શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નો ઇતિહાસ- shree mallikajurn Jyotilinga temple
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નો ઇતિહાસ- shree Mallikajurn Jyotilinga temple
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર shree mallikajurn Jyotilinga temple ભારતની 12 જ્યોતિર્લિંગો જે મહાદેવ જી નુ પવિત્ર ધામ તરીકે ઓળખવામા આવે છે આ 12 જ્યોતિર્લિંગો ની સ્થાપના પાછળ કોઇ ને કોઈ ઘટના કે એ કોઈ કારણસર દ્વારા સ્થાપિત કરવામાં આવી છે 12 જ્યોતિર્લિંગ ઇતિહાસ Jyotillinga history અલગ અલગ છે આમાંથી આજે આપણે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશેની જાણકારી મેળવીશું બીજા નંબરની જ્યોતિર્લિંગ એટલે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ કૃષ્ણ નદીના તટ પર શ્રી શેલમ નામના પર્વત પર આવેલું છે કુદરતના ખોળે સુંદર દ્રશ્યો થી છવાયેલી જગ્યાએ આવેલું છે. શ્રી શેલમ પર્વત કરનુલ જિલ્લાના નલ્લા-મલ્લા ગાઢ જંગલો ની વચ્ચે આવેલું છે નલ્લા-મલ્લા નો મતલબ થાય છે સુંદર અને ઊંચો.
શ્રી મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ ની વિશેષતા
શ્રી શેલમ પર્વતના ઉંચા શિખર પર શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ને બીજા નંબરની જ્યોતિર્લિંગ છે જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના નામ નો અર્થ થાય છે મલ્લિકા એટલે પાર્વતી માતા અને અર્જુન એટલે શંકર ભગવાન થાય છે અહીં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા થાય છે મંદિરમાં માતા પાર્વતીને ભ્રામબાના સ્વરૂપે પૂજાય છે અને મંદિરની દિવાલો 600 ફૂટ ઊંચાઈ 152 મીટર અને 8.5 મીટર છે દિવાલ ઉપર મૂર્તિઓને બનાવેલી છે કે જેને જોતા જ આપણને અદભુત આશ્ચર્ય થાય છે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર્વતોની વચ્ચે કુદરતી સૌંદર્યનું ઘણું મહત્વ ધરાવે છે સ્કંદપુરાણ મા શેલ કાંડ અધ્યાયમાં આ મંદિરનો વર્ણન મળે છે આનાથી આ મંદિરની પ્રાચીનતા ખબર પડે છે જ્યારે આદિ શંકરાચાર્ય આ જ્યોતિર્લિંગ મંદિર ની યાત્રા કરી હતી ત્યારે તેમને શિવાનંદ લહેરીની રચના કરી હતી.
અહી પહોંચવા માટે રસ્તામાં જંગલોમાં થઈને પસાર થવું પડે છે આશરે 40 કિલોમીટરના અંદર પસાર થાય છે જંગલો વચ્ચે થી રસ્તાઓ પસાર થાય છે આ કારણથી વન વિભાગ દ્વારા સાંજે 6:00 વાગ્યા પછી જવાની મનાઈ છે અને સવારના 6:00 વાગ્યા પછી આ દરવાજા ખોલવામાં આવે છે જંગલના રસ્તે શેલ ડેમ જોવા મળે છે તેના જળધોધ નો સુંદર નજારો જોવાલાયક છે મંદિર સવારના 4:30 વાગ્યાથી બપોરના 3:30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે અને પછી સાંજના 4:30 થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ઉદ્ભવની પૌરાણિક કથા
પૌરાણિક કથા મુજબ જ્યારે શ્રી ગણેશ અને તેમના ભાઈ કાર્તિકેય સ્વામી જે પોતાના વિવાહ માટે અંદરો અંદર ઝગડવા લાગ્યા હતા કે પહેલા મારા લગ્ન થવા જોઈએ અને કાર્તિકે એમ કહ્યું કે હું મોટો છું તે માટે મારા વિવાહ પહેલા થવા જોઈએ આમ શ્રી ગણેશજી પોતાના લગ્ન કરવા માટે જીદ કરવા લાગ્યા જ્યારે મહાદેવજી અને પાર્વતી માતાને તેમના ઝઘડા ની ખબર પડી ત્યારે આ ઝઘડા ના નિવારણ કરવા માટે કાર્તિકે અને શ્રી ગણેશજીને બોલાવે છે અને તેમની સામે એક પ્રસ્તાવ મૂકે છે મહાદેવજી બંને ભાઈઓને કહ્યું કે તમે બંને ભાઈઓ પૃથ્વીની પરિક્રમા કરીને આવો જે પહેલા આવશે તેના લગ્ન પહેલાં થશે આ કથા તમે જરૂરથી સાંભળી હશે પણ આ કથા ના પાછળથી એવી ઘટના બને છે કે જેના કારણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ની સ્થાપના થાય છે.
મહાદેવજી ની વાત સાંભળીને કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરવા માટે નિકળી ગયા અને ગણેશજી વિચારતા હતા કે તેમનું શરીર વધુ છે અને મુસકદેવની સવારીથી પણ આ પરિક્રમા પાર નહીં પડી શકે પણ ગણેશજીની બુદ્ધિ વધુ હતી તેમને એક ઉપાય આવ્યો તેમને મહાદેવજી અને પાર્વતી માતાને આસન પર બેસાડીને તેમની સાત વાર પરિક્રમા કરી તેમની આ ચતુર બુદ્ધિથી મહાદેવજી અને પાર્વતી માતા ખુશ થયા અને ગણેશજીના વિવાહ કાર્તિકેય થી પહેલા કરાવી નાખ્યા જ્યાં સુધી કાર્તિકેય પૃથ્વી ની પરિક્રમા કરીને પાછા આવતા હોય છે ત્યાં સુધી મા તો શ્રી ગણેશજીના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે થઈ ગયા હતા અને તેમને બે પુત્રો પણ હતા શુભ અને લાભ.
કાર્તિકેય આવીને આ બધું જોવે છે તો તે નારાજ થઈને કોચ નામના પર્વત તરફ જતા રહે છે મહાદેવજી અને પાર્વતી માતા તેમને મનાવવા દેવર્ષિ નારદજીને મોકલે છે પણ કાર્તિકેય માનતા નથી ત્યાર પછી પાર્વતી માતા પણ કોચ પર્વત પર જાય છે અને મહાદેવજી પણ ત્યાં જાય છે અને ત્યાં જ્યોતિર્લિંગના સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારથી આ જ્યોતિર્લિંગ ને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના નામથી ઓળખાય છે મલ્લિકાએ પાર્વતી માતાનું નામ છે અને અર્જુન એ મહાદેવજી નું નામ છે
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચવા માટે
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જવા માટે રોડ, રેલવે અને વિમાન દ્વારા જઈ શકાય છે વિજયવાડા, તિરુપતિ, અંનતપુર, હૈદરાબાદ અને મહેબૂબનગર થી શ્રી શેલમ જવા માટે સરકારી અને ખાનગી બસોની વ્યવસ્થા છે અને હૈદરાબાદ નું રાજીવ ગાંધી એરપોર્ટથી 137 કિલોમીટર દૂર છે અહીંથી ટેક્સીઓ અને બસો દ્વારા પણ પહોંચી શકાય છે નજીકનું રેલવે સ્ટેશન મુલકાપુર રોડ છે 62 કિલોમીટરનું અંતર ધરાવે છે અહીંથી પણ ટેક્સી દ્વારા પહોંચી શકાય.
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મહાદેવ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો