ચુડેલ માતાનો ઇતિહાસ - Chudel matano Itihas
ચુડેલ માતાના મંદિરનો ઈતિહાસ
ચુડેલ માતાનો ઇતિહાસ Chudel matano itihas ગુજરાતના પાટણ જિલ્લામાં કુણઘેર ગામમા આવેલું પ્રખ્યાત ચુડેલ માતાનું મંદિર chudel matanu temple આવેલું છે આમ તો ચુડેલ ભૂત પ્રેત અને આત્મા સાથે સરખાવવામાં આવે છે પણ અહીં ચુડેલ માતાજી તરીકે ઓળખવામાં આવે છે. અને ભક્તો મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા આવે છે
ચુડેલ માતાનું મંદિર અમદાવાદ થી 118 km અને પાટણ થી 10 કિલોમીટરના અંતરે આવેલું છે.
ચુડેલ માતાના મંદિરની વિશેષતા.
ચુડેલ માતાના મંદિરને હાઇકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે મંદિર સુધી ચુંદડીઓ જોવા મળે છે જે ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે ચુડેલ માતાના મંદિરમાં કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ ત્યાં જ્યોત સતત પ્રજવલિત કરવામાં આવે છે આ જ્યોતની પૂજા થાય છે કોઈપણ સાચા દિલથી કઈ માંગે છે તો તેમની મનોકામના પૂરી થાય છે જેઓ નિસંતાન છે તેઓ સંતાન માટેની માનતા રાખે છે જે દંપતિએ સંતાન થયા બાદ તેઓ મંદિરમાં તેમના બાળકના ફોટા પણ મૂકે છે મને માનતા પૂરી કરે છે ઘણા લોકો પારણા પણ અર્પણ કરે છે અને નાની નાની ઘંટડીઓ પણ અર્પણ કરે છે જે મંદિરમાં ઉપર લગાવેલી હોય છે અહીં જમવા માટે ધર્મશાળા પણ આવેલ છે અને પાર્કિંગ વ્યવસ્થાપન છે સુંદર મજાનું બજાર પણ ભરાય છે જ્યાં રમકડા અને પૂજા નો સામાન વગેરે વસ્તુઓ મળે છે.
ચુડેલ માતાનો ઇતિહાસ
ચુડેલ માતાએ વાઘેલા કુળના દીકરી હતા તેમની માતાનું નામ પન્નાશા હતું તે રાજપૂત કુળ ના હતા માતાજી નું મૂળ નામ દેવલબા હતું તેઓ બનાસ નદીના કિનારે રહેતા હતા દેવલબા જ્યારે 15 -16 વર્ષની ઉંમરના હતા ત્યારે ગામમાં વરસાદ ન પડવાના કારણે દુકાળ પડ્યો હતો આ દુકાળ ને કારણે તેઓની પરિસ્થિતિ પણ આર્થિક રીતે ખરાબ થઈ ગઈ અને તેઓ ગરીબીનો સામનો તેમનો પરિવાર કરતો હતા ત્યાર પછી જલોત્રા કરવાનો સમય આવી ગયો ત્યારે દેવલબા ને ચોખા અને કંકુ લાવવાનું કહ્યું પણ દેવલબા સૂઈ રહ્યા હતા ત્યારબાદ તેમને બૂમ સંભળાઇ અને તેઓ ઊભા થઈને ખાટલા પરથી નીચે આવે છે તેમના ખાટલામાં નીચે કાળો નાગ હોય છે તેમને નાગને પોતાના પગ નીચે દબાવી રાખ્યો અને ચોખા કંકુ લેવા જઈ શક્યા નહીં આ બધું જોતા તેમના પિતાના મનમાં થયું કે દેવલબા એ જન્મ લીધો છે તે કોઈ દેવી અવતાર લાગે છે.
બીજો પરચો એક વાર દેવલબા ગામના પાદરે રમતા હતા ત્યાં આગળ બે આખલા લડતા લડતા દેવલબા પાસે આવી જાય છે અને લોકોમાં અફરા તફરી મચી જાય છે લોકો ભાગદોડ કરવા લાગે છે આખલો દેવળબા પાસે આવે છે ત્યારે દેવલબા આખલાના શિંગડા પકડીને તેને પાડી નાખે છે આ જોઈને ગ્રામ વાસીઓ આશ્ચર્યમાં આવી જાય છે
દેવલબા ચુડેલ માતા કેવી રીતે બન્યા તેનો ઇતિહાસ
દેવલબા ના ગામમાં એક વાર ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભજનના ગાયક વિક્રમસિંહ નામના એક યુવાન હતા દેવલબા વિક્રમસિંહ ને મનોમનમાં પસંદ કરવા લાગ્યા હતા ત્યાર પછી દેવલબા વિક્રમસિંહ ને શરત આપે છે કે જો ગામના પાદરના વડની વડવાઈ ને પકડીને ઘોડી સાથે હિંચકો ખાય તે રાજપૂતના સાથે હું લગ્ન કરીશ અને આ સાંભળીને વિક્રમસિંહ પણ આ વચનમાં બંધાઈ ગયા ત્યારબાદ સમય જતા બાદ તે દિવસ આવ્યો વિક્રમસિંહ વડ જોડે આવવા તૈયાર થયા તે જ્યારે રસ્તામાં હતા ત્યારે તેમને કેટલાક કસાઇયોને જોયા તે કસાઈયો ગાયોને લઈને જતા હતા આ જોઇને વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઇયો જોડે યુદ્ધ કર્યું અને કસાઇઓ ને મારીને ગાયોને બચાવી. પણ વિક્રમસિંહ ને તલવાર વાગવાથી તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમ છતાં તેઓ ઘોડો લઈને ઘોડા પર બેસીને ગામના વડ ની વડલાઇ એ ઘોડી સાથે હિચકો ખાવા આવે છે.
ત્યારબાદ દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર ઘાયલ હાલતમાં છે દેવલબાને ઘટના વિશેની માહિતી આપે છે ત્યાર પછી દેવલબાએ વિક્રમસિંહ ના ગળામાં હાર પહેરાવે છે અને બંને વિક્રમસિંહ ના ગામ તરફ જવા નીકળે છે રસ્તામાં તેમને એક જગ્યાએ અંધારીયો કૂવો દેખાય છે તેમાં વિક્રમસિંહ કૂદકો મારે છે એમની પાછળ દેવલબા પણ કૂદકો મારે છે આમ બંને લોકોના મૃત્યુ પામે છે
ત્યારબાદ વિક્રમસિંહ ભુત બન્યા અને દેવલબા ચુડેલ બન્યા તેમના હાથનો ચુડો દેવલબાએ તોડી નાખ્યો હતો પછી દેવલબાની જોડે વિક્રમસિંહ પણ ચાલવા લાગે છે ત્યારે દેવલબા વિક્રમસિંહ ને ના પાડે છે કે હવે આપણુ જીવન બરબાદ થઈ ગયું હવે આપને બીજા જન્મમાં ભેગા થઈ શુ આમ તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે.
આમ સમય પસાર થાય છે એક રાજપૂત કન્યાના લગ્ન હોવાથી તેની જાન દેવાદાર થાળા આવે છે ત્યાર પછી જે દુલ્હન હોય છે તેના ખોળામાં ચુડેલ થઈને દેવલબા બેસી જાય છે ત્યારબાદ બાજુના તળાવની જોડે બેસે છે ત્યારે તળાવની પાસેથી બારોટ પસાર થાય છે તે ઘોડાની લગામ પકડીને કહે છે કે હું તમારી સાથે આવું છું ત્યાર પછી બારોટ અને જોડે રહેલ બ્રાહ્મણ બંને કહે છે કે તમે રાજપુત ની દીકરી છો તમે કોઇને વળગો તે શોભે નહીં અમે તેમને વિધિપૂર્વક બેસાડીને તમારી પૂજા પાઠ અને દુનિયા તમને યાદ કરે અને તમારા દર્શન કરી શકે તેવુ કરીશુ ત્યારબાદ તેઓ કુણધર થી થોડા દૂર વરખડી ની નીચે સ્થાપિત કરે છે આમ દેવલબા શ્રી ચુડેલ માતાજી તરીકે ઓળખાયા.
બીજી કથા મુજબ
લગભગ 700 વર્ષ પહેલા ગામમાં એક કુંભાર પરિવાર રહેતો હતો તેની 7 વર્ષની બાળકી તેના માતા-પિતા જોડે રહેતી હતી તેના માતા-પિતા ગામની સીમામાં માટી ખોદીને તે માટી માથી માટલા બનાવીને પોતાનું ઘર ચલાવતા હતા માતા-પિતા ગામની સીમામા માટી ખોદવા જાય ત્યારે તેમની બાળકી પણ તેમની સાથે જતી હતી આ સીમામાં આંબલી ના ઝાડ ઘણા બધા આવેલા હતા ઝાડની નીચે કૂવો પણ હતો બાળકીના માતા-પિતામાં માટી ખોદે અને બાળકી રોજ આમલીના ઝાડ પર ચડીને કાતરા ખાતી હતી બાળકી રોજ આંબલી ના ઝાડ પર ચડતી અને રોજ કાતરા ખાતી પરંતુ એક દિવસ કાતરા ખાવા આમલીના ઝાડની છેક ઉપર સુધી ચડી ગઈ અને ત્યારબાદ તેનો પગ લપસ્યો અને તે કૂવામાં પડી ગઈ ત્યા તેનુ મૃત્યુ થયું અને આ બાળકીની આત્મા બની અહીં જ ભટકવા લાગી.
સમય વિત્યાબાદ એકવાર ગામમાં જાન જતી હતી જાનૈયા થાકેલા હતા માટે તેમને આંબલીના ઝાડના નીચે છાયડો ખાવા બેઠા અને કુવા માંથી પાણી પીધું અને આરામ કરીને આગળ વધવા લાગ્યા આગળ જતા જાન રસ્તામાં હતી ત્યારે વહુ રસ્તામાં જ અજીબો ગરીબ વ્યવહાર કરવા લાગી ઘડીકમાં હશે ઘડીકમાં રડે આવું કરવા લાગી એ જોતા જ ઘરના વડીલોને સમજાઈ ગયું કે આને કંઈક રસ્તામાંથી વળગ્યું છે આમ બધા ગભરાઈ ગયા અને ચિંતા કરવા લાગ્યા કે હવે શું થશે ત્યારે અમુક લોકોએ પવિત્ર આત્માને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો તેમને કહ્યું કે હે પવિત્ર આત્મા તું ક્યારેક આમની સાથે આવી તે અમને ખબર નથી પણ અમે વિનંતી કરીએ છીએ કે એમની સાથે આવવાનું રહેવા દો તેમને વહુ ઉપરથી શ્રીફળ ફેરવી ને બાજુમાં એક વરખડીના થડમાં મૂક્યું અને 6 ઇંટો નુ નાનું મંદિર બનાવ્યું પછી તે જાન લઈને આગળ તરફ ગયા ત્યારથી એ બાળકીને આત્મા વરખડીના ઝાડમાં જ વાસ કરી લીધો હતો.
ઘણા સમય પછી એક ગોવાળિયો પોતાની ગાયો ચરાવવા અહીથી નીકળે છે ગોવાળીયો એ વરખડીના ઝાડ નીચે આરામ કરવા બેઠો અને તેની ગાયો આજુબાજુમાં ચરતી હતી ગોવાળિયાનું ધ્યાન ઝાડ નીચે એક મંદિર પર ગયું તેને તે મંદિર જોડે જઈને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હું જાણતો નથી કે તમે કોણ છો પણ મને એટલું સમજાય ગયું છે તમે ચમત્કારી છો તેને હાથ જોડીને આજીજી કરી કે લગ્નને 20 વર્ષ થઈ ગયા છે પણ હજુ સુધી મારા ઘરે સંતાન નુ સુખ નથી દેવ જો તમે મને સંતાન આપશો તો પાછો હુ તમારા દર્શન કરવા આવીશ.
ત્યારબાદ રાત્રે ગોવાળિયા ને સપનામા તે બાળકી આવી અને કહ્યું કે હું કોઈ દેવ નથી હું તો ચુડેલ છું પણ તે મને એક દેવ તરીકે મારી પ્રાર્થના કરી તેથી હું તને સંતાનનો સુખ આપીશ આજથી 9 મહિના પછી તારા ઘરે ઘોડીયુ બંધાશે આ સાંભળતા ગોવાળીયો ઊંઘમાંથી ઉઠીને હાથ જોડીને અને સવારે જઈને માતાજી પૂજા કરી.
જય ચુડેલ મા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો