કડી ના મલહાર રાવ ની મેલડી માતા નો ઇતિહાસ- Kadi na malhar rav ni Medali mata history

કડી ના મલહાર રાવ ની મેલડી માતા નો ઇતિહાસ - Kadi na malhar rav ni Medali mata history

મહેસાણા જિલ્લામાં આવેલા કડીના મેલડી માતાનો ઇતિહાસ Kadi Meladi mata history આશરે 150 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ છે. 

તે સમયે  કડી એ વડોદરા ના ગાયકવાડના તાબા હેઠળ આવેલું એક રજવાડું હતું કડી વડોદરા થી ધણુ દૂર હતું જ્યારે નજીકમાં જ વિરમગામ મા નવાબનું રાજ હતુ નવાબને અંગ્રેજો સાથે સારા સંબંધો હતા. આમ નવાબો કડી પરગણું અંગ્રેજોની મદદથી કડી ને પડાવી લેવાની યોજનાઓ ઘડી હતી ખંડેરાવ ગાયકવાડના નાનાભાઈ મલ્હાર રાવ ને કડી રજવાડાનું પરગણું ના ચોથા ભાગ આપી દીધું હતું અને આમ તે મલ્હાર રાવ કડીમાં રાજ કરતો હતો કડી તે સમયમાં ખૂબ સારી જાહોજલાલી વાળું નગર હતું તેની આવક સારી હતી કડી ને સોનાની દડી કહેવામાં આવતું હતું મલ્હાર રાવે કડીમાં 7 માળ નો મહેલ બનાવ્યો હતો તે મેલડી માતાનો ભક્ત હતો મેલડી માતાનું સ્થાન બનાવ્યું હતું અને નિયમિત રોજ બે ટાઈમ માની પૂજા પાઠ કરતો હતો જેટલો ભક્ત હતો એટલો જ કઠોળ પણ હતો. 

એક કથા મુજબ મલ્હાર રાવે મેલડી માતાના ભક્ત હતા તેની જાણ  આખી પ્રજામાં ધીરે ધીરે વાતો થવા લાગી ગામ વાસીઓ મલ્હાર રાવ ને સારું દેખાડવા માટે મેલડી માતાની પૂજા અર્ચના કરવા લાગ્યા પછી તો જેમ જેમ સમય ગયો તેમ તેમ ઘરે ઘરે મેલડી માતાના ભુવા થવા લાગ્યા મલ્હાર રાવને વિચાર આવ્યો કે ગામ વાસીઓ મને સારું લગાડવા માટે મેલડીમાની પૂજા કરે છે અને ખોટા રવાડે ચડે છ તે બસ ખાલી મને સારું લાગે તે માટે આવું કરી રહ્યા છે મારે આ લોકોને સીધા કરવા પડશે નહીં તો આ શ્રદ્ધા અંધશ્રદ્ધા નું સ્થાન લઈ લેશે આવા વિચાર થી મલ્હાર રાવે સાતમા માળે માતાજીના મંદિરની જોડે કોળાની વેલ વાવી સમય જતા નાના નાના કોળા આવવા લાગ્યા હવે ગામના કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો કુંભાર ને એવો વિચાર આવ્યો કે રાજા ને કઇક વાવવું હશે કુંભારે ઘડો રાજાને આપ્યો ત્યારબાદ તે ઘડામાં નાનું કોળુ મૂક્યું અને તેને મોટું થવા માટે ત્યાં જ લટકાવી દીધું સમય જતા કોળુ મોટું થયું અને ઘડા ના બરાબર અંદર ફસાઈ ગયું ત્યાર પછી રાજા મલ્હાર રાવે આખા નગરમાં સંદેશો મોકલાવ્યો કે કડીમાં માતાજીના માંડવો રાખવામાં આવ્યો છે જેમાં ફક્ત મેલડી માતાના જ ભુવા હોય તેમને જ પધારવું. 

આ સંદેશો આખા ગામમાં ફરી વળ્યો બધા બનેલા ભુવા કડીના મહેલમાં આવવા તૈયાર થઈ ગયા પછી બધાને રાજા એ કહ્યું કે તમારે મારા એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કહ્યું કે મેં સાતમાં માળ ઉપર માતાજીના મંદિર જોડે કઈ વસ્તુ સંતાડી છે આજે તમારી પરીક્ષા છે તમે તમારી માતાજીને પૂછીને કહો અથવા દાણા નાખીને જોઈ લો સવાસો જેટલા ભુવાઓ આવ્યા હતા તેઓ આમાં મુજવાઈ ગયા કોઈ કઈ જવાબ આપી શક્યો નહીં ત્યારે રાજા એ બધા ભુવા ને એક મહિના માટે જેલમાં બંધ કર્યા. 

મલ્હાર રાવે પણ ગામે ગામે તપાસ કરીને મેલડી માતાના ભુવા કોઈ પરીક્ષામાંથી બાકી તો નથી રહી જતો ને તેની જાણ કરાવી પછી તેના કાને ખબર આવી કે જીવણ બાર નામનો વ્યક્તિ જે દેવુંસણા ગામનો છે જે રબારી છે તે મેલડી માતાનો ભૂવો છે તેમની સાથે મેલડી માં ધૂણે છે મલ્હાર રાવે તેમના કેટલાક સૈનિકોને મોકલ્યા અને કહ્યું કે જ્યાં પણ હોય ત્યાંથી તેને માન સન્માનની સાથે લેતા આવો અને જો આવવાનું ના પાડે તો જો જોર જબરજસ્તી થી લેતા આવજો ત્યારે સૈનિકો ગયા અને તેમની પુછપરછ કરી કોઈ એ તેમને કહ્યું કે તેઓ ઢોર ચરાવવા ગયા છે અને સૈનિકો સીમ મા ગયા અને જીવણ બાર ને કહ્યું કે કડીના રાજાએ તમને તેડાવ્યા છે તો ચાલો અમારી સાથે ત્યારે સૈનિકોને જીવણ બારે કહ્યું કે હું પહેલા મારી માતાજીની રજા લઈ લઉં છું પછી તમારી સાથે આવીશ તેમને વડની નીચે બેસીને દાણો જોઈને માતાજીની રજા માંગી ત્યારે માતાજીએ તેમને કહ્યું કે ચાર ઘોડા ની બગી આવે તો જ તું જજે આમ જીવણ બારે સૈનિકને કહ્યું કે ચાર ઘોડા ની બગી મંગાવો તો જ હું આવીશ સૈનિકો ના પાડતા હતા ત્યારે જીવણ બારે કહ્યું કે હું પણ ચિઠ્ઠીનો ચાકર છું અને તમે પણ ચિઠ્ઠી ના ચાકર છો આ વાત રાજા અને મેલડી માતાની વચ્ચે છે પછી સૈનિકોએ આ વાત રાજા ને કહી ત્યારે તેમને ચાર ઘોડા ની બગી મોકલી તે જીવણ બાર આવે છે તેને જોઈને મલ્હાર રાવ ના મનમાં થયું આ તો છોકરો લાગે છે આ પણ સીધો જેલ મા ભેગો થશે એને 126 મો ભુવો થશે. 

જીવણ બાર મલ્હાર રાવ ને કહ્યું કે રાજા આ બધા ભુવાઓને મુક્ત કરો  કેમ આમને બંદી બનાવીને રાખ્યા છે ભુવાઓ મેલડી માતાનું નામ તો લે જ છે ને પછી તમને કહ્યું કે રાજા કોળા ને કોળા કેમનું કહેવાય એ પણ તમે ઘડા માં રાખ્યું છે મને પૂછ્યું હોત તો પણ હું ના કહી શકત આ તો તુક્કો કહેવાય આમાં મેલડી માં ક્યાંથી આવી. 

મલ્હાર રાવ આ સાંભળીને ચોકી ગયા અને તેમને થયું કે આ જીવણ બાર જોડે નક્કી માતાજી વાતો કરતા હશે પછી મલ્હાર રાવે કહ્યું હવે શું કરવું છે તો તેમને કહેજો કે આ સવાસો ભુવાઓને મુક્ત કરી દો અને બધાને ઇનામ આપી જવા દો મલ્હાર રાવે ઘડો લાવ્યો અને જીવણ બારે કોળાની દંડી દાતથી પકડીને આખું બહાર ખેંચીને કાઢ્યું અને ઘડા ને પણ કઈ નુકસાન ના થયું તે દિવસે કડી ના મહેલમાં કોળાની પ્રસાદી વહેંચાઈ. 

બીજી લોકવાર્તા પ્રમાણે

કલયુગમાં દેવી ચમત્કારી તેવું ધામ એટલે કડીની મેલડી માતાનું ઘામ  

મહેસાણા પાસે જાસલપુર ગામ હતું અને કડી માં રાજા મલ્હાર રાવનુ રાજ હતું એક વખતે રાજા  શિકાર કરવા નીકળ્યા હતા આગળ જતા તેમને તરસ લાગી અને તેને તમને જાસલપર ની વાવ દેખાઈ ત્યાં દેવીપુજક સમાજના જુના વ્યક્તિએ મેલડી માતા ને બેસાડયા હતા રાજાએ પાણી પીવા માટે વાવમાં ઉતર્યા વાવ મા તેને પથ્થર જોયા એ પથ્થર તેને પસંદ આવી ગયા અને તે વિચારવા લાગ્યો કે આ વાવના પથ્થર જો હું મારા મહેલમાં લગાડું તો મારો મહેલ સુંદર દેખાશે કાલે જ ગાડા સાથે માણસોને મોકલીને આ વાવને તોડાવીને તેના પથ્થરો લઈ જઉ મહેલમાં પછી તો ભલે ને યુદ્ધ કરવું પડે પણ આ પથ્થર તો લેવા જ પડશે. 

બીજા દિવસે રાજા 35 જેટલા ગાડા લઈને આવ્યો અને સંદેશો આપ્યો કે જાસલપુર ની વાવ હવે તોડી નાખવાની છે તેના પથ્થરો હું મારા મહેલમાં લઈ જવાનો છું ત્યારે ત્યાં દેવીપુજક સમાજની એક ડોશીમા બોલ્યા કે આ વાવમાં રહેવા વાળી મારી મેલડી જતી રહી લાગે છે આ વાવમાં મેલડી બેઠેલી છે જે મારા બાપની દેવી છે આ રાજા જો આ વાવ તોડી નાખે તો હું માનીશ કે આ વાવ માં મેલડીમાં નથી પણ કોઈ ભૂત બેઠુ હશે કાતો કોઈ વાદિલો આ મેલડી માતાને લઈ ગયો હશે જો આ મારી વાત મેલડીમાં વાવમાં હોય અને સાંભળતા હોય તો રાજા ને સાત પેઢી સુધી નહીં શોધીએ હાથે નહીં આવે નહીંતર તો મારી મેલડી ને પૂજવી એ નકામી છે આમ ડોશીમા બોલતા બોલતા રડવા લાગ્યા અને કહ્યું કે જોજો મા આ વાવ તૂટી ના જાય નહિતર દેવીપૂજક ના સમાજને કાલી ટિડી લાગશે આટલું બોલતાં જ બાજુમાં સાત વર્ષની દેવીપુજક ની છોકરી ધુણવા લાગી અને બોલી કે જાસલપુર ની વાવની મેલડી બોલું છું ત્યારે ડોશી બોલ્યા કે આ વાવને કડી નો રાજા તોડી નાખશે તો તને કહી નહીં થાય માં ત્યારે મેલડીમાં બોલ્યા કે જો કડી નો રાજા આ પથ્થર લઈ જાય અને આ વાવ ના પથ્થર ના કાગડે કાગડે નાગિન થઈને રાજા ને ભાન વગરનો ભટકતો ના કરી નાખુ અને કડી ના એનો મહેલ સાત વખત પડતો કરું અને જેટલી વખત બનાવે તેટલી વાર પડતો ના કરુ અને  7 મા માળે  ગર્જના કરીને મેલડી બનીને બેસુ જેને આખું જગત જાસલપુર ની મેલડી તરીકે ઓળખે કડીના કાગડે કાગડે બેસી જઉ અને 52 ગજની ધજા વાળી મા કહેવાઉ તો માનજે કે માં મેલડી બોલતી હતી ત્યાર પછી 35 ગાડા અને 1 હાથી આવ્યા અને પાછળથી બીજા 13 હાથીઓ આવ્યા ત્યારે 7 વર્ષની દીકરી ફરીથી બોલી ડોશીબા સાંભળ હુ જાસલપુર વાવની મેલડી બોલું છું ડોશીબા એ કહ્યું કે બોલો બોલો મા ત્યારે માતાજી બોલ્યા કે 35 ગાડાના બળદિયાઓ મરી જાય અને ગાડાના હુપડા ભાગી જાય અને 13- 13 હાથીને નંદાસણની સીમમાં જો ધરતી ફાડીને નીચે ના દાટી દઉ તો માનજે કે હું જાસલપુર ની મેલડી બોલી હતી ત્યાર પછી રાજા ના સૈનિકો એ પથ્થર તોડીને ગાડામાં મૂક્યા અને તે લઈ જતા હતા જેવા જ ગાડા નંદાસણ પહોંચ્યા તેવા જ બળદો મરી ગયા અને તે 13 -13 હાથીઓ હતા તે જમીન ફાટી ને અંદર ડેટાઇ ગયા આજે પણ નંદાસણમાં જયા 13 હાથીઓ ડટાયા હતા તે જગ્યા મૌજુદ છે અને જેને હાથીયા ટીંડો તરીકે ઓળખવામાં આવે છે. 

પછી માતાજીએ વિચાર્યું કે જો આ પથ્થર કડીમાં લઈ જાય તો મને ઓળખશે કોણ એકવાર રાજાનો મહેલ તો બનવા તો દે પછી રાજા મલ્હાર રાવે 23 ગાડા મોકલ્યા અને પથ્થરો ગાડા મા ભરી ને કડી મા લઇ ગયા પછી મહેલ બનવાનું કામ ચાલુ કર્યું જેવો 7 મો માળ બનાવ્યો તેવો જ મહેલ આખો નીચે પડ્યો ફરીથી 3 મહિનામાં પાછો બનાવો પણ પાછો મેલડીમાં એ પાડ્યો આમ 7 વાર મહેલ બન્યો અને મેલડી માં એ પાડયો પછી મેલડીમાં એ વિચાર કર્યો કે રાજા ને પરચો આપુ તે માતાજીએ તેમના સપનામાં આવ્યા અને કહ્યું કે મારી વાવના પથ્થર મૂકી દે નહીં તો જડીએ નહી જડે તુ પછી રાજા બોલ્યો કોણ છો માતા બોલી હુ મેલડી છુ રાજા એ કહ્યું આવી મેલડી તો બહુ મારા ખિસ્સામાં પડી છે હુ આ કડીનો રાજા છું તારાથી જે થાય તે કરી દેજે

પછી મહારાજા ગામે ગામેથી સાધુ સંતો અને બ્રાહ્મણને બોલાવ્યા અને આ મહેલ પડી જવાનું કારણ પૂછ્યું તે લોકોએ જવાબ આપ્યો કે આમાં અમને કંઈ ખબર ના પડે રાજા કહ્યું કે કંઈ ખબર ના પડે તો મફતના પૈસા લઈ જાઓ છો આમ કહીને તે દરેકને જેલ મા બંધ કર્યા તેમાંથી કારભારી બોલ્યો કે રાજા આમાં બ્રાહ્મણો કે સંતોનું કામ નહિ આમાતો માતાજીના ભુવા નું કામ છે તેમને બોલાવો ગામે ગામેથી ભુવાઓ બોલાવ્યા અને કીધું કે જો તમારી માતા સાચી હોય તો કેજો નહીં તો પૂરું તમને બધાને જેલમાં આમ ભુવાઓને પણ પુરયા જેલ મા અને રોજ ભુવાઓને મરચાનો ધૂપ આપતો અને અત્યાચાર કરતો તેમાંથી એક ભુવો બોલ્યો કે રાજા અમારી બધી માતાઓના અને પારખા કર્યા પણ તમે મેલડી માતા ના પારખા કરી જો જો મહુડા પાસે જીવણ રબારી છે તે દેવીપૂજકની માતા પૂજે છે જેનું નામ વિહત મેલડી છે અને રાજા અમારી ભક્તિમાં કોઈ ખોટ હશે માટે મારી માતા કામ નથી કરતી. 

ત્યાર પછી રાજાએ જીવણ ભુવા ને બોલાવ્યો તે જીવન ભૂવો વિચારવા લાગ્યો કે આ રાજા તો ભુવાઓ અને સંતોને જેલમાં પૂરી નાખે છે અને જો હું આના કરી શક્યો તો મારી જોડે પણ આવું જ કરશે મા ત્યારબાદ બાજુમાંથી 7 વર્ષની બાળકી ધુની અને બોલી જીવણિયા હુ તારી વિહત મેલડી બોલું છું રાજાના સૈનિકો તને લેવા આવ્યા અને તને બીક લાગી ગઈ તો જીવણ બોલ્યો કે કેટલાય ભુવાઓ જેલમાં પડ્યા છે ત્યા તો કોઈ ચાલતું જ નથી તો હું શું કરીશ ત્યારે મેલડી મા બોલ્યા કે હે દીકરા આ બધી રમત તો મારી જ છે મને તો જાસલપુર ની મેલડી એ ટહુકો કર્યો હતો માતાજી એ જીવણને કહ્યું કે તું જા ગામની બહાર નીકળતા એક વખડાનું ઝાડ છે ત્યાં તું ઉભો રહેજે અને રાજા ના 19 ઘોડા તને લેવા આવશે અને તમને થોડી વાર ત્યાં જ ઉભો રાખજે અને વરખડીના ઝાડ પર જઈ 

આ પસેડી તારા જમણા ખભા પર રાખજે અને આકાશમાંથી કાળી ચકલી આવી તારા ખભા ઉપર બેસી જાય તો સમજજે કે મેલડી તારી સાથે છે જીવણને જેવું માતાજીએ કહ્યું તેવું જ કર્યું જોતામાં જ ચકલી આવી ને ખભે બેસી જીવણ બોલ્યો કે હવે તેની બીક હવે તો મારી માતા મારી જોડે છે અને તે મહેલમાં આવ્યો પછી રાજા બોલ્યો કે કેટલાય ભુવાઓ અહીં ગરમ ગરમ તેલ માંથી સિક્કા કાઢવાનું કહ્યું હતું પણ તેમના હાથ પણ દાજી ગયા છે તો તારું શું થશે તેને જીવણ બોલ્યો આવી કડાઈમાં હાથ નાખવાથી સિક્કા હું ના કાઢુ સવામણ તેલ ગરમ કરો અને મોટુ તગારુ લાવો એમાં નાખો તેલ એમાં મારે નાહવું છે ત્યાર પછી ગરમ ગરમ તેલમાં હે મા મેલડી બોલીને કડાઇ મા પલોઠી મારીને બેસી ગયો અને ખોબે-ખોબે તેલ પીવા લાગ્યો રાજા આ જોઈને આંખો ફાટી ગઈ તેને કહ્યું કે આ મેલડી નહિ પણ કોઈ જાદુગર લાગે છે સાચું બોલ તું ભૂવો નથી પણ કોઈ જાદુ વિદ્યા કરે છે જો જીવણ તારી મેલડી સાચી હોય તો મને પ્રમાણ આપ કે મારા મહેલના સાતમા માળે શું પડ્યું છે જીવન બોલ્યો કે સાતમાં માળે એક માટલીમાં સાકર પડી છે અને એક બાજુમાં બિલાડી છે સાચું ને પછી રાજા બોલજો કે સાચું પણ હું એમ નહિ માનું ત્યારે મેલડી ત્યારે મેલડી બોલી કે તારે જીવવું છે કે મરી જવું છે ત્યારે રાજા બોલ્યો કે મને તું મારીશ હું કડીનો રાજા છું તું મને મારીશ ખરી ત્યારે તોપો નો અવાજ સંભળાયો અને રાજા ગભરાઈ ગયો ફરી મેલડીમાં બોલ્યા કે દુશ્મન રાજય એ તારા રાજ્ય પર ચઢાઈ કરી છે હવે તું ત્રણ દિવસનો મહેમાન છે ત્યારે મલ્હાર રાવ ને કાળી ચકલી દેખાવા લાગી અને થોડી વાર પછી જ એ ચકલી માંથી મેલડીમાં પ્રગટ થયા પછી રાજા મેલડીમાંના પગે પડીને કગરવા લાગ્યો કે માં તમે પોતે છો રાજા બોલ્ય માં તમે મારી ઈચ્છા પૂરી કરો તો હું માનું માતાએ કહ્યું કે બોલ શું છે ઇચ્છા માડી મને વચન આપો તો માનુ માતાએ કહ્યું કે હા બોલ શું માં મારે સંતાન નથી ત્યારે માતાજી એ કહ્યું કે નવ મહિના પછી તારી રાનીને બે જુડવા બાળકો થશે તો માનજે કે હું મેલડી હતી અને આજથી કડીનો મહેલ હવે તારો નથી રાજાએ પૂછ્યું કે કેમ માડી તો માતા બોલી કે વાવ ની અંદર એક ડોશી ને મેં વચન આપ્યું હતું કે કડીના મહેલના સાતમાં માળે જઈ મેલડી ના થઉને તો જાસલપુર ની મેલડી બોલી હતી. 

આજ પછી કળીયુગ નો માનવી દર્શન કરવા આવે ને તો સાતમા માળે હુ મેલડી બેઠી છું ઉપર જઈને જોઈ લે રાજા સાતમા માળે ગોખલે ગોખલે નાગ દેખાશે પછી મલ્હાર રાવે માતાજીને ધજા કરી અને તે દિવસથી કહેવાય છે કે મલ્હાર રાવ તે તો મારા પારખા કર્યા જા તને વચન આપું છું કે કાળા કળીયુગ નો માનવી જો મારું નામ લેશે ને તો તે એમ કહેશે કે કડી ના રાજા મલ્હાર રાવ ની મેલડી જા રાજા તારું આટલુ નામ કળીયુગ મા પણ મારી સાથે બોલાશે જો કોઈ માનવી મારું નામ લેશે અને એની દરેક ઈચ્છા પૂરી થશે. 

જાસલપર ની મેલડી માતા અને નંદાસણ ના સૈયદ નો ઇતિહાસ

રાજા મલ્હાર રાવ જ્યારે  કડી ના મેલડી માતાની વાવ તોડી હતી અને તેના પથ્થરો કડી લઈ જતો હતો ત્યારે મેલડી માતાએ  મલ્હાર રાવને મારવા કડી પહોચ્યા હતા પણ આ વાવ પથ્થર હતો જે જે કડી અને જાસલપર ની વચ્ચે આવેલું નંદાસર ગામમાં પડ્યો હતો સમય જતા સાત વર્ષ જેવા સમય વીતી જાય છે ત્યારે એક મુસ્લિમ બાઈએ આ પથ્થરને પોતાના ઘરે લઈ ગઈ હતી અને મુસ્લિમ મહિલાએ જ્યારે તે પથ્થર ઉપર કપડાં ધોવા બેઠી ત્યારે મુસ્લિમ બાઈએ કપડાને ધોકા મારતા હતા ત્યારે જ મુસ્લિમ બાઇને અચાનક ધુણવા લાગી અને કહેવા લાગી કે ખમ્મા ખમ્મા હુ જાસલપુર વાવની મેલડી આવી છું આમ સાતેક વર્ષ પહેલાની જાસલપુર ની મેલડી માતા જાગૃત બન્યા હતા. 

આ સમયે તાજીયા નો તહેવાર હતો અને બન્યું એવું કે મુસલમાનો ના તાજીયા ત્યાંથી નીકળતા હતા અને આ બાજુમાં મુસ્લિમ બાઈ ધુણતા હતા અને બીજી બાજુ મા તાજીયા નીકળતા હતા ત્યાર બાદ બધા મુસ્લિમો કહેવા લાગ્યા કે આ કોઈ હિન્દુઓની માતા ધુણે છે તેથી દૂર રહેજો ત્યા નંદાસણ નો રાજ સુબો જેનું નામ સૈયદ હતું  તે પણ આ બધું જોતો હતો અને ત્યાં જ હાજર હતો. 

ત્યારે આ સૈયદ સુબાને વિચાર આવ્યો કે આ માતા સાચી લાગે છે પણ તેમને હું કઈ રીતે પારખી સખુ તેમને માતાજીને પારખવા માટે સૈયદ સુબા એ કહ્યું કે હે માતા જો તમે જાસલપુર ની વાવની મેલડી માં હોય તો કહો કે અત્યારે મારા મનમાં કઈ વાત ચાલે છે તે કહો તો હું  અમારા નંદાસણના 200 કુટુંબોના ઘરોના મુસલમાનો છીએ અમે બધાય નમાજ પછી પડીશું પણ પહેલા તમારી પૂજા કરીશું

ત્યારે તે મુસ્લિમ બાઈ જે ધુણતી હતી તેમને હાકોટા સાથે કહ્યું કે સાંભળ સુબા સૈયદ તારા ઘરે ત્રણ બીબીઓ છે અને તારી ઉંમર 60 વર્ષની છે પણ તારા ઘરમાં સંતાન સુખ નથી અને તું મને ધુણતી જોઈને તારા મનમાં વિચાર કરવા લાગ્યો કે આ માતા મને દીકરો આપશે કે નહીં આ સાંભળતા સૈયદ સુબો માતાજીના પગે પડ્યો અને માતાજી એ તેને કહ્યું કે જ્યાં આજથી નવ મહિના અને 13 દિવસ પછી તારી ત્રણે બીબીઓને એક સાથે એક સમયે અને એક એક દીકરાનો જન્મ આપુ તો એમ માનજે કે હું જાસલપુર ની વાવ ની મેલડી એ આપ્યા છે. 

સમય જતા સૈયદને તેજ સમયગાળામાં ત્રણ દીકરાઓ આપ્યા આમ આજની તારીખે પણ જાસલપુરમાં મુસલમાન નો નમાજ પઢવા જતા પહેલા બડી અમ્મા કહીને મેલડી માતાની પૂજા પહેલા કરે છે. 

જય કડી ના રાજા મલ્હાર રાવ ની મેલડી મા. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history