રાંધણ છઠ નો તહેવાર - Randhan Chhath
રાંધણ છઠ શ્રાવણ મહિના ની કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ પણ આ દિવસે થયો હતો.
રાંધણ છઠ Randhan Chhath નો તહેવાર દરેક રાજ્યમાં અલગ-અલગ નામે ઉજવવા માટે આવે છે ગુજરાતમાં તેને રાંધણ છઠ તરીકે ઉજવાય છે તો ક્યાંક આ તહેવાર ને હલષષ્ઠી, ચંદન છઠ, હળછઠ, હરછઠ વ્રત, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના વગેરે નામોથી ઓળખવામાં આવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ પોતાના પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે આવી પરંપરા છે.
ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર ના દિવસે લોકો પોતાના ધરે અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે.
આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠના રાત્રે ઘરના ચુલા ની સાફ સફાઈ કરી ને ચુલા ઠંઠો કરવામાં આવે છે. રાંધણ ગેસ કે ચુલા ની પૂજા કરાય છે ચુલો ઠંડા કર્યા પછી તેનો પર સાતમે ના દિવસે તે ચુલા પર રસોઈ કરવામાં આવતી નથી.
રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે આવે છે શીતળા માતાની પૂજા ધર મા કરવામાં આવે છે અને સાતમના દિવસે ઘરમાં રસોઇ બનાવવામાં આવતી નથી માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું વધારે ભોજન રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં પૂજા કરી કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન જમવામાં આવે છે.
રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે જઇ ચુલામાં આળોટતા હોય છે આ માટે આ દિવસે સાંજે જ ચૂલા ને ઠારી દેવામાં આવે છે આમ શીતળા માતા ઘરના ચુલાથી ઠંડક મળવે છે અને માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે માટે રાંધણછઠ મા સાંજે ચૂલો ઠંડો કરવાની પરંપરા છે. હાલ શહેર માં ગેસ આવી ગયા છે તો ગેસને પણ ઠંડો કરવાની પરંપરા છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી શરીરમાં થતી વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર નીરોગી રહે છે.
છઠના દિવસે બલારામજીનો જન્મ થયો હતો બલરામજીની જન્મજયંતિ તરીકે ઓળખાય છે. બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ માટે તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના મુજબ "હળ" પરથી રાખવામા આવ્યું હતુ. ભારતના કેટલાક ભાગોમાં તેને ‘લાલાય છઠ’ તરીકે ઓળખાય છે. માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની માટે ઉપવાસ પણ કરે છે.
આ દિવસે હલછઠ વ્રતમાં ગાયના દૂધ અને દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અને દહીંનું સેવન કરવામા આવતુ નથી આ દિવસે ભેંસનું દૂધ અને દહીંનું સેવન કરવામાં જ આવે છે. આ ઉપરાંત હળથ દ્ધારા ખેડવામાં આવેલું અનાજ અને ફળ પણ ખઇ શકાતું નથી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો