષતા
દ્વારકા મંદિર Dwaraka mandir એ ચારધામ તીર્થધામો માનુ એક ધામ છે દ્વારકા એ 7 મોક્ષ પ્રાપ્તિ તીર્થસ્થળ માથી એક તીર્થસ્થળ છે દ્વારકાધીશનું Dwarakadhish મંદિર ને જગત મંદિર ના નામથી પણ ઓળખાવામાં આવે છે આ મંદિર પાંચ માળનું છે અને 72 સ્તંભ ઉપર ઉભુ છે આ મંદિરને નિજા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરમાં બે પ્રવેશ દ્વાર છે મોક્ષ દ્વાર જેને મુક્તિનો દ્વાર કહેવાય છે આ દ્વાર મુખ્ય બજાર સુધી જાય છે બીજા પ્રવેશદ્વાર ને સ્વર્ગ દ્વાર જેને સ્વર્ગનો દરવાજો કહેવાય છે દ્વાર બહાર 56 જેટલા પગથિયા છે જે ગોમતી નદી સુધી જાય છે કૃષ્ણ જન્માષ્ટમી નો તહેવાર વલ્લભ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. મંદિર ઉપર દિવસમાં 5 વાર ધજા ચડાવવામાં આવે છે. સુદામા સેતુ પુલ આવેલો જ્યાં સુંદર નજારો જોઈ શકાય છે
દ્વારકા Dwaraka ના મંદિર નો ઇતિહાસ
આ મંદિર શ્રીકૃષ્ણના પૌત્ર વજનાભ દ્વારા ભગવાનના રહેઠાણ ઉપર બાંધવામાં આવ્યું હતું સમય જતા મહંમદ બેગડા એ 1472 માં દ્વારકા પર ચડાઈ કરી મંદિરનો ધ્વસ કર્યો હતો અને ત્યારબાદ સમય જતા 15-16 સદીમાં ફરીથી મંદિર બનાવવામાં આવ્યું 8 મી સદીમાં આદિ શંકરાચાર્ય એ મંદિરની મુલાકાત લીધી હતી એક અંદાજ મુજબ આ મંદિર 2500 વર્ષ કરતા પણ વધારે જુનુ છે જ્યાં કૃષ્ણ ભગવાને તેમની નગરી અને એક મંદિર બનાવ્યું હતું પરંતુ હાલનું મંદિર બનેલું છે શ્રીકૃષ્ણને દ્વારકા નગર તો દરિયામાં ડૂબી ગઈ છે તેના અવશેષો પણ દરિયામાંથી મળ્યા છે જે નોંધ લેવામાં બાબત છે
ગુજરાતના દ્વારકા નગરીનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે ગોમતી નદીના કાંઠે આવેલી દ્વારકા કૃષ્ણ ભગવાનની રાજધાની હતી ભારતની ચાર પીઠ માંથી એક પીઠ દ્વારકામાં આવેલી છે.
મથુરા છોડી દ્વારકા Dwaraka આવવાનું કારણ
શ્રીકૃષ્ણને જ્યારે તેમના મામા કંસનો વધ કર્યો આથી કંસના સસરા મગધ નરેશ જેનું નામ જરાસંધ હતું. તેમને શ્રીકૃષ્ણ જોડે કંસ ના વધ નો બદલો લેવા ના ઈરાદા સાથે શ્રીકૃષ્ણ જોડે યુદ્ધ કર્યું યુદ્ધમાં કૃષ્ણનો વિજય થયો આમ વારંવાર જરાસંઘ યુદ્ધ અને આક્રમણો કરતો ગયો અને વારંવાર કૃષ્ણનો વિજય થતો ગયો આમ વારંવાર ના આક્રમણ થી કૃષ્ણ એક નવી નગરી વસાવાનો નિર્ણય કર્યો અને કુશસ્થળી નામની જગ્યા ને પસંદગી કરી જ્યારે કુશસ્થળી આવ્યા ત્યારે ત્યાંના કુશાદિત્ય , સંવાદિત્ય્, કણાદિત્ય, અને ગૃહાદિત્ય નામના અસુરો જોડે યુદ્ધ કરી તેમનો વધ કરીને સમુદ્રની નજીક દ્વારકા નગરી નું નિર્માણ કર્યું
દ્વારકાના નિર્માણ પહેલા શ્રીકૃષ્ણ એ સમુદ્ર દેવ જોડે પાણીને ખસેડવાની વિનંતી કરી ત્યારબાદ સમુદ્ર દેવે જગ્યા આપી અને પાણી ખેંચી લીધુ પછી વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું કૃષ્ણએ દ્વારકા ને મુખ્ય કેન્દ્ર બનાવ્યું રુકમણી હરણ અને વિવાહ જામવતી રોહિણી સત્યભામા વગેરે જોડે વિવાહ દ્વારકામાં જ કર્યા હતા. સમય જતા યાદવો ભોગવિલાસી બનતા તેઓ ઋષિઓને હેરાન કરવા લાગ્યા આથી ઋષિઓ એ યાદવો ને શ્રાપ આપ્યો આમ તેઓનો વિનાશ થતો ગયો શ્રીકૃષ્ણ ને પહેલાથી જ આનો આભાસ થયો હતો માટે તેમને યાદવોન સાથે પ્રભાસક્ષેત્રમાં (હાલનુ સોમનાથ)ચાલ્યા ગયા અને ત્યાં રહેવા લાગ્યા જેવી કૃષ્ણ ભગવાનની દ્વારકા છોડી દીધી તેવામાં સમુદ્રનું પાણી દ્વારકામાં આવી ગયું જાણે કે સમુદ્ર દેવે કૃષ્ણ ભગવાનને આપેલી ભૂમિ પાછી લઈ લીધી હોય. આમ સમય જતા યુધિષ્ઠિર એ કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભ ને શુરદેશ નો રાજા બનાવ્યા આમ હાલનું દ્વારકા મંદિર એ વજ્રનાભ દ્વારા બનાવેલું છે
દ્વારકાનું Dwaraka ગોમતીઘાટ
ગોમતી નદીના કિનારે દ્વારકાધીશનું મંદિર આવેલું છે ગોમતી નદીના સામેના કિનારે પંચાનંદ તીર્થ છે અહી ચારે બાજુ સમુદ્ર હોવા છતાં પણ અહી ના 5 કુવાઓનું પાણી મીઠું છે આ કુવા ઓ પાંડવો દ્વારા બનાવ્યા હોય તેવો ઉલ્લેખ છે સમુદ્ર અને ગોમતી નદી જે સ્થળે સંગમ થાય છે ત્યા સમુદ્ર નારાયણ અથવા તો સંગમ નારાયણનું મંદિર આવેલું છે અને અહીં એક ચક્ર તીર્થ પણ આવેલું છે જ્યાંથી ચક્રાકિદ શિલાલેખ મળી આવેલ છે વિષ્ણુ પુરાણ મુજબ વિષ્ણુ ભગવાને અસુરોનો વધ કરીને સુદર્શન ચક્રને આજ સ્થાને પાણીમાં નાખીને સ્વચ્છ કર્યા હતો.
દ્વારકાનું Dwaraka ગોમતી કુંડ
દ્વારકામાં ગોમતી કુંડ આવેલી છે તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે આ નિષ્પાપ કુંડમાં પિતૃ દર્પણ અને પિંડદાન નું મહત્વ છે ગોમતી કુંડ થી થોડે દૂર કૈલાસ કુંડ આવેલું છે આનું પાણી ગુલાબી રંગનું છે અહીં સૂર્યનારાયણનું મંદિર છે અહીં ગોપી તળાવ ખૂબ જ પ્રસિદ્ધ છે અને ગોપી તળાવની માટી પીળી છે અને આ માટીને ગોપી ચંદન કહેવામાં આવે છે
બેટ દ્વારકા - Bet Dwaraka
દ્વારકાની યાત્રા બેડ દ્વારકા ની યાત્રા વગર અધુરી ગણાય છે. બેટ દ્વારકા જવા માટે નાવડી માં બેસીને દરિયો પાર કરીને બેટ દ્વારકા ટાપુ પર જવું પડે છે બેટ દ્વારકા ટાપુ છે કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકાર કરી તે જગ્યા એટલે બેટ દ્વારકા અહીં પાંચ મોટા મહેલો છે જે કૃષ્ણ રુકમણી રાધા સત્યભામા અને જાંબુવતી નો મહેલ આવેલા છે અહીં શંખો દ્વાર તીર્થમાં રણછોડજી ની મૂર્તિ ભગવાન દ્વારકાધીશ વિરાજમાન છે અને શંખ તળાવ પણ આવેલું છે જે શંખ નામના અશુદ્ધિને કૃષ્ણએ વધ કર્યો હોય તેવી માન્યતા છે નારા જોડે શંખ નારાયણ નું મંદિર આવેલું છે બેટ દ્વારકા માં ચોખાનું દાન આપવાને પરંપરા છે.
હનુમાનજીનું મંદિર પણ છે જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે ભક્તો છુપાવીને માનતા રાખે છે માન્યતા મુજબ હનુમાનજી પાતાલમાં રામ લક્ષ્મીજીને લાવ્યા હતા.
પુરાતત્વ વિભાગને દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના અવશેષો પણ મળ્યા છે.
જય દ્વારકાધીશ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો