આશાપુરા મંદિર માતાનો ના મઢ નો ઇતિહાસ - Ashapura temple Mata no Madh no itihas

આશાપુરા  મંદિર માતાના મઢ નો ઇતિહાસ -Ashapura Mata na Madh no itihas 



આશાપુરા માતાનું મંદિર Aashapura mata nu temple કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે આશાપુરા માતાનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિરને માતાના મઢ matano madh તરીકે ઓળખવામાં આવે છે અહીં ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને માતાજી ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ માતાજી આશાપુરા માતા કહેવાય છે. 

આશાપુરા માતાનો મઢ અમદાવાદ થી આશરે 426 કિ. મી અને ભુજ થી આશરે 95 કિ. મી. છે. 

પૌરાણિક કથા મુજબ આશાપુરા માતાનો મઢ નો ઇતિહાસ - Ashapura mata no  madh itihas 

આશાપુરા માતા  Ashapura mata એક માન્યતા મુજબ આશાપુરા માતાનો મઢે આશરે 1500 વર્ષ પહેલાંનો છે. દેવચંદ નામનો એક મારવાડનો વાણિયો વેપાર કરવા માટે ગુજરાત ના કચ્છમાં આવ્યો હતો કચ્છમાં ફરતા ફરતા દેવચંદ હાલમાં જે માતાનો મઢ છે તે જગ્યા પર આવે છે ત્યારે એ દિવસોમાં આસો મહિનાની નવરાત્રી ચાલતી હતી દેવચંદ માતાજીનો પરમ ભક્ત હતો તેને આ માતાજીના મઢવાળી જગ્યા પર માતાજીની સ્થાપના કરી અને પૂજા આરાધના કરે છે. 

દેવચંદ આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહેતો હતો તે માતાજીની દિલથી પૂજા આરાધના કરતો હતો દેવચંદની ભક્તિ જોઈને માતાજી પ્રસન્ન થાય છે અને માતાજીએ દેવચંદના સપનામાં આવીને દર્શન આપ્યા અને કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છુ જ્યાં તું મારી પૂજા  અર્ચના કરે છે ત્યાં મારું મંદિર બનાવજે અને ભાવભક્તિથી મારી પૂજા કરજે પણ એક વાતનું ધ્યાન ખાસ રાખજે કે મારું મંદિર બનાવ્યા પછી 6 મહિના સુધી મંદિરનો દરવાજો ખોલતો નહીં આમ દેવચંદ માતાજી ની આજ્ઞા લઈ પોતાનું ઘર બાર છોડીને ત્યાં જઈ રહેવા લાગે છે તો ત્યાં તે જગ્યા પર મંદિર બનાવ્યું અને દરવાજા બંધ કરીને દરવાજા પાસે બેસીને ધ્યાન રાખે છે કે કોઈ દરવાજો ખોલવીને અંદર ના જાય આમ 5 મહિના જેટલો સમય પસાર થાય છે પછી એકવાર એવું થાય છે કે દેવચંદને મંદિરના દરવાજોની પાછળથી ઝાંઝરી અને ગીતનો અવાજ સંભળાય છે ત્યારે અવાજ એટલો મીઠો હોય છે કે દેવચંદ દરવાજો ખોલીને જોવા માટે જાય છે તે એ ભૂલી બેસે છે કે માતાજીએ તેને 6 મહિના ની પેલી વાત ભૂલી બેસે છે અને તે દરવાજો ખોલીને અંદર જાય છે ત્યાં તેને ચમત્કાર થાય છે માતાજીના સ્થાને જુએ છે ત્યાં માતાજીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે દેવચંદ માતાજી પાસે દર્શન કરવા જાય છે અને ત્યારે તેને માતાજીના વચનની વાત યાદ આવી અને માતાજીએ આપેલા સમયગાળાના કરતા એક મહિના પહેલા તેને દરવાજો ખોલી નાખ્યો હતો. 

આના કારણે તેને માતાજી જોડે માફી માગી ત્યારે માતાજી એ કહ્યું કે  તારી આ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું માંગ તારે શું વરદાન જોઈએ છે ત્યારે દેવચંદ માતાજી પાસે પુત્ર પ્રાપ્તિ માટેનું વરદાન માગ્યું માતાજી એ વરદાન આપ્યું પછી તેને પુત્ર પ્રાપ્ત થયો માતાજીએ દેવચંદની આશા પૂરી કરી તેથી આશાપુરા કહેવાય આશાપુરી કરે છે માટે આશાપુરા માતાજી કહેવાય છે તેમના સ્થળે માતાજીના મઢ તરીકે ઓળખાય છે માતાજીનું શરીર અર્ધ સ્વરુપે છે  માતાજી ની 7 આંખ છે આમાંથી 5 આંખ સોનાની છે. કોઈને આંખોની રોશની ન હોય જે દેખી શકતો ના હોય ત્યારે તેના સગા વાલા દ્વારા તેની માનતા રાખે આમ આંખોનું પણ વિશિષ્ટ મહત્વ છે

અને મૂર્તિ સાત ફૂટની છે. મૂર્તિ અર્ધ સ્વરૂપોમાં જ બની હતી કારણ કે દેવચંદે 6 મહિનાની પહેલા જ દરવાજો ખોલી નાખ્યો હતો તે માટે.

બીજી દંત કથા મુજબ

સિંઘ રાજ્યમાં સુમરાન નુ રાજ હતું તે લૂંટારા સાથે મળીને પ્રજાઓને ત્રાસ અને હેરાન કરતો હતો ત્યારે જામ લાખીયારે તેની સાથે યુદ્ધ કરી પ્રજાને તેના ત્રાસથી મુક્ત કરાવ્યા. જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતો હતો તેમને એક વખત આશાપુરા માતાએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તું રાજસ્થાન છોડીને કચ્છમાં આવી જા જે જગ્યાએ તને સાપ અને નોળિયો એક સાથે જોવા મળે તે જગ્યા પર આવીને વશજે આમ તે રાજસ્થાન છોડીને કચ્છ તરફ પોતાની પ્રજા અને પરિવાર સાથે આવી જાય છે તે આશાપુરા માતા નો મઢ છે ત્યાં આવે છે ત્યાં તેને નોળિયો અને સાપ એક સાથે દેખાય છે પછી તે ત્યાં જ રોકાય છે પછી માતાજીની પૂજા કરવા લાગે છે અને માતાજી પ્રસન્ન થાય છે અને માતાજી એ કહ્યું કે હું તારા કુળદેવી તરીકે રક્ષા કરીશ ત્યારથી જાડેજા રાજપુતોની કુળદેવી બન્યા આશાપુરા માતા. 

આશાપુરા મંદિર સાથે સંકળાયેલી અન્ય જાણકારી

જ્યારે 1918 માં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારે મંદિરને ભારે નુકસાન થયું હતું અને ત્યાર પછી સુંદરજી શિવજી અને વલ્લભજીએ 5 વર્ષમાં આ મંદિર પાછુ બનાવ્યું હતું. 

ત્યાર પછી ફરી 2001માં આવેલા વિનાશકારી ભૂકંપના લીધે મંદિરને નુકસાન થયું પણ થોડાજ સમયમાં આ મંદિરને ફરીથી બનાવવામાં આવ્યું. 

પુરાણોમાં ઉલ્લેખ મુજબ નારાયણ સરોવર અને કોટેશ્વર જતા હતા  રામ ભગવાન ત્યારે અહીં 9 દિવસ રોકાયા હતા અને પૂજા અર્ચના કરી હતી. 

જ્યારે સિંધના બાદશાહ ગુલામશા કલોરા એ આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે કાપાલિક ભકતો એ મંદિરનું રક્ષણ કર્યું ભક્તોનું નામ અપભ્રંશ થઈને આજે કાપડી તરીકે ઓળખાય છે. 

નવરાત્રી ના છેલ્લા દિવસે જે ફૂલ માતાજીની મૂર્તિ પર રાખેલું હોય છે તે આપોઆપ ત્યાના રાજાના વંશજના ખોળામાં આવી જાય છે ચૌહાણ અને જાડેજા કુળના કુળદેવી માં આશાપુરા માતા છે. 

નવરાત્રીમાં સાતમ અને આઠમના દિવસે કચ્છના મહારાજ ચાચરકુડ મા સ્થાન કરીને પછી ચંપલ પહેરીયા વગર ખુલ્લા પગે મંદિરમાં આવી ને માતાજીને પતરી ચડાવે છે અને પૂજા અર્ચના કરે છે ગામવાસીઓ નવરાત્રી મહોત્સવ ઉજવે છે જેમા ફક્ત ઢોલના તાલેજ માતાજીના ગરબા રમાય છે. 

2016 માં નાશા ના સંસોધન મુજબ વિશ્વની એક માત્ર એવી જગ્યા છે આશાપુરા માતાનો મઢ કે જ્યાંથી મંગળ ગ્રહના ખડકો મળી આવ્યા છે. 

જય આશાપુરા મા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history