આઈ શ્રી ખોડીયાર માતાનો ઇતિહાસ - Khodiyar ma history
આઈ શ્રી ખોડીયાર માતાનો ઇતિહાસ
ખોડીયાર માતાનો ઇતિહાસ આઈ શ્રી ખોડીયાર માતાનુ પ્રાગટ્ય ભાવનગરના બોટાદના પાળીયાદ જોડે રોહિશાળા નામના નાના એવા ગામમાં સ્થાનક છે આ ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો
ખોડીયાર માતાનો ઇતિહાસ મૈત્રક વંશના રાજા શિલાદિત્ય વલ્લભીપુર (ભાવનગરમાં) તેમનું રાજ હતું રાજાના દરબારમાં સાહિત્ય, સંગીત, અને કળા કારીગરો ને ખૂબ જ માન સન્માન કરતો હતો તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારોને સ્થાન મળતું હતું મામડિયો ચારણ એ મહાદેવજીનો પરમ ભક્ત હતો તે પશુપાલક હતો તે પોતાનું જીવન ઈમાનદારીથી જીવતો હતો આવા ગુણોના કારણે રાજા શિલાદિત્ય ના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું
તે રાજાનો પરમમિત્ર ગણાતો હતો રાજા સાથે પણ તેમના સંબંધો સારા હતા પણ આમની આવી સારી મિત્રતાને કોઈની નજર લાગી ગઈ કોઈએ રાજા ને કહ્યું કે વાનઝીયા નુ મો જોવાથી રાજ્યના કાર્યોમાં વિધન આવે અને અડચન આવે છે મામડિયો ચારણ તો વાણીયો છે તમે એની સાથે બહુ મિત્રતા ના કરો પછી રાજાએ ધીમે ધીમે મામડિયા સાથે મિત્રતા ઓછી કરી તેના પ્રત્યે પ્રેમ પણ ઘટવા લાગ્યો હતો પછી એકવાર મામડિયાએ રાજાને પૂછ્યું કે તમે મારાથી ઉદાસ લાગો છો તમે મારી સાથે પહેલા જેવો વ્યવહાર કેમ નથી રાખતા ત્યારે રાજા એ મામડિયા ને કહ્યું કે તું વાંઝિયો છે અને વાંઝિયા નું મુખ જોઈએ તો કાર્યમાં વિઘ્ન અને અપશુકન આવે એવું શાસ્ત્રો કહે છે માટે હું તારી સાથે દોસ્તી ઓછી કરી દીધી.
આ સાંભળીને મામડિયો નિરાશ થઈને ઘરે આવ્યો અને આ બધી વાતો પોતાની પત્ની દેવળબા ને કરી આમ બંને પતિ પત્ની દુખી થયા અને પછી તેમને મહાદેવજી ની અખંડ પૂજા આરાધના કરવા લાગ્યા અને કહ્યું કે મહાદેવજી મને પુત્રફળ નહીં આપે તો હું કમળ પૂજા કરીશ આમ મામડિયા એ અંન અને જળ નો ત્યાગ પણ કર્યો અને સમય જતા આઠ દિવસ પછી મહાદેવજી પ્રસન્ન થયા અને કહ્યું કે તમે આઠ દિવસ સુધી મારી તપસ્યા કરી છે તેના માટે હું તમને આઠ સંતાનો આપું છું તેમાંથી સાત દીકરીઓ અને એક દીકરો હશે અને સાંભળ મામડિયા જે સૌથી નાની દીકરી હશે તે જોગમાયા શક્તિનો અવતાર હશે અને તે દુનિયાનો ઉદ્દાર કરશે ભક્તો ના દુઃખો દૂર કરશે હવે તું આઠ પારણા બંધાવજે આમ મામડિયા ની અપાર ભક્તિથી મહાદેવજીએ તેમનું વાંઝિયાપણુ દૂર કર્યું મામડિયાના સાત સંતાનોના નામ આવડ, જોગડ, તોગડિયા, બીજબાઈ, હોલબાઈ, સાસાઇ, અને જોનબાઈ (ખોડીયાર) અને એક દીકરાનું નામ મેરેખિયો હતુ.
જોનબાઈ નું નામ ખોડીયાર માતા કઈ રીતે પડ્યું
ખોડીયાર મા એ નાનપણથી જ અનેક પરચા પુરા પાડ્યા હતા અનેક દુઃખીયા ના દુઃખો દૂર કર્યા હતા એક વાર તેમના ભાઈ મેરખિયાને એક ઝેરી સાથે ડંખ માર્યો હતો ત્યારે ખબર પડી કે પાતાળ માંથી અમરકુપો નામની વનસ્પતિ છે જે પીવડાવવાથી સાપનું ઝેર ઉતરી જાય છે ત્યારે ખોડીયાર માતાએ અમરકુપો લેવા માટે પાતાળ માં જવા માટે સમુદ્રમાં ગયા ત્યાં એક મગરે ખોડીયાર માતાની મદદ કરી હતી ત્યાં ખોડીયાર માને અમરકુપો મળે છે અને તે લઈને જ્યારે ઉપર આવતા હોય છે તેને તેમના પગમાં એક પથ્થર વાગવાથી તેમના પગે થોડું વાગ્યું હોય છે જેના કારણે તેમને ચાવવામાં થોડી મુશ્કેલી થતી હતી જ્યારે બહાર આવીને ચાલવા લાગે છે ત્યારે તેમની બહેનોએ કહ્યું કે જાનબાઈ તો ખોડી થઈને આવે છે આમ તેમનું નામ ખોડીયાર માતા પડ્યું.
રાજપરા ધામ મા ખોડિયાર માતા નુ મંદિર કઇ રીતે બનયુ
ભાવનગર ના રાજા પોતાના મહેલમાં માતાજીને લઈ જવા માગતા હતા તેમને ખૂબ વિનંતી કરી માતાજી ને રાજાને છેવટે માતાજીએ આવવાની હા પાડી પણ રાજા ને અક શરત મૂકી કે હું તારી જોડે તારા મહેલ મા આવીશ તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ અને તું જ્યારે પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું અને તેજ જગ્યા એ મારુ સ્થાનક થશે આમ રાજાએ માતાજીને કહ્યું અને રાજાએ એ શરતને માને લીધી.
જય આઈ શ્રી ખોડીયાર મા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો