ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history
ઓમકારેશ્વર મંદિર એ ભગવાન મહાદેવજી ના 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખડવા જીલ્લા ના માતાધા કે શિવપુરી નામની જગ્યા એ નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાને એક ટાપુ પર આવેલું છે રહસ્યની વાત તો એ છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો છે અહીયા બે મંદિરો આવેલા છે ઓમકારેશ્વર અને અમરેશ્વર પણ દ્ધાશ (12) જ્યોતિર્લિંગ ના શ્લોક અનુસાર મમલેશ્વર જ્યોતિર્લિંગ છે નર્મદા નદીની પેલી બાજુ આવેલું છે ઓમકારેશ્વર ના દર્શન મંગળેશ્વરના દર્શન વિના અધુરા ગણાય છે શ્રદ્ધાળુઓ નર્મદાના નિર ને જોતા અદભુત પ્રાકૃતિક સૌંદર્યની સાથે જળ માર્ગથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવતા હોય છે મંદિરમાં ભક્તોને મહાદેવના દિવ્ય રૂપના દર્શન થાય છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નું સ્વરૂપ અન્ય શિવલિંગો કે જ્યોતિર્લિંગો કરતા અલગ પ્રકારનું છે પ્રાચીન માન્યતા મુજબ આ એક જ જ્યોતિર્લિંગના દર્શનથી બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી આ ત્રણેયના આશીર્વાદ મળે છે કોટીરુદ્ર સંહિતા ના 18 મા અધ્યાયમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પૌરાણિક ઇતિહાસ
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર એકવાર નારદમુનિ વિંધ્યાચલ પર્વત ની મુલાકાતે ગયા હતા ત્યાં વિંધ્યાચલ પર્વતે નારદમુનિ નું સ્વાગત કર્યું અને પછી વિંધ્યાચલ પર્વતે નારદમુનિને કહ્યું કે મારે તો અહીં બહુ સારું છે મને અહીં બધી જ સુવિધાઓ છે આમ વિંધ્યાચલ પર્વત થોડા અભિમાની હોય તેવું લાગ્યું નારદ મુનિને વિંધ્યાચલ બધું કહેતો ગયો અને નારદમુનિ સાંભળતા ગયા પછી નારદમુનિ એ વિંધ્યાચલ ને કહ્યું કે તમારે તો બધું છે તો પણ તમે મેરુ પર્વતથી નીચા છો મેરુ પર્વત તમારા થી બહુ ઊંચો છે તેનો ટોચનો જે ભાગ છે તે દેવતાઓ ના લોક સુધી પહોંચેલો છે જ્યારે તમારા શિખરનો ભાગ તો ક્યારે ત્યાં સુધી પહોંચી શકશે જ નહીં આમ આવું નારદમુનિ બોલીને ચાલ્યા ગયા પછી વિંધ્યાચલ પર્વત ને વિચાર આવ્યો કે મેરુ પર્વત મારા કરતાં પણ ઊંચો છે તેને તેણુ જીવન વ્યર્થ લાવવા લાગ્યું પછી તેને મહાદેવજીના શરણે જવાનું વિચાર્યું જ્યાં ઓમકારેશ્વરનું મંદિર છે ત્યાં વિંધ્યાચલ અખંડ તપસ્યા કરવા લાગ્યા અને આખરે તેમની તપસ્યા ફરી અને મહાદેવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા આમ મહાદેવજી ઓમકારની ભૂમિ પર પ્રગટ થયા હોય તે સ્થાનને ઓમકારેશ્વર ના નામે પ્રસિદ્ધ થયુ મહાદેવજીએ વિંધ્યાચલ પર્વત ને ઇચ્છિત વરદાન આપ્યું ત્યાં સર્વદેવતા ઓ અને ઋષિમુનિઓ ની વિનંતી થી મહાદેવજી એ લિંગના બે ભાગ કર્યા એક ભાગ ઓમકારેશ્વર કહેવાય છે અને બીજો ભાગ અમરેશ્વર કે મમલેશ્વર કહેવાય છે ત્યાર પછી વિંધ્યાચલ પર્વતે મહાદેવજીને કહ્યું કે મારે વધવુ છે તો મહાદેવજીએ તથાસ્તુ કરીને વરદાન આપ્યું પણ વિંધ્યાચલ જોડે એક શરત રાખી કે તું ક્યારેય મારા ભક્તોના માર્ગમાં આડો આવતો નહીં વિંધ્યાચલે શરત રાખી કે તું ક્યારે પણ મારા ભક્તોના માર્ગમાં આડો આવતો નહીં વિંધ્યાચલે શરતને હા પાડી અને પછી તેને વધવાનું ચાલુ કર્યું તેને સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો આ બધું જોતા બધા ઋષિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ જોડે ગયા આ ઘટના વિશેની જાણ કરી પછી અગસ્ત્ય ઋષિ અને તેમના પત્ની એ વિંધ્યાચલ પર્વત પાસે ગયા અને વિંધ્યાચલ પર્વત ને કહેવા લાગ્યા કે હું અને મારી પત્ની પર્વત ઉપર જઈએ છીએ અમે જ્યાં સુધી નીચે ના આવીએ ત્યાં સુધી તમે વધતા નહીં ત્યારે વિંધ્યાચલ પર્વતે પણ હા કહ્યું અને તે માની ગયા અને અગસ્ત્ય ઋષિ અને તેમના પત્ની આ પર્વતમાં ગયા અને પછી તે પાછા જ નહીં ગયા અને વિંધ્યાચલ પર્વત વધ્યો જ નહીં.
સ્કંદપુરાણ મુજબ જોઈએ તો સૂર્યવંશી રાજા માધાતા જે ભગવાન રામના પૂર્વજ ઇક્ષ્વાકુ કુળ ના રાજા હતા એ ઓમકાર પર્વત પર તપ કર્યું હતું અને તેમના તરફથી પ્રસન્ન થઈને મહાદેવ જી એ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિધમાન થયા હતા તેના કારણે ઓમકાર પર્વત એ માધાતા પર્વત તરીકે પણ ઓળખાય છે.
મમલેશ્વર મહાદેવ
ઓમકારેશ્વર ધામ નો જેટલો મહિમા છે તેટલો જ મહિમા મમલેશ્વરના ધામ માં છે દંતકથા મુજબ ઓમકારેશ્વર ના દર્શન ની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી કે જ્યાં સુધી ભક્તો મમલેશ્વરના દર્શન ના કરી લે કારણકે ઓમકારેશ્વરને મહાદેવજીની આત્મા મનાય છે તો મમલેશ્વરને તેમનું શરીર મનાય છે શિવપુરાણના કોટીરુદ્ર સહિતના 18 માં અધ્યાયમાં મુજબ ઓમકારેશ્વર અને મમલેશ્વર એ વાસ્તવમાં એક જ શિવલિંગ માંથી અલગ થયેલા બે શિવલિંગો છે દેવતા ઓની પ્રાર્થનાથી મહાદેવજીએ અહીં બે સ્વરૂપ ધારણ કર્યું હતું પ્રથમ ઓમકાર નામથી પ્રસિદ્ધ થયું અને બીજું અમલેશ્વર તેમજ મમલેશ્વર જેવા નામથી ઓળખાય છે જ્યોતિર્લિંગ ના દર્શનથી યાત્રાની પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અમદાવાદ થી આશરે 450 કિલોમીટર અને ઇંદોર થી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલું છે.
જય ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો