ભાથીજી મહારાજ નો ઇતિહાસ - Bhathiji maharaj no itihas
ભાથીજી મહારાજ નો ઇતિહાસ અને જાણકારી - Bhathiji maharaj no itihas ane Jankari
ભાથીજી મહારાજનું મંદિર bhathiji maharaj nu temple ખેડા જિલ્લાના ફાગવેલ ગામમાં માં આવેલ છે હંમેશા ભક્તો ની ભીડ હોય છે અને ભક્તોની માનતા પૂરી થતાં ભાથીજી મહારાજને કપડા ના ઘોડા ચડાવવાની પરંપરા છે ભાથીજી કે જે ભાથી ખત્રી અથવા તો ભાથીજી મહારાજ તરીકે પણ ઓળખાય છે તેમને હિન્દુઓમાં દેવતા તરીકે પૂજાય છે.
ભાથીજી મહારાજ ની જન્મ સાથે સંકળાયેલી કથા - Bhathiji maharaj
ઐતિહાસિક પુરાવા તપાસતા જાણવા મળે છે કે વિજયસિંહ બોડાણા જે ડાકોરના નિવાસી હતા જે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા વિજયસિંહ બોડાણા જ્યારે પહેલીવાર દ્વારકા ની યાત્રા કરવા ગયા હતા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ ની જોડે તેમના સંધમાં જોડાઈને દ્વારકા ગયા હતા. ભક્ત વિજયસિંહ બોડાણા ને તો કોણ નથી ઓળખતુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકામાંથી ડાકોરમાં લાવ્યા હતા જે પોતાના હાથમાં તુલસીના છોડ ઉગાડીને દ્વારકાની યાત્રાએ જતા હતા.
ભક્ત વિજયસિંહ બોડાનાને પોતાની જોડે સંઘમાં દ્વારકા લઇ જનારા પાટણના જયમલ રાઠોડના વંશની પેઢી જ હતી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કપડવંજ પાસે આવેલ ફાગવેલ ગામે રાઠોડ તખતસિંહ થયા તે એક ગરાસદાર હતા. તખતસિંહ રાઠોડ ના લગ્ન ચિખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતા અખલબા અને તખતસિંહ ને 4 સંતાનો હતા તેમાંથી 2 પુત્રી અને 2 પુત્ર હતા 2 પુત્રીના નામો એક નુ નામ સોનલબા અને બીજી પુત્રીનું નામ બિનજીબા હતું અને 2 પુત્ર નું નામ હાથીજી અને ભાથીજી હતું હાથીજીને પણ આજે લોકો શ્રધ્ધાથી પૂજા કરે છે અને તે એક વીર હતા.
ભાથીજી મહારાજ નો જન્મ 1544 માં કારતક મહિનાના પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે થયો હતો ભાથીજી મહારાજ જ્યારે સવા મહિના થયા ત્યારે તેમના કપાળ ઉપર નાગદેવતાનું ફેણ નુ નિશાન દેખાતું હતું એટલે લોકો તેમને દેવતાનો અવતાર માનતા હતા. ભાથીજી નાગદેવતા નો અવતાર માનવામાં આવે છે.
ભાથીજી મહારાજ ના જીવન ની કથા
ભાથીજી મહારાજ બચપણથી જ નીડર અને તેજસ્વી હતા તે લોકોની લાગણીઓને ઓળખતા હતા. ભાથીજી એ એક હરિજન કન્યાને બહેન બનાવી હતી. ભાથીજી એ બનાવેલ બહેનને તેમનું રક્ષણ કરવાની અને તેમના દરેક દુઃખો દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભાથીજી એ કોઈ પણ નાત જાત વગર એક કન્યાને તેમની બહેન બનાવી એ તેમની ખાનદાની હતી તેમને દરેક ધર્મ ની લાગણી હતી.
ભાથીજીએ આજીવન ગાયો માટે તેમની રક્ષા કરતા હતા તે તલવારના ધારે ગાય માતા ની રક્ષા કરતા હતા કોઈ ગાયને નુકસાન પહોંચાડે તો ભાથીજી મહારાજ તેમને સબક શીખવાડતા હતા અને તે નાગદેવને પણ માનતા હતા તેમને નાગદેવતાને પણ ન મારવાની જાહેરાત કરી હતી તેમને કહ્યું કે નાગદેવતા કોઈને જાણી જોઈને ડંખ નથી મારતા તે પોતાના સ્વચાવવા માટે ડંખ મારે છે કોઈ વ્યક્તિ નાગદેવતાને છંછેડતા હોય ત્યારે જ નાગદેવતા ડંખ મારે છે ભાથીજી મહારાજ ગરીબોને પણ સહાય કરતા હતા.
ભાથીજી મહારાજ 12 વર્ષના હતા તે સમય તેઓ જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે પાછા આવતી વખતે તેમને રસ્તામાં નાગ અને નોળિયો ને લડતા જોયા ભાથીજી મહારાજ બંનેને છોડવા જાય છે ત્યારે નોળિયા ને ભગાડે છે અને નોળિયા ત્યાથી ભાગી જાય છે નાગ દેવતાએ જોયું કે મારું જીવન આમને બચાવ્યું અને નાગદેવતાએ ફેણ ઊંચી કરીને એવું લાગે કે ભાથીજી મહારાજને આશીર્વાદ આપતા હોય પછી ભાથીજી ઘરે આવી ગયા.
બીજા દિવસથી ભાથીજી મહારાજ તે જગ્યાએ જઈને દૂધ પીવડાવતા હતા આમ તેમને નાગદેવતા પ્રત્યેની લાગણી હતી
પછી તે તેમના મિત્રો સાથે રમતા હતા ત્યારે રમતા રમતા ભાથીજી મહારાજ ની નજર નાગદેવ પર પડે છે તેમના મિત્રો બધા ગભરાઇને ઘરે આવે છે અને ભાથીજી મહારાજની માતાને કહે છે કે ભાથીજી તો નાગદેવતા સાથે ઊભા છે અને દૂધ પીવડાવે છે.
ભાથીજી મહારાજના લગ્ન 16 વર્ષની ઉંમરે માતા-પિતાની આજ્ઞા હોવાથી કંકુબા સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે જાન માંડવે આવી હોય છે ઢોલ શરણાઇ વાગતી હોય છે લગ્ન મંડપમાં ભાથીજી મહારાજ ફેરા ફરી રહ્યા હતા તે કંકુબા સાથે વિધિના 3 મંગળફેરા પૂર્ણ કર્યા અને ચોથો ફેરો આવ્યો ત્યારે ફાગવેલ ની ધરતી એ પોકાર કર્યો હોય તેમ ગામનો એક ભક્ત રડતો રડતો આવીને ભાથીજી મહારાજને સંદેશો આપે છે કે ગામની ગાયોને દુશ્મનો લઈને જાય છે આ સાંભળતાની સાથે જ ભાથીજી મહારાજ લગ્ન મંડપ માંથી ફાગવેલ ગાય માતાની રક્ષા માટે દોડી ગયા હાથમાં ધનુષબાન લઈને ફાગવેલ થી 6 કિલોમીટર દૂર આવેલા ખાખરીયા વન મા ગાયોને લઈ જતા બહારવટિયાઓની સાથે યુદ્ધ કર્યું આ યુદ્ધમાં દુશ્મનો એ ભાથીજી મહારાજ પર પાછળથી ઘા ઉપર ઘા કરતા રહ્યા અને ભાથીજી મહારાજનું માથુ ધડથી અલગ કરી નાખ્યું માથુ નીચે હતું અને ધડ દુશ્મનો સાથે સાડા ત્રણ દિવસ સુધી લડતું રહ્યું દુશ્મનોને મારીને ગાયોને બચાવી અને અંતે તે ભાથીજી મહારાજ વીરગતિ પામ્યા. આ વીરગાથા આજે પણ લોકો યાદ કરે છે.
ભાથીજી મહારાજનું માથું કંકુબા પોતાના ખોળામાં લઈને સતી બને છે કંકુબાને ધન્ય છે જે હજુ તો ભાથીજી મહારાજ જોડે તેમનો પૂરો પરીચય પણ નહોતો થયો આવી નારીઓને કારણે જ આજે ધર્મ અને સંસ્કૃતિ બચી છે.
ભાથીજી મહારાજે પોતાની મૂર્તિ જાતે જ બનાવી હતી પરંતુ સમયજતા આ મૂર્તિ જૂની થતા આ મૂર્તિ ને સમાધિ કરવામાં આવી અને એની જગ્યાએ નવી મૂર્તનું નિર્માણ કરાયું.
ભાથીજી મહારાજે મૃત્યુ બાદ પણ લોકોને આપેલું વચન
ભાથીજી મહારાજનો જ્યારે અગ્નિદેહ દેવાતો હતો ત્યારે તેમની આત્મા તેમના ભાઈ હાથીજીના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું કે લોકોને કહેજો કે જે કોઈને નાગ કરડે તો તે બધા મારી બાધા માનતા રાખી મને યાદ કરજો.
આજે હાથીજીની પણ પૂજા થાય છે ગામે ગામે ભાથીજીના મંદિરો અને ડેરીઓ આવેલી છે ફાગવેલમાં બેસતા વર્ષના દિવસે તેમનો જન્મ થયો હતો તે દિવસે મેળો ભરાય છે ભાથીજી નો નાગદેવતા સાથે અનોખો સંબંધ હતો જ્યારે ભાથીજી વીરગતિ પામ્યા ત્યારે નાગદેવતા તેમના દેહની જોડે જ હતા.
આજે પણ કોઈને ઝેરી નાગ કરડે તો ફાગવેલના મંદિરમાં લાવવામાં આવે છે એને નાગનું ઝેર જલ્દી ઉતરી જાય છે મંદિરમાં નાગદેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે.
જય ભાથીજી મહારાજ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો