પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દ્વારકા મંદિર નો ઇતિહાસ l Dwaraka temple history

છબી
દ્વારકા મંદિર નો ઇતિહાસ દ્વારકા  મંદિર Dwaraka temઓple  એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે આવેલું પૌરાણિક મંદિર છે અહી કૃષ્ણ ભગવાને બનાવેલી નગરી એટલે દ્વારકા Dwaraka mandir કૃષ્ણ ભગવાને મથુરા છોડવીને ગુજરાત આવીને દ્વારાવતી નામની નગરી વસાવી હતી જે દ્વારકાના નામે ઓળખાય છે અહીં કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશ અને દ્વારકાના રાજા ના નામથી પૂજાય છે ખૂબ જ સુંદર દરિયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે અમદાવાદ થી આશરે 440 કિ. મી અને રાજકોટ થી આશરે 230  કિલોમીટર દૂર છે.  દ્વારકા મંદિરની વિશેષતા દ્વારકા મંદિર   Dwaraka mandir એ ચારધામ તીર્થધામો માનુ એક ધામ છે  દ્વારકા  એ 7 મોક્ષ પ્રાપ્તિ તીર્થસ્થળ માથી એક તીર્થસ્થળ છે  દ્વારકાધીશનું Dwarakadhish મંદિર ને જગત મંદિર  ના નામથી પણ ઓળખાવામાં આવે છે આ મંદિર પાંચ માળનું છે અને 72 સ્તંભ ઉપર ઉભુ છે આ મંદિરને નિજા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરમાં બે પ્રવેશ દ્વાર છે મોક્ષ દ્વાર જેને મુક્તિનો દ્વાર કહેવાય છે આ દ્વાર મુખ્ય બજાર સુધી જાય છે બીજા પ્રવેશદ્વાર ને સ્વર્ગ દ્વાર જેને સ્વર્ગનો દરવાજો કહેવાય છે દ...

ચમત્કારિક ઓમ બન્નાજી નો ઇતિહાસ - Om Banna ji no Itihas

છબી
ચમત્કારિક ઓમ બન્નાજી Om Bannaji ના મંદિર નો ઇતિહાસ  બુલેટ બાબા ઓમ બન્નાજી Om Bannaji  નું મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે આ મંદિર ભવ્ય મંદિર અને ચમત્કારિક મંદિર છે આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિરમાં બુલેટ બાઈક ની પૂજા કરવામાં આવે છે જે રોયલ એનિફલ્ડ બુલેટ-350 બુલેટ છે જ્યાં બુલેટ બાબા ના મંદિર અથવા તો ઓમ બન્ના નું મંદિર તરીકે ઓળખાવામાં આવે છે.  બુલેટ બાબા  Bullet baba નું મંદિર જોધપુર થી 50 કિલોમીટર દૂર જોધપુર પાલી હાઈવે નજીક આવેલા ચકીલલા ગામમાં ચમત્કારિક મંદિર આવેલું છે જ્યાં વૃક્ષ નીચે ઓમ બન્નાજીનો ફોટો અને તેમની બાઈક છે આ મંદિરમાં સતત જયોત ચાલ્યા કરે છે આ માર્ગ પરથી પસાર થતા દરેક સાધનોને  ડ્રાઇવરો અહીં શ્રીફળ વધેરી ને અને દર્શન કરીને જ આગળ જાય છે. ઓમ બન્નાજી om Bannaji ની કહાની અને તેમનો ઇતિહાસ ઓમ બન્નાજી નું નામ ઓમ સિંગ રાઠોડ હતું તેમનો જન્મ પાલી શહેરના નજીક આવેલા ચોરીલા ગામમાં થયો હતો ઠાકુર જોગસિહ  રાઠોડ ને ત્યાં જનમ્યા હતા ઓમ બન્નાજી નું અવસાન 1988 માં બુલેટ બાઈકના એક્સિડન્ટના કારણે થયું હતું વૃક્ષ જોડે ટકરાવવાના કારણે એક્સિડન્ટ થયું હતુ...

અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિર નો ઇતિહાસ - Ahmedabad na Bhadra Kali mata no itihas

છબી
અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિર નો ઇતિહાસ અત્યારનું અમદાવાદ એ પહેલા  આશાવલી હતુ. કર્ણદેવ એ તે જીતી ને કર્ણાવતી નગર વસાવ્યુ આ નગરમાં ભદ્રકાળી માતાનુ મંદિર આવેલું છે.  સમય જતા અહેમદ શાહ બાદશાહ ઇ. સ. 1411 મા અમદાવાદ શહેર વસાવ્યું હતું.  ભદ્રકાળી માતાના મંદિરનો ઇતિહાસ ભદ્રકાળી માતાના Bhadra kali mata મંદિર અમદાવાદ ના લાલદરવાજા મા આવેલું છે. અમદાવાદની સ્થાપના કરી તે પહેલા 1000 વર્ષ પહેલા ભદ્રકાળી માતાનું મંદિર હતું અહેમદ શાહ જ્યારે અમદાવાદની સ્થાપના કરી તેના પહેલા કર્ણદેવ એ કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી કર્ણાવતી નગર મા ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી સમય જતા મુગલ કાળ શાસનકાળ દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને માતાજીની મૂર્તિને પણ નષ્ટ કરી હતી અત્યારે હાલમાં જે સ્થળે ભદ્રકાળીના માતાનુ મંદિર છે આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં હતું. મુગલો દ્વારા મંદિર ને નષ્ટ કરાયુ   ત્યારે ભદ્રકાળી માતા ની મૂર્તિ ને ભદ્રના કિલ્લામાં લાવીને સંતાડવામાં આવી આમ સમય જતા બ્રિટિશરો ના શાસનકાળ દરમિયાન પેશ્વાઓ દ્વારા મંદિરની સ્થાપના આ જ જગ્યા પર કરવામાં આવી જ્યાં અત્યાર...

સંતોષી માતા નો ઈતિહાસ- Santoshi mata no itihas

છબી
સંતોષી માતા નો ઈતિહાસ સંતોષી માતા santoshi mata નો ઇતિહાસ ભારત ભરમા સંતોષી માતાની પૂજા આરાધના થાય છે રાજસ્થાન ના જોધપુર નુ પ્રગટ સંતોષી માતાનુ મંદિર સંતોષી માતા santoshi mata નો ઈતિહાસ રાજસ્થાન ના જોધપુર માં સંતોષી માતા નુ મંદિર ખુબજ પ્રખ્યાત છે આમ તો ભારત ના દરેક જગ્યા એ સંતોષી માતાનુ મંદિરો આવેલા છે એમાનુ જોધપુર નુ સંતોષી માતાનુ  santoshi mata મંદિર વાસ્તવિક મંદિર માનવામાં આવે છે જે ખુબજ પ્રખ્યાત છે અહી શક્તિ સ્વરુપ ની પૂજા કરવામા આવે છે આ મંદિર ને પ્રગટ સંતોષી માતાના મંદિર ના નામ થી ઓળખાય છે. મંદીર ની બાજુમા એક સરોવર આવલુ છે જેનુ નામ લાલસાગર સરોવર છે જે પ્રકૃતિક ની દ્રષ્ટિ લોકપ્રિય છે મંદિર ના આજુ બાજુ નો પ્રકૃતિ નજરો બહુ સૌદર્ય ધરાવે છે ચારે બાજુ હરિયાળી જોવા મળે છે મંદિર ની આજુ બાજુમા લીમડો, વડ, અને પીપળા ના મોટા મોટા વૃક્ષો આવેલ છે મંદિર ઉપર થી પર્વતો ના દ્રશ્યો જોવા લાયક છે પર્વતો  મંદિર ની ચારે બાજુ થી ફેલાયેલો છે  તેને જોઇને એવુ લાગે કે શેષનાગ આ મંદિરે છાયડો આપી રહ્યા છે તેવો જોવાલાયક દ્રશ્યો છે. પર્વત ના ઉપર ના ભાગ માં પ્રકૃતિક રૂપ થી આવુ દેખાય છે કે માતા અન...

સોમનાથ મંદિર નો ઇતિહાસ - Somnath mandir no itihas

છબી
  સોમનાથ મંદિર ની જાણકારી સોમનાથ મંદિર somnath mandir  ગુજરાત મા સૌરાષ્ટ્રના દરીયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ગુજરાત મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે મહાદેવ ની 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ એટલે  સોમનાથ છે.વિદેશી આક્રમણ થી સોમનાથનું  મંદિર ધણી વાર લુટારા ઓ એ લુટયુ અને તેનો નાશ કર્યો આમ છતા અનેક વાર મંદિર પાછુ બનાવવા મા આવ્યું આ મંદિર નો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથ   મંદિર  પ્રાચીન કાળથી પ્રસિઘ્ઘ રહયુ છે, અહી ત્રણ નદીઓ   નો સંગમ હોવાનું માનવામાં આવે છે કપિલા, હિરણ અને પૌરાણિક સરસ્વતી પંરતુ અત્યારે સરસ્વતી નદી જોવા મળતી નથી.  સોમનાથ મંદિર નો ઇતિહાસ અને ઉત્પત્તિ પૌરાણિક કથા પ્રમાણે સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું મંદિર રાવણે ચાંદીનું મંદિર અને શ્રી કૃષ્ણે ચંદન ના લાકડાનુ મંદિર બનાવ્યું હતું. ચંદ્રદેવને 27 પત્નીઓ હતી જેને આજે 27 નક્ષત્રોના નામોથી આપડે ઓળખીએ છીએ. તે દક્ષ પ્રજાપતિની પુત્રીઓ જ હતી. તેમાંથી રોહિણી નામની પત્ની સાથે ચંદ્રદેવ નો પ્રેમ વધારે હતો. બાકીની 26 પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ ના દુરી થી...

જન્માષ્ટમી નો તહેવારનાં - Janmasthami no Festival

છબી
જન્માષ્ટમી નો તહેવાર જન્માષ્ટમી Janmasthami નો તહેવાર શ્રાવણ વદ આઠમના દીવસે આવે છે મંદિરો મા અને ઘરોમાં કૃષ્ણ નુ ગોકુળ બનાવે છે. જુદી–જુદી વાનગીઓનો 56 ભોગ ધરાવે છે. આમ તો આખા દેશ મા આ તહેવાર ઉજવાય છે પણ દ્વારકા અને એમનું જન્મસ્થળ મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે.  જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ ની ઉજવણી થાય છે. મંદિરોમાં અને ઘરોમાં જન્માષ્ટમી ના દિવસે અનેક પ્રકારની  પૂજા થાય  છે. મંદિરો ભક્તોની દ્ધારા હિંડોળા ઝુલાવવા  આવે છે  નાનપણથી જ કૃષ્ણ ને મોર નુ પીછુ અને વાંસળી તેમનુ મનપસંદ છે માટે તેમની પાસે હોય જ છે. વાંસળી સાભળીને બધી ગાયો તેમની પાસે આવી જાય છે જન્માષ્ટમીના દિવસે ભગવાનને પુજા મા વાંસળી મુકે છે અને મોરપીંછ થી શણગાર કરાય છે.  કૃષ્ણને 56 ભોગ પકવાન ચઢાવવામાં આવે છે.  ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની મનોકામનાઓ  પૂરી કરે છે.56 ભોગ મા કૃષ્ણ ની પ્રિય વાનગીઓ પરોસવામાં આવે છે.  જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાયની  અને વાછરડાની નાની મૂર્તિ લાવી બાલગોપાલ સાથે મૂકાય છે   જન્માષ્ટમીના દિવસે આ કાર્યો ...

શીતળા સાતમ નો તહેવાર Shitala Satam no festival

છબી
શીતળા સાતમ નો તહેવાર  શીતળા સાતમ Sitala satam નો તહેવાર શ્રાવણ વદ સાતમે ઉજવાય છે રાધન છઠ ના બીજા દિવસે આવે છે રાધન છઢ ના દિવસે જે  અલગ અલગ પ્રકાર નું ભોજન બનાવ્યું હોય તે ભોજન શીતળા સાતમ ના દિવસે જમવામાં આવે છે આ દિવસે ઠંડુ જમવાની પરંપરા છે છઠ ના દિવસે સાંજે ચુલા ની પુજા કરી  ચુલા ને ઠંડો પાડવામાં આવે છે અને સાતમ ના દિવસે તે ચુલા પર કઇ રાખવામાં આવતુ નથી શીતળા માતા સાતમ ના દિવસે ઘરે ઘરે જઇ ને ચુલા પર જઇને  ઓળતતા  હોય છે.    શીતળા માતાની પૌરાણિક કથા .     એક કુટુંબ મા બે ભાઇઓ અને તેમની પત્નિ અને તેમની મા સાથે રહેતા હતા બંને પુત્રવધુને ત્યાં એક-એક દિકરો હતો બંને મા જેઠાણી થોડી ઇર્ષાળુ સ્વભાવ ની હતી અને દેરાણીનો સ્વભાવ શાં હતો. સમય પસાર થતો ગયો અને શ્રાવણ મહિનામાં રાંઘણ છઠ્ઠનો દિવસ આવ્યો તે દિવસે સાસુએ નાની વહુ ને રસોઇ કરવા માટે કહ્યું અને તેને રસોઈ બનાવતા રાત થઈ તેનુ મા બાળક ઘોડિયામાં રોવા લાગ્યો ત્યારે તે પોતાનું કામ પડતુ મુકી અને બાળક ગઇ અને બાળક ને રડતો ચુપ રાખ્યો દિવસના કામના લીધે થાક લાગ્યો તો તે બાળક સાથે સુઇ  ગઇ  આમ તે ચૂલ...

રાંધણ છઠ નો તહેવાર - Randhan Chhath

છબી
રાંધણ છઠ શ્રાવણ મહિના ની કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે  ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ પણ આ દિવસે થયો હતો.   રાંધણ છઠ   Randhan Chhath નો તહેવાર દરેક રાજ્યમાં અલગ-અલગ નામે ઉજવવા માટે આવે છે ગુજરાતમાં તેને રાંધણ છઠ તરીકે ઉજવાય છે તો ક્યાંક આ તહેવાર ને હલષષ્ઠી, ચંદન છઠ, હળછઠ, હરછઠ વ્રત, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના  વગેરે નામોથી  ઓળખવામાં આવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ પોતાના પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે આવી પરંપરા છે.  ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર  ના દિવસે લોકો પોતાના ધરે અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે.  આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠના રાત્રે ઘરના ચુલા ની સાફ સફાઈ કરી ને ચુલા ઠંઠો કરવામાં આવે છે. રાંધણ ગેસ કે ચુલા ની પૂજા કરાય છે ચુલો ઠંડા કર્યા પછી તેનો પર સાતમે ના દિવસે તે ચુલા પર રસોઈ કરવામાં આવતી નથી. રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે આવે છે શીતળા માતાની પૂજા ધર  મા કરવામાં આવે છે  અને સાતમના દિવ...

નાગપાચમ નો તેહવાર - Nag Pacham no Festival

છબી
 નાગપાચમ નો તેહવાર શ્રાવણ મહીનાની કૃષણ પાચમના દિવસે નાગપાચમ નો તહેવાર   Nag Pacham no Festival   છે આ દિવસે નાગદેવતા ની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગદેવતા ને દૂધ પીવડાવવામા આવે છે સાથે સફેદ ફૂલ ચડાવવા મા આવે છે અને આ દિવસે જમીન ખોદવામાં આવતી નથી.  ભારતીય સંસ્કૃતિ મા શિવલિંગ, નાગ, અગ્નિ, સૂર્ય ,  ચાંદ , ઝાડ , નદી વગેરે નુ ધાર્મિક ખૂબ મહત્વ છે. કેવાય છે કે આપડી પૃથ્વી શેષનાગ ના ફેણ પર રહેલી છે જયારે પૃથ્વી પર પાપ વધવા લાગે છે ત્યારે શેષનાગ ફેણ ને હલાવી દે છે અને પૃથ્વી પર ધરતીકંપ આવે છે મહાદેવજી ના ગળા મા જે નાગદેવતા છે તે નાગ નુ નામ વાસુકી નાગ છે આમ નાગદેવતા ની શ્રદ્ધા છે.  લોકવાયકા મુજબ નાગપંચમી ની કથા   પહેલાંના સમયની વાત છે. એક શેઠને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ અને સુશીલ હતી. પરંતુ તેને કોઈ ભાઈ હતો નહી. એક દિવસે મોટી વહુએ ઘરમાં લીંપણ કરવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને બોલાવી ને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી સાથે લઈને માટી ખોદવા લાગી ગયા. ત્યાં જ એકદમ એક નાગ નીકળ્યો જેને મોટી વહું મારવા મ...

બહુચર માનુ મંદિર બહુચરાજી, બહુચર માનો ઇતિહાસ- bahuchar manu mandir and itihas

છબી
બહુચરા માનુ મંદિર બહુચર માતાજી નો ઈતિહાસ - Bahuchar manu mandir ane itihas  બહુચર માનુ મંદિર bahuchar manu mandir બહુચરાજી એ મેહેસાણા જીલ્લામા બહુચરાજી મા આવલુ બહુચર માતાનુ મંદિર છે.  ગુજરાત ની 3 શક્તિપીઠ માની 1 શક્તિપીઠ છે આ મંદિર ને બાલાત્રિપુરા સુંદરી ના નામ પણ ઓળખવામા આવે છે.  બહુચર માનુ મંદિર bahuchar manu mandir અમદાવાદ થી આશરે 110 કીમી,  મહેસાણા થી 35 કીમી અને મોઢેરા થી 15 કીમી ના અંતરે બહુચર માતા નુ મંદિર આવેલું છે.  બહુચર માનુ મંદિર બહુચરાજી, બહુચર માનો ઇતિહાસ  કપિલદેવ વરખડીએ મંદિર નુ નિર્માણ કર્યું હતુ ત્યાર પછી કલરી રાજા તેજપાલ દ્વારા તેનુ પુનઃનિર્માણ કરવામા આવ્યુ હતુ ત્યારબાદ ફરી વાર મંદિરો જીનોદ્વાર કરવામા આવ્યુ છે.આ મંદિર નુ નિર્માણ માનાજીરાવ ગાયકવાડ ના હાથે થયેલુ છે અને સયાજીરાવ ગાયકવાડે અહી રેલ્વે બનાયો હતો. પોલીસ દ્ધારા ચૈત્ર સુદ આઠમ અને આસો સુદ આઠમે સલામી આપે છે આ દિવસ નુ મહાત્વ છે.  બહુચર માતાજી નો ઈતિહાસ - Bahuchar mataji no itihas દંતકથા અનુસાર બહુચર માતા એ  હળવદ તાલુકા મા સાપકડા ગામ મા દેવલ આય આને બાપલ દેથા ચારણ ને ત્યા 4 દ...

અંબાજી મંદિર નો ઇતિહાસ - Ambaji mandir no itihs

છબી
અંબાજી  મંદિર માં વિરાજમાન અંબે માતાનો ઈતિહાસ - Ambaji mandir itihas  અંબાજી મંદિર નો ઇતિહાસ Ambaji mandir no itihas અને જાણકારી ગુજરાત મા બનાસકાંઠા જીલ્લા ના દાતા તાલુકામાં આવલુ અંબાજી મંદિર એ 51 શક્તિપીઠ નુ ગુજરાત ની સૌથી મોટી શક્તિપીઠ છે ભાવિક ભક્તો દેશ ના ખુને ખુને થી દર્શન કરવા અહી આવે છે    ગબ્બર ડુંગર   અરવલ્લી પર્વતમાળા મા આવેલ આરાસુર નો ડુંગર છે. અમદાવાદ થી આશરે 170 કિમી , પાલનપુર થી 65 કિમી, આબુ રોડ થી 20 કિમી જેટલુ અંતર છે. પાલનપુર મુખ્ય મથક છે ત્યા થી પ્રાઇવેટ સાધનો મળી રહે છે.  અંબાજી મંદિર Ambaji mandir  રહસ્ય ની વાત તો એ છે કે મંદિર માં કોઈ મૂર્તિ નથી મૂર્તિ ની જગ્યા એ વિસોયંત્ર ની પૂજા કરવામા આવે છે. પૂજારી જ્યારે વિસોયંત્ર ની પૂજા કરે છે ત્યારે આખો પર પત્તી બાંધી ને પૂજા કરે છે એવી માન્યતા છે. આમ અંબાજી એક વિશેષ કારણ ધરવે છે. ઉજ્જૈન અને નેપાળ ના શક્તિપીઠ મા મૂલ યંત્ર સાથે જોડાયલુ છે આ યંત્ર માં 51 અક્ષરો છે આ યંત્ર ની દર મહિના ની આઠમ ના દિવસ પૂજા થાય છે. મુળ આ મંદિર બહુ વર્ષો પહેલા બેઠાઘાટ નુ નાનુ મંદિર હતુ. જેમ જેમ સમય જતો રહ્યો તે...

Pavagadh Temple પાવાગઢ મંદિર , મહાકાલી માતા ના પાવાગઢ મંદિર નો ઈતિહાસ - Pavagadh no itihas

છબી
પાવાગઢ Pavagadh પર્વત માં વિરાજમાન મહાકાળી માતા ના મંદિર ની જાણકારી  પાવાગઢ મંદિર નો ઈતિહાસ   Pavagadh temple no itihas પાવાગઢ ના મહાકાલી માતા ના મંદિર નો ઈતિહાસ પાવાગઢ એ પંચમહાલ જીલ્લા ના હાલોલ તાલુકા મા આવલુ મહાકાલી માતા નુ મંદિર છે.  ગુજરાત ની શક્તિપીઠ નુ એક ધામ છે તે વિધ્યાચલ પર્વત માળામા આવેલ પાવાગઢ નો પર્વત છે કુદરતી દ્વષ્ટિએ પાવાગઢ પર્વત મહત્વ ધરાવે છે જેમ જેમ ઉપર ચડીયે તેમ નજારો વધારે સારો લાગે છે વાદળો નજીક થીી જતા હોય એવા દ્વષયો દેખાય. અહી ઉડન ખટોલા ની પણ સગવડ છે. 2004માં ચાપાનેર અને પાવાગઢની વર્લ્ડ હેરિટેજ સાઇડ નો દરજ્જો મળેલ છે અમદાવાદ થી આશરે 125 કિમી અને વડોદરા થી 49 કિમી ગોધરા થી 47 કિમી આને હાલોલ થી 9 કિમી પર આ પવિત્ર યાત્રાધામ આવેલુ છે પ્રકૃતિ ના ખોલા માં વસેલુ પાવાગઢ આવેલું છે.  પાવાગઢ નો ઈતિહાસ - Pavagadh no itihas  વર્ષો પહેલો આહી ભુકંપ આયો હતો તેમાથી જ્વાલામુખી નિકાલ્યો હતો અને આ પાવાગઢ નો પર્વત  અસતિત્વ મા આવ્યો છે અને પર્વત જેટલો બહાર દેખાય છે તેનાં કરતા વધારે અંદર છે એટલે પા ભાગ જેટલો  બહાર દેખાય છે આના કારણે તેને પાવાગઢ તાર...

ચોટીલા ની ચામુંડા મા વિશે જાણકારી / chotila ni chamunda ma vishe ni Jankari

છબી
ચામુંડા માતા નો ઈતિહાસ ચોટીલા મા બિરાજમાન ચામુંડા માતા વિશે ની જાણકારી ચોટીલા ની ચામુંડા મા વિષે જાણકારી ચોટીલા એ સુરેન્દ્રનગર જીલ્લા માં આવલુ ચામુંડા માતા નુ પવિત્ર મંદિર ધામ છે અહી ચોટીલા નો ડુંગર આવલો છે જ્યા ડુંગર પર ચડી ને ચામુંડા માતા ના દર્શન થાય છે લગભાગ 635 જેટલા પગથીયા આ ડુંગર પર છે તે ચડી ને ચામુંડા માતા ના દર્શન થાય છે.  અમદાવાદ થી ચોટીલા આશરે 190 કિ.મી.અને રાજકોટ થી 50 કિ.મી.જેતલુ અંતર છે.  ચામુંડા માતા નો ઈતિહાસ હજારો વર્ષ પહેલા અહી ચંદ અને મુંડ નામના રાક્ષકો નો ત્રાસ હતો તે ઋષિમુની આને અને ત્યાના લોકો ને ત્રાસ આપતા હતા ત્યારબાદ ઋષિમુની ઓએ  હવન કરી તપસ્યા કરીને માં શક્તિ માતા ની આરાધના કરી અને હવન કુંડ માથી શક્તિ માતા પ્રગટ થયા માતા એ ચંદ અને મુંડ નો સંહાર કર્યો ત્યાર્થી આ શક્તિ માતાનું નામ ચામુંડા માતા પડ્યું ફોટો આને મૂર્તિ માં જોડિયા દેખાય છે કેમ કે તમને ચંડી ચામુંડા કહેવમા આવે છે.  મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર પર પૂજા કરતા હતા વર્ષો પહેલા મંદિર ની જગ્યા એ એક ઓરડી હતી ને પગઠિયા પણ ના હતા તો પણ ભક્તો દર્શન કરવા અવતા હતા હાલ મહંત ...

ડાકોર મંદિર નો ઇતિહાસ

છબી
ડાકોર મંદિર વિશે ની જાણકારી ડાકોર  ખેડા જિલ્લા મા આવેલું રણછોડરાયજી નુ પ્રખ્યાત  મંદિર છે ડાકોર મા રણછોડરાયજી મંદિર ડાકોર મંદિર વિશે ની જાણકારી ડંક મુનિ એ ડાકોર મા આશ્રમ બનાવ્યો હતો તેવુ કહેવામાં આવે છે. ડંક મુનિએ ત્યા તપસ્યા કરી ને શંકર ભગવાન ને પ્રસન્ન કર્યા હતા ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજેમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી  પાણી પી શકે . કૃષ્ણ અને ભીમ ડંક મુનિના આશ્રમ જોડે થી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા તેમને કુંડ માથી પાણી પીધું અને  વિશ્રામ કરવા બેઠો. તેમને વિચાર આવ્યો કે જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી  મળી રહે તો ભીમે  ગદાના એક જ વારથી  મોટો કર્યો. આ કુંડ  ગોમતી તળાવ થી આજે ઓળખાય છે. આમ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું. ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ મહિને ડાકોરથી દ્વારકા પગે ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ જતો હતો. પરંતુ ત્યાર બાદ ઉંમર ના કારણે એ...