ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ-trimbakeshwar mahadev Jyotirlinga history
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ- trimbakeshwar Jyotirlinga history
ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - trimbakeshwar Jyotirlinga history ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નું મંદિર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર તાલુકામાં સહયાદ્વી પર્વતની તળેટીમાં આવેલું છે મહાદેવજી ની 12 જ્યોતિર્લિંગ માંથી આ એક જ્યોતિર્લિંગ છે ગોદાવરી નદી જેણે દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે આ ગોદાવરી નદીનું ઉદગમ સ્થાન ત્ર્યંબકેશ્વર પાસે આવેલું છે ત્ર્યંબક શબ્દનો અર્થ એટલે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ થાય છે. જ્ઞાનેશ્વરજી મહારાજ ના મોટાભાઈ એવા નિવૃત્તિનાથ મહારાજની સમાધિ પણ આ જગ્યાએ આવેલી છે.
ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નો પ્રાચીન ઇતિહાસ
બ્રહ્મગીરી પર્વત પાસે આવેલ નાસિકના ત્ર્યંબક નામના સ્થળે ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નું મંદિર આવેલું છે શિવપુરાણના કોટીરુદ્ર સહિતા મા આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ જોવા મળે છે
પ્રાચીન સમયમાં અહીં વર્ષો સુધી વરસાદ પડતો ન હતો જેના કારણે અહીં ભયંકર દુકાળ પડ્યો દુકાળના કારણે અહિના રહેવાસીઓ આ જગ્યા છોડીને બીજા સ્થળે જઈ રહેવા લાગ્યા ત્યાર પછી ગૌતમ ઋષિએ અહીં તપસ્યા કરી અને વરૂણદેવને પ્રસન્ન કર્યા ગૌતમ ઋષિએ વરૂણદેવને વરસાદના કારણે પડતાં દુકાળથી પાણીની અછતના કારણે લોકો અહીંથી સ્થળાંતર કરીને જતા રહે છે એવું કહ્યું અને ત્યારબાદ વરુણદેવે ગૌતમ ઋષિને ત્યાં એક ખાડો ખોદવ્યો તે ખાડામાં તેમને દિવ્યજળ થી ભરી નાખ્યું અને પાણી ભરવાના કારણે આ સ્થળ પાછું હરિયાળી થવા લાગ્યું અને જે લોકો આ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા તે લોકો પાછા આવી ને વસવાટ કરવા લાગ્યા આમ પાણીની મુસીબતમાંથી છુટકારો મળ્યો.
એક દિવસ ઋષિઓના શિષ્યો તળાવમાંથી પાણી ભરતા હતા ત્યારે તે સમયે કેટલીક ઋષિઓની પત્નીઓ પાણી ભરવા આવે છે પણ આ પત્નીઓ એવું કહેવા લાગી કે પાણી પહેલા અમે ભરીશું આમ લોકોની વાતો ચાલતી હતી એટલામાં તળાવની જોડી ગૌતમ ઋષિની પત્ની અહિલ્યાજી ત્યાં હોય છે અને તે ઋષિઓની પત્નીઓને સમજાવે છે કે પહેલા અહીં આ શિષ્યો આવ્યા હતા માટે પાણી પહેલા આ શિષ્યોને ભરવા દો ત્યાં રહેલી બધી ઋષિઓની સ્ત્રીઓ એ કહ્યું કે અહિલ્યાજી એ પોતાના શિષ્યોનો પક્ષ લીધો છે કારણ કે આ દિવ્યજળ તેમના પતિ ઋષિ ગૌતમ દ્વારા તેમના તપના કારણે બનાવવામાં આવ્યો છે આટલું થતા દરેક ઋષિઓની પત્નીઓ ઘરે જઈને પોતાના પતિને આ ઘટનાની જણાવી અને થોડું વધારી ને બધું જણાવ્યું હતું આમ ઋષિઓને થયું કે હવે ઋષિ ગૌતમ સાથે બદલો લેવો પડશે તેઓ બદલા ની ભાવના માટે બદલો લેવા માટે ગણેશજી ની તપસ્યા કરે છે બદલો લેવાનો નક્કી કર્યું અને ગણેશજી પ્રસન્ન થયા અને ત્યારે ગણેશજી એ ઋષિઓને સમજાવવા લાગ્યા કે તમે આ ખોટું કરી રહ્યા છો કોઈ સારા વ્યક્તિ જોડે વેર રાખવો સારું નથી અને જો આમ થતું તો આનુ પરિણામ પણ ખરાબ આવશે પણ ઋષિઓ તો બદલો લેવાની ભાવના જ હતી માટે તેમને જીદ કરી પછી ઋષિઓના જીદના આગળ ગણેશજી એ તેમની આજ્ઞા માની લીધી.
સમય જતા બદલો લેવા માટે ગણેશજી એ એક ગાયનું સ્વરૂપ ધારણ કરીને ગૌતમ ઋષિના ખેતરમાં ગયા ગૌતમ ઋષિએ આ ગાય પાસે આવીને તેમને ચારો ખવડાવવા લાગ્યા પછી તે ગાય જમીન પર મૂર્છિત થઈને પડી ગઈ અને તે ગાયનું મૃત્યુ પામ્યું આ સમયે તે ઋષિઓ સંતાઈને બધું જોતા હતા જેવી ગાય મૃત્યુ પામી તેવા જ તે બધા બહાર આવીને કહેવા લાગ્યા કે ગૌતમ ઋષિએ ગાયની હત્યા કરી નાખી છે તેમને ગૌ હત્યાનું પાપ લાગશે બધા ઋષિઓ તેમનું અપમાન કરવા લાગ્યા અને ગામ છોડીને જતા રહેવાનું કહ્યું અંતે ગૌતમ ઋષિએ તે સ્થળ છોડીને બીજી જગ્યા પર એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા ત્યારબાદ આ ઋષિઓ ત્યાં પણ ગૌતમ ઋષિને મેણા મારવા લાગ્યા અને કહેતા તમે તો ગૌ હત્યાના પાપી છો ગૌહત્યા ના પાપથી મુક્તિ મેળવવા માટે તમારે ત્રણ વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડશે અને અહીં આવીને એક મહિના માટે વ્રજ કરવું પડશે અને બ્રહ્મગીરી પર્વતની 101 વખત પ્રદક્ષિણા કરવી પડશે આ કરશો તો જ તમારી ગૌ હત્યા ના પાપ માંથી મુક્તિ મળશે અથવા તો અહીં ગંગા માતા ને પ્રગટ કરીને તેમાં સ્નાન કરી અને મહાદેવજીના એક કરોડ શિવલિંગ બનાવીને તેની પૂજા કરો ત્યારબાદ બ્રહ્મગિરી પર્વતની અગિયાર વખત પ્રદિક્ષણા કરી 100 ઘડાના જળ ભરીને આ દરેક શિવલિંગ ઉપર અભિષેક કરી ને ત્યારે જ તમે આ ગૌહત્યાના પાપ માંથી મુક્તિ મળશે.
ત્યારબાદ આ સાંભળીને ગૌતમ ઋષિએ જે ઋષિઓને કહ્યું તે પ્રમાણે શિવલિંગ બનાવીને તેમની પૂજા શરૂ કરી આ તપમાં અહિલ્યજી એ તેમને સાથ આપ્યો હતો ત્યાર પછી તેમની તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયા દર્શન આપીને મહાદેવજી એ કહ્યું કે માંગો શું માંગવું છે ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે મારા પર ગૌ હત્યાનો પાપ છે તેમાંથી મને મુક્ત કરો ત્યારે મહાદેવજી એ કહ્યું કે તે કોઈ ગૌ હત્યા નથી કરી કે તારાથી કોઈ પાપ પણ નથી થયું આ તો ઓલા ઋષિઓએ તારા પર બદલો લેવા માટે આવું કાવતરું ઘડિયું હતું આ સાંભળીને ગૌતમ ઋષિ ને મનનો બોજો દૂર થયો અને ગૌતમ ઋષિ મહાદેવજી ને કહ્યું કે જો તે ઋષિઓએ આવું ન કર્યું હોત તો આજે તમે મારી સામે પ્રસન્ન ના થયા હોત માટે તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા છો માટે અહીં ગંગા માતા ને પ્રગટ કરો.
ત્યારે મહાદેવજીએ ગંગા માતાને અહીં પ્રગટ થવા માટે કહ્યું પણ ગંગા માતાએ મહાદેવજી ને કહ્યું કે હું જો તમે મહાદેવજી તમારા પરિવારની સાથે અને સમસ્ત દેવતાઓ સાથે અહીં વાસ કરશો ત્યારે જ હું અહીં પ્રગટ થઈશ ત્યારે મહાદેવજી એ તથાસ્તુ કહ્યું અને દરેક દેવતાઓને કહ્યું કે બૃહસ્પતિ ભગવાન સિંહ રાશિમાં જ્યારે પ્રવેશ કરશે તો અહીં આ સ્થળે દરેક દેવતા ઓનો વાસ હશે પછી ગંગા માતા ત્યાં પ્રગટ થયા અને વિશ્વમાં ગોદાવરી નદીના નામથી ઓળખાવા લાગ્યા અહીં મહાદેવજીના લિંગ ને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે.
ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મંદિર ની વિશેષતા
ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ માં ત્રિકાલ પૂજા કરવામાં આવે છે જે માત્ર ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ના મંદિરમાં જ થાય છે માહિતી મુજબ આ ત્રિકાલ પૂજા આશરે 350 વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતી આવે છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ 11 જ્યોતિર્લિંગ કરતા અલગ છે અંગૂઠાના આકાર જેવા ત્રણ કપ છે જે બ્રહ્માજી, વિષ્ણુજી, અને મહેશજી છે મંદિરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં સાતથી આઠ અલગ અલગ લાઈનમાં ભક્તો મંદિરમાં જઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આરસપહાણ થી બનેલા નંદી ભગવાનની મૂર્તિ છે મંદિરની બહાર નંદીજીએ મહાદેવજીનું વાહન છે નંદીજીના કાનમાં કોઈ મનોકામના કહેવામાં આવે તો તે મનોકામના નંદજી મહાદેવજીને કહે છે અને તે મનોકામના પૂરી થાય છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં રુદ્રાક્ષના વૃક્ષો જોવા મળે છે મંદિરમાં રહેલા ગુરુજી પરંપરાગત અધિકાર તેઓ તાંબાના પાન ધારણ કરે છે ધાર્મિક વિધિ કરવા માટે સ્થાનિક ગુરુજીને સોંપવામાં આવે છે પ્રાચીન સમયથી ભક્તો દ્વારા કરવામાં આવતી પૂજાઓનું વર્ણન આ પેઢી દ્વારા જ સાચવવામાં આવી છે.
ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઓનલાઈન પૂજા પણ બુકિંગ કરાવી શકાય છે અહીં ભગવાન ભક્તોની પ્રાર્થના અને પૂજા સ્વીકારે છે કેટલી પૂજાઓ માત્ર આ મંદિરમાં જ થાય છે ત્ર્યંબકેશ્વર એ શ્રી સંત જ્ઞાનેશ્વરજી મહારાજના અનુયાયીઓ માટેનું એક પૂજા સ્થળ છે તેમને માત્ર 24 વર્ષની નાની ઉંમરે સમાધિ લીધી હતી અને તેમની પુણ્યતિથિએ ઉજવણી કરવામાં પણ આવે છે સંત જ્ઞાનેશ્વરજી એ ગીતા ઉપર ભાષ્ય લખ્યું હતું કારણ કે સામાન્ય વ્યક્તિને સમજવા માટે સરળ રહે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં દરરોજ અભિષેક કરાય છે.
ત્ર્યંબકેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવે છે મહાશિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતી માતા ના લગ્ન થયા હતા. અહીં દર બાર વર્ષે પ્રયાગરાજ પછી કુંભમેળો યોજાય છે ગોદાવરી નદી અને રામકુંડ જે નાશિકમાં આવેલું છે ત્યાં પ્રવિત્ર સ્થાન કરી ને ભક્તો પૂજા અર્ચના કરે છે.
દર સોમવારે ત્ર્યંબકેશ્વર માં પાલખી નું આયોજન કરવામાં આવે છે આ દિવસે મહાદેવજીને મુંગટ અને પાલખી જોઈ શકાય છે મૂંગટ સોનાનો હોય છે ભક્તો દર્શન કરી શકે છે આ મુગટને કુશાવર્ત તીર્થસ્થળ માં અભિષેક કરવામાં લાવવામાં આવે છે પછી આરતી થાય છે.
કુશાવર્ત તીર્થ
કુશાવર્ત એ એક પવિત્ર તળાવ છે જે મંદિરના પરિસરમાં આવેલું છે દરેક ધાર્મિક વિધિઓ કરવા માટે આ કુંડમાં સ્થાન કરવાની પરંપરા છે નજીકમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.
જય ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો