કોટેશ્વર મહાદેવ નો ઇતિહાસ- Koteshvar Mahadev no itihas
કોટેશ્વર મહાદેવ મંદિર નો ઇતિહાસ - Koteshvar Mahadev Temple no itihas
કોટેશ્વર નો ઇતિહાસ અને પુરાની માહિતી- Koteshvar no itihas
જ્યારે ચીની યાત્રાળુ હયુ-એન-તસાગે ફરતો ફરતો કચ્છ જિલ્લામાં ગયો ત્યારે તેને આ બંદર શોધ્યું હતું તેવું મનાય છે હયુ-એન-તસાગ ના વર્ણન મુજબ આ સ્થળે થી શિવ મંદિર અને સાધુઓ રહેતા હતા એવું મનાય છે કોટેશ્વર મંદિર ગામની નજીકની ટેકરા પર આવેલું છે આ મંદિરના દરવાજા પર લખાયેલા લેખ મુજબ હાલનું આ મંદિર 1877 માં બંધાયું હતું આ જગ્યા એ પ્રાચીન મંદિર હતું તે નાશ પામ્યું હતું અને તેનો કોઈ નામો નિશાનીઓ પણ અહીંયા બચી નથી હાલમાં કોટેશ્વર અને નીલકંઠ શિવ મંદિર છે એક સમયે નારાયણ સરોવરમાં કાનફટા સાધુઓના સ્થાન હતું કોટેશ્વર પહેલા મોટું તીર્થ સ્થાન હશે એમ મનાય છે સમુદ્રની નજીક મંદિરના કેટલાક ટુટેલા અવશેષો પણ મળ્યા છે.
રાવણ સાથે સંકળાયેલી કથા
પૌરાણિક કથા મુજબ એક વખત રાવણ કૈલાશ પર્વત પર શિવ ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કર્યું તપ કર્યા પછી શિવ ભગવાન પ્રસન્ન થયા અને શિવ ભગવાને રાવણને કહ્યું કે તારે શું વરદાન માંગવું છે બોલ તે માંગો ત્યારે રાવણે કહ્યું કે મહાદેવજી હુ તમારી સદાય માટે ભક્તિ કરતો રહુ એવુ કઇ આપો રાવણ શિવ ભગવાનના મોટા ભક્ત હતા આમ આ સાંભળીને શિવ ભગવાને રાવણને એક આધ્યાત્મિક શક્તિઓ દ્વારા દિવ્યાંગ કરેલી શિવલિંગ આપ્યું અને કહ્યું કે આ શિવલિંગ થી તુ મારી ભક્તિ કરજે પણ શિવ ભગવાને રાવણને કહ્યું કે જ્યાં તુ આ શિવલિંગ નીચે મૂકી દઈશ ત્યાંજ આ શિવલિંગની સ્થાપના થઈ જશે અને ત્યારબાદ તેને કોઈ ત્યાથી હટાવી શકશે નહી. આમ આ સાંભળીને રાવણે મહાન શિવ શંકર શિવ ભગવાન જોડે આજ્ઞા લઈને લંકા તરફ જવા લાગ્યા.
જ્યારે રાવણ આ શિવલિંગને આકાશના માર્ગેથી પોતાના પુષ્પક વિમાનમાં બેસીને શિવલિંગને લઈને જતો હતો ત્યારે દેવો એ ભેગા થઈને વિચાર્યું કે આ શક્તિશાળી દિવ્ય શિવલિંગ મેળવીને રાવણ અજરા અમર બની જશે એવા ડરથી દેવો ને થયું કે આ શિવલિંગને આપણે જો અહી જ રોકી લઇએ તો રાવણ તેને નઇ લઈ જઇ શકે
દેવો બ્રહ્માજી જોડે જઈને રાવણને રોકવા માટેની મદદ માગી આથી બ્રહ્મા એ ત્યા જઈએ ગાયનુ સ્વરૂપ લીધું અને ખાડામાં ફસાઈ ગયા સાથે જ એક તપસ્વી નું રૂપ ગાયને બહાર કાઢવા માટે બનાવ્યું તે ગાયને બહાર કાઢવા માટે મથામણ કરી પણ ગાય બહાર આવતી નથી જ્યારે રાવણે આ બધું પોતાના પુષ્પક વિમાન ઉપર થી નિહાળ્યું ત્યારે તપસ્વીએ કહ્યું કે મારી મદદ કરો રાવણને એ તપસ્વીની મદદ કરવા નીચે ઉતરીયા અને તે ગાયને બહાર કાઢવા લાગ્યો પણ ગાય બહાર આવતી ન હતી રાવણે વધુ તાકાત માટે તેના હાથમાં જે શિવલિંગ હતી તે નીચે મૂકી દીધી અને ગાયને બહાર કાઢી તે ભૂલી બેઠો હતો કે જે તેને શિવલિંગ આપી છે તે નીચે મૂકવાની ન હતી અને શિવલિંગની ત્યાં જ સ્થાપના થઈ ગયું અને હજારોની સંખ્યામાં તેના જેવી જ શિવલિંગો અસ્તિત્વમાં આવી ગઈ જેમાં અસલ શિવલિંગ રાવણ ઓળખી શક્યો નહીં રાવણ ત્યાંથી એક શિવલિંગ લઇને લંકા તરફ જતો રહ્યો આમ જે શિવ શંકર ભગવાને જે શિવલિંગ આપી હતી તે રોકી રાખી અને ત્યાં જે કોટેશ્વરનું મંદિર છે ભગવાનની કોટી બની ગયું હોવાનું કોટેશ્વર નામ પડ્યું.
જય કોટેશ્વર મહાદેવ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો