ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history
ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદાની મૂર્તિ નો ઇતિહાસ - Dabhoda Hanuman dada ni history
ડભોડા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ નો ઇતિહાસ hanuman dada એ હિંદુઓમાં દેવતા તરીકે પૂજાય છે હનુમાન દાદા રામ ભગવાનના પરમ ભક્ત હતા અને તે બ્રહ્મચારી હતા હનુમાન દાદા ને ચિરંજીવી નું વરદાન મળ્યું છે માટે તે ચિરંજીવી છે હનુમાન દાદાનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે થયો હતો તે દિવસે હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે અને મંદિરોમાં સુંદરકાંડ સાંભળવામાં આવે છે આ દિવસ માં હનુમાનજી ના મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે રામાયણ અને મહાભારત માં હનુમાન દાદા નો ઉલ્લેખ જોવા મળે છે હનુમાન દાદા એ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુ દેવના પુત્ર છે.
આજે આપણે ગુજરાત ના ગાંધીનગરમાં આવેલા ડભોડા હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસની માહિતી મેળવીશું.
ડભોડા હનુમાન દાદા નુ મંદિર અમદાવાદ થી 21 કિલોમીટર અને ગાંધીનગર થી 17 કિલોમીટરના અંતરે આવેલું છે બસ અને પ્રાઇવેટ સાધનો દ્વારા જઈ શકાય છે મંદિર માં ચોખ્ખા ઘી ની સુખડી નો પ્રસાદ ધરાવવામાં આવે છે.
ડભોડા હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ -Dabhoda Hanuman dada history
આજથી લગભગ 1000 વર્ષ પહેલા ડભોડા હનુમાનજીના મંદિરની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે તેના પછી ત્યાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તે સમયમાં મુઘલો નુ શાસન હતું તે દરમિયાન દિલ્હીના અલાઉદીન ખીલજીએ પાટણ ઉપર ચડાઈ કરી અને તેને પાટણને લુટયુ અને નુકસાન પહોંચાડ્યું પાટણના રાજા ત્યાંથી ડભોડાના ગામ ગાઢ જંગલમાં આવીને તેમને અહી આશ્રય લીધો હતો ત્યારે અહી દેવગઢ નું ગાઢ જંગલ આવેલું હતુ અહી આ રાજ્યની ગાયો અને પશુધન ચરાવવા માટે દેવગઢના જંગલોમાં આવીને ગાયોને ચરાવતા હતા ગાયો તો આજુબાજુ નું ઘાસ ખાતી અને ગોવાળીયો ત્યાં ઝાડ નીચે બેસીને આરામ કરતા હતા પણ આ ગાયોના ટોળામાંથી એક ટીલડી નામની ગાય કે જે આ ગાયોના ટોળા માંથી ઘાસ ચરવાના બદલે અલગ એક જગ્યાએ જઈ અને ત્યાં નમન કરતી અને અને તે જગ્યા પર પોતાની દૂધની ઝરી કરતી હતી અને સાંજે જવાના સમયે ટીલડી ગાય બધી ગાયો જોડે ટોળા માં પાછી આવી જતી હતી આવું વારંવાર થતું અને ગોવાળીયા ને ખબર પડી કે આ ગાય એક નિશ્ચિત જગ્યા પર જઈને ઉભી રહે છે અને નમન કરે છે અને તે જગ્યા પર તેનું દૂધ ઝરી નાખે છે આ વાત ગોવાળીયા એ રાજાને આવીને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારબાદ રાજાએ આ સમગ્ર ઘટનાની તપાસ જાતે જ કરી રાજા એ પુરોહિતો ને તેડાવ્યા અને તે જગ્યા બતાવી પુરોહિતો ને આ જગ્યા ચમત્કારીક લાગતા રાજપુરોહિતો ની સલાહથી ત્યાં ખોદકામ કરાવ્યું ખોદકામ દરમિયાન જમીનમાંથી હનુમાનદાદા ની મૂર્તિ મળી આવી પછી ત્યાં યજ્ઞ કરવામાં આવ્યું અને ત્યાં જ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી અને ત્યાં શ્રી ડભોડીયા હનુમાન દાદા ના મંદિર તરીકે સ્થાપના થઈ આમ સમય જતા ત્યાં માનવ વસવાટ થવા લાગ્યો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.
ત્યારબાદ સમય જતા આ મંદિરનો જીણોર્દ્ધાર નુ કામ શરૂ કરવામાં આવ્યું અને મંદિરના મહંત શ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામના વિસ્તાર મા ક્યારેય કાતરા કે તીર નહીં પડે તેવા આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ આ ગામના વિસ્તારમાં તીડ કે કાતરા પડતા નથી આ 1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાન દાદા ના મંદિરમાં કાળી ચૌદસના દિવસે લોકમેળાનું આયોજન થાય છે જે ધનતેરસની રાત્રે મહા આરતી પછી આ મેળાની શરૂઆત થાય છે અને કાળી ચૌદસના રાત્રે 2:00 વાગ્યા સુધી યોજાતા મેળા મા ભક્તો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડે છે આ પ્રસંગે 350 જેટલા તેમના ડબ્બાથી અભિષેક કરવામાં આવે છે લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે ડભોડિયા હનુમાન દાદાની બાધા રાખે છે આ મંદિરમાં સુખડીને પ્રસાદ ચઢાવવામાં આવે છે મહંત શ્રી સ્વ.જુગલદાસજીને છઠ ના દિવસે શ્રદ્ધાંજલિ આપે છે આખા ગામના લોકો બાવાની છઠ તરીકે ઓળખે છે તે દિવસે ત્યા ના લોકો દુકાનો બંધ રાખે છે.
દર શનિવારે અને મંગળવારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી આવે છે દર વર્ષે ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ નો મહોત્સવનું આયોજન થાય છે જેમાં હનુમાન દાદા ને મારુતિ યજ્ઞ અને 1111 જેટલા તેલ ના ડબ્બાના અભિષેક તેમજ શોભાયાત્રા અને ધજા ચડાવીને મહાઆરતી કર્યા પછી પ્રસાદ અને ભોજન નું આયોજન કરવામાં આવે છે.
જય ડભોડા હનુમાન દાદા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો